મોહન ડેલકરના બેનર સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી
સેલવાસથી: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતનો મામલો હવે વધારે જાેર પકડી રહ્યો છે. દાદરાનગર હવેલીના સેલવાસમાં જસ્ટિસ ફોર મોહન ડેલકરના બેનર સાથે કેન્ડલ માર્ચ નીકળી હતી. આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં પ્રદેશવાસીઓ ઉમટી પડ્યા હતા. કેન્ડલ માર્ચ ઝંડાચોક ,કલેકટર કચેરી અને કીલવણી નાકા થઈ પસાર થઈ હતી અને કેન્ડલ માર્ચમાં જસ્ટિસ ફોર મોહન ડેલકર ના બેનરો સાથે હજારોની સંખ્યામાં લોકો જાેડાયા હતા. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ મુંબઈના મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાંથી દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ડેલકરે આપઘાત પહેલા લખેલી ૧૫ પાનાની સુસાઈડ નોટ પણ સ્થળ પર થી મળી આવી હતી.
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ મુંબઈના મરીન ડ્રાઈવની ‘સી ગ્રીન હોટલમાંથી દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ડેલકરે આપઘાત પહેલા લખેલી ૧૫ પાનાની સુસાઈડ નોટ પણ સ્થળ પર થી મળી આવી હતી. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ મુંબઈના મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાંથી દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ડેલકરે આપઘાત પહેલા લખેલી ૧૫ પાનાની સુસાઈડ નોટ પણ સ્થળ પર થી મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં તેમના મોત માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ અને પ્રદેશના પ્રશાસક સુધીના નામ હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. રે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠક પરથી સતત ૭ ટર્મ સુધી સાંસદ તરીકે ચૂંટાયેલા મોહન ડેલ કર ના આઘાતજનક આપઘાત ને કારણે સમગ્ર પ્રદેશમાં લોકોમાં રોષ છે. આ કેન્ડલ માર્ચમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી કોંગ્રેસના પ્રદેશ અગ્રણી પ્રભુ ટોકિયા અને દમણના યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ સહિત પ્રદેશના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતા.