મોલ, મલ્ટીપ્લેક્ષમાં ફ્રી પાર્કિંગ મુદ્દે અપીલમાં સરકારને સુપ્રિમની નોટીસ
(એજન્સી) અમદાવાદ, મોલ અને મલ્ટીપ્લેક્ષમાં આવતા મુલાકાતીઓને પા‹કગ સુવિધા પૂરી પાડવા બદલ ચાર્જ નહીં વસુલવા મુદ્દે સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને નોટીસ જારી કરી છે. આ મામલે તા.૧પમી ઓક્ટોબર સુધીમાં જવાબ રજુ કરવા સરકારને તાકીદ કરાઈ છે. સુરતના રાહુલરાજ મોલ કો-ઓપરેટીવ સર્વિસીસી સોસાયટી લીમીટેડે આ મુદદે સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી છે. સુપ્રિમ કોર્ટે સમક્ષ કરાયેલી અરજીમાં પા‹કગ માટેના ચાર્જ વસુલવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસમાં પક્ષકાર બનવા માટે પરવાનગી આપવા માંગણી કરાઈ છે. સુપ્રિમ કોર્ટે આ માટેની મંજુરી આપી છે. અને ઉપર્યુક્ત મામલે તા.૧પમી ઓક્ટોબર સુધીમાં જવાબ રજુ કરવા રાજય સરકારને તાકીદ કરવામાં આવી છે.
જસ્ટીસ દિપક ગુપ્તા સહિતની ડીવીઝન બેંચે, મોલ્સ અને મલ્ટીપ્લેક્ષમાં વિનામૂલ્યે પા‹કગ સુવિધા પૂરી પાડવી શક્ય નહોવાની ટીપ્પણી કરવા સાથે રાજ્ય સરકારને નોટીસ જારી કરી હોવાનું સુરત મોલ્સના એડવોકેટે જણાવ્યુ હતુ. ગુજરાત હાઈકોર્ટના તા.૧ જુલાઈના રોજના આદેશને પડકારતી પીટીશન કરાઈ છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યુ હતુ કે પ્રાઈવેટ મોલ, મલ્ટીપ્લેક્ષના મુલાકાતીઓ પાસેથી પા‹કગ ચાર્જ વસુલવાનો કાયદામાં છૂટ અપાઈ નથી.
મોલ અને મલ્ટીપ્લેક્ષના માલિકોએ પ્રથમ એક કલાક વિનામૂલ્યે પા‹કગની સુવિધા પૂરી પાડવી જાઈએ અને ત્યારપછીના કલાકો માટે નજીવા દરે ચાર્જ વસુલ કરવો જાઈએ. એવા સિંગલ જજના આદેશને હાઈકોર્ટની ડીવીઝન બેંચે રદ કર્યો હતો. ગુજરાત હાઈકાર્ટેે એવી પણ સ્પષ્ટતા કરી છે કે મુલાકાતીઓ પાસેથી પા‹કગ ચાર્જ વસુલવા માટે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર)માં કોઈ જાગવાઈ નથી.