મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદની ડ્રગ્સ ફેક્ટરી પર NCBના દરોડા, 2 કરોડ રોકડની સાથે હથિયાર જપ્ત
મુંબઈઃ મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના ચિંકૂ પઠાનની ધરપકડ થતા નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએક્શનમાં આવી ગયું છે. ગુરૂવારે વિભાગે દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચાલી રહેલ ડ્રગ્સ બનાવનારી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ ફેક્ટરી દાઉદ ઇબ્રાહિમની છે જેને ડોંગરીમાં રહીને ચિંકૂ પઠાન સંભાળતો હતો. દરોડા દરમિયાન એનસીબીએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ, મોટી સંખ્યામાં કેશ અને હથિયાર પણ જપ્ત કર્યા છે.
આ બધાની શરૂઆત બુધવારે તે સમયે થઈ જ્યારે એનસીબીને પરવેઝ ખાન ઉર્ફ ચિંકૂ પઠાન અને તેના સાથી ઝાકિર હુસૈન ફઝલ હુક શેખના ડ્રગ્સનો ધંધો કરવાની માહિતી મળી. ત્યારબાદ એનસીબીએ સ્થળ પહોંચીને એનડીપીએસ એક્ટની કલમ 8c, 22, 25, 29 હેઠળ ગુનો દાખલ કરી બધાની ધરપકડ કરી હતી. ત્યારબાદ NCB એ નવી મુંબઈના ધણસોલીમાં ચિંકૂના ઘરે સર્ચ કર્યું હતું. આ દરમિયાન 2.9 ગ્રામ હેરોઇન, 52.2 ગ્રામ MD ડ્રગ્સ સિવાય 9MM ની પિસ્તોલ જપ્ત કરી છે દરોડા દરમિયાન ભિવંડીના રાહુલ કુમાર વર્માની પૂછપરછ કરવામાં આવી. વિભાગને શંકા છે કે ચિંકૂ પઠાન માટે એમડી ડ્રગ્સની સપ્લાઈ કરવાનું કામ કરતો હતો.
ત્યારબાદ એનસીબીએ ચિંકૂના ખાસ વ્યક્તિ આરિફ ભુજવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા બુધવારે શરૂ થયા અને ગુરૂવારે પણ જારી રહ્યાં હતા. આ દરમિયાન ભુજવાલાના ઘરેથી વિભાગના ઓટોમેટિક બ્લેન્ક રિવોલ્વર અને મોટી માત્રામાં ડ્રગ્સની સાથે 2 કરોડથી વધુ રોકડા મળી આવ્યા હતા. જાણવા મળ્યું કે આ પૈસા ડ્રગ્સ વેચીને આવ્યા હતા. પરંતુ સૌથી મોટો ખુલાસો થયો કે નૂર મંજિલમાં ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.