Western Times News

Gujarati News

મોલ-મલ્ટિપ્લેક્સ કેસઃ સરકાર જવાબ રજૂ કરવામાં અસફળ

INOX Raj Imperial

સુરતના મોલ દ્વારા સુપ્રીમમાં દરખાસ્ત રજૂ કરાઇ- સુપ્રીમની જવાબ રજૂ કરવા બે સપ્તાહની મહેતલ – અગાઉ પ્રથમ કલાક ફ્રી પા‹કગ બાદ ચાર્જ લેવા મંજૂરી આપી હતી
અમદાવાદ,  મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિગ ચાર્જ કે ફી વસૂલી શકે નહી એ મતલબના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમકોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે અગાઉ બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શીયલ બિલ્ડીંગો(મોલ-મલ્ટિપ્લેક્સ)માં પાર્કિગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હતી.

જાે કે, કોમર્શીયલ બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક ફ્રી પાર્કિગની સુવિધા આપવા અને ત્યારબાદ પા‹કગ ચાર્જ વસૂલવા સુપ્રીમકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. સાથે સાથે ટુ વ્હીલરના કિસ્સામાં રૂ.દસ અને ફોર વ્હીલર માટે રૂ.૩૦થી વધુ પા‹કગ ચાર્જ નહી વસૂલી શકાય એવી પણ સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી.

આ મહત્વપૂર્ણ કેસમાં જવાબ રજૂ કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હતી. રાજય સરકાર તરફથી આ કેસમાં જવાબ તૈયાર થયો ના હોઇ ચાર સપ્તાહનો સમય માંગવામાં આવ્યો હતો. જા કે, સુપ્રીમકોર્ટના જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ અનિરૂધ્ધ બોસની ખંડપીઠે સરકારને જવાબ રજૂ કરવા બે સપ્તાહનો સમય આપ્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૨૭મી જાન્યુઆરી પર મુકરર કરી હતી. બીજીબાજુ, ઓલ ઇન્ડિયા મલ્ટીપ્લેક્સ એસોસીએશનને આ કેસમાં પક્ષકાર તરીકે જાડાવવા વિનંતી કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે હાલના તબક્કે પક્ષકાર તરીકે જાડવા કે નહી તે મામલો પેન્ડીંગ રાખ્યો છે. અરજદાર સુરતના રાહુલરાજ મોલ તરફથી પાર્કિગની દરખાસ્ત મૂકી હતી,

જેમાં પ્રથમ કલાક ફ્રી પા‹કગ, એ પછી ફોર વ્હીલર માટે રૂ.૩૦ અને ટુ વ્હીલર માટે રૂ.૧૦ અને આસપાસની સોસાયટીઓને ઉપયોગમાં લેવું હોય તો, આખી રાત માટે ફોર વ્હીલરના રૂ.૩૦ અને ટુ વ્હીલર માટે રૂ.૧૦ વસૂલવાની દરખાસ્ત રજૂ કરાઇ હતી. અગાઉ સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી તરફથી કરાયેલી પિટિશનમાં સિનિયર એડવોકેટ કુમારેશ કે.ત્રિવેદીએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પા‹કગની સમસ્યા એ દેશની સળગતી અને સાર્વત્રિક વ્યાપક સમસ્યા છે. રાહુલરાજ મોલના પાર્કિગના એસેસમેન્ટ પે એન્ડ પાર્ક તરીકે છે. હાઇકોર્ટને કાયદામાં પાર્કિગની જાગવાઇ આગળ ફ્રી શબ્દ ઉમેરવાની સત્તા નથી, કારણ કે, કાયદામાં મફત પાર્કિગની જાગવાઇ નથી.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી અરજદાર સહિત અનેક મોલ માલિકો અને મલ્ટિપ્લેક્સ થિયેટર સંચાલકો અસર પામ્યા છે અને પ્રભાવિત છે ત્યારે આ મહત્વના મુદ્દે સુપ્રીમકોર્ટે યોગ્ય દરમ્યાનગીરી કરવી જાઇએ અને યોગ્ય રાહત આપવી જાઇએ. કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, પાર્કિગ ફ્રી હોઇ શકે નહી પરંતુ તે અંગે ચોક્કસ સૂચનો સાથે પક્ષકારોએ આવવું જાઇએ.

જે મુલાકાતીઓ મોલમાંથી ખરીદી કરે કે, સિનેમાની ટિકિટ બતાવે તેવા લોકો માટે ફ્રી પાર્કિગ કરી શકાય. આ કેસમાં રૂચિ મોલ્સ (આલ્ફા વન મોલ) તરફથી પણ કેસમાં જાેડાઇને રજૂઆત કરવામાં આવી હતી. દરમ્યાન ગુજરાત સરકાર તરફથી આ કેસમાં વધુ સમય આપવા માંગણી કરી હતી. સુપ્રીમકોર્ટે સમય આપ્યો હોવાછતાં કેસની વધુ સુનાવણી નીકળી ત્યારે ગુજરાત સરકારે જવાબ તૈયાર નહી હોવાથી વધુ એકવાર ચાર સપ્તાહના સમયની માંગણી કરાઇ હતી. જા કે, સુપ્રીમકોર્ટે તા.૨૭મી જાન્યુઆરી સુધીનો જ સમય સરકારને આપી બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.