Western Times News

Gujarati News

મોલ-મલ્ટિપ્લેકસમાં પાર્કિગ ચાર્જ મુદ્દે પોલિસીનો આદેશ

પ્રતિકાત્મક

અમદાવાદ: મલ્ટિપ્લેક્સ  થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પા‹કગ ચાર્જ કે ફી વસૂલી શકે નહી એ મતલબના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલી સ્પેશ્યલ લિવ પિટિશનની સુનાવણીમાં આજે સુપ્રીમકોર્ટના જસ્ટિસ  દિપક ગુપ્તા અને જસ્ટિસ   અનિરૂધ્ધ બોઝની ખંડપીઠે પાર્કિગ  મુદ્દે પોલિસી ઘડવા રાજય સરકારને બહુ મહત્વનો આદેશ જારી કર્યો છે.


સુપ્રીમકોર્ટે પા‹કગ મુદ્દે મોલ, મલ્ટિપ્લેક્સ , હોસ્પિટલ્સ, સ્કૂલ્સ સહિતના કોમર્શીયલ કોમ્પલેક્સ-સંકુલોમાં ઉપલબ્ધ પાર્કિગનો રાત્રિના સમયે સંબંધિત વિસ્તારના રહીશો માટે અમુક ચાર્જ વસૂલવાથી ઉપયોગ કરી શકાય તે મુદ્દે પોલિસી ઘડવા રાજય સરકારને બહુ મહત્વનો આદેશ જારી કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૨જી માર્ચના રોજ મુકરર કરી હતી.

બીજીબાજુ, પાર્કિગના  બહુ મહત્વના એવા આ કેસમાં આજે ગુજરાત સરકાર તરફથી પોતાનો જવાબ રજૂ કરી વલણ સ્પષ્ટ કરાયું હતું કે, જીડીસીઆર જાગવાઇ પ્રમાણે, કોમર્શીયલ બિલ્ડીંગો(મોલ-મલ્ટિપ્લેક્સ )માં કોઇપણ પ્રકારનો પાર્કિગ  ચાર્જ લઇ શકાય નહી. સરકાર દ્વારા એફએસઆઇમાંથી પાર્કિગમાં બાધ(પાર્કિગ  ફ્રી) આપવામાં આવે છે, તેથી કોમર્શીયલ બિલ્ડીંગો(મોલ-મલ્ટિપ્લેક્સ)માં પાર્કિગ  ચાર્જ વસલી શકાય નહી. ખાસ કરીને, જીડીસીઆરમાં પા‹કગ ચાર્જ લેવાની જાગવાઇ જ નથી, તેથી તેનો ચાર્જ વસૂલી શકાય નહી.

સુપ્રીમકોર્ટે અરજદારપક્ષને રિજાઇન્ડર ફાઇલ કરવાનો પણ હુકમ કર્યો હતો. સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદી મારફતે કરાયેલી સ્પેશ્યલ લીવ પિટિશનમાં અગાઉ સુપ્રીમકોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શીયલ બિલ્ડીંગો(મોલ-મÂલ્ટપ્લેક્સ)માં પા‹કગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હતી.

જા કે, કોમર્શીયલ બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક ફ્રી પા‹કગની સુવિધા આપવા અને ત્યારબાદ પા‹કગ ચાર્જ વસૂલવા સુપ્રીમકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. સાથે સાથે ટુ વ્હીલરના કિસ્સામાં રૂ.દસ અને ફોર વ્હીલર માટે રૂ.૩૦થી વધુ પા‹કગ ચાર્જ નહી વસૂલી શકાય એવી પણ સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી.

અરજદાર સુરતના રાહુલરાજ મોલ તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ પાર્કિગની  દરખાસ્ત મૂકી હતી, જેમાં પ્રથમ કલાક ફ્રી પા‹કગ, એ પછી ફોર વ્હીલર માટે રૂ.૩૦ અને ટુ વ્હીલર માટે રૂ.૧૦ અને આસપાસની સોસાયટીઓને ઉપયોગમાં લેવું હોય તો, આખી રાત માટે ફોર વ્હીલરના રૂ.૩૦ અને ટુ વ્હીલર માટે રૂ.૧૦ વસૂલવાની દરખાસ્ત રજૂ કરાઇ હતી.

આ દરખાસ્તને ગંભીરતાથી લઇ સુપ્રીમકોર્ટે આજે રાજય સરકારને ઉપરોકત મુદ્દે પોલિસી ઘડવા બહુ મહત્વનો આદેશ જારી કર્યો હતો. અરજદારપક્ષ તરફથી એમ.સી.મહેતાના કેસમાં સુપ્રીમકોર્ટના જસ્ટિસ  દિપક ગુપ્તાએ આપેલા જજમેન્ટને જ ટાંકી મહત્વની દલીલો રજૂ કરાઇ હતી કે, પાર્કિગની  સમસ્યા એ દેશની સળગતી અને સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે.હાઇકોર્ટને કાયદામાં પા‹કગની જાગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પા‹કગની જાગવાઇ નથી.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામ્યા છે અને પ્રભાવિત છે ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમકોર્ટે યોગ્ય દરમ્યાનગીરી કરવી જાઇએ અને યોગ્ય રાહત આપવી જાઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.