મોહન ભાગવતે અભિનેતા મિથુન ચક્રવર્તીની મુલાકાત લીધી
મુંબઇ: આરએસના પ્રમુખ મોહન ભાગવતે દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની મુલાકાત કરી હતી મંગળવારે સવારે મોહન ભાગવત મિથુન ચક્રવર્તીથી મળવા તેમના અહીંના નિવાસ પર પહોંચ્યા હતાં પંશ્ચિમ બંગાળમાં ચુંટણીની બરાબર પહેલા આ મુલાકાતથી અનેક રીતની ચર્ચાઓ ચાલી હતી એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ રાજયમાં એક ચુંટણી ચહેરાની શોધ કરી રહી છે જાે કે મિથુન ચક્રવર્તીએ આ અહેવાલોને ફગાવી દીધા છે.
મિથુન ચક્રવર્તીએ પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે મારો તેમની સાથે આધ્યાત્મિક જાેડાવ છે અમે પહેલા લખનૌમાં મળ્યા હતાં ત્યારે મેં તેમને મારા મુંબઇ ખાતેના ધરે આવવા માટે કહ્યું હતું આ બેઠકને લઇ કોઇ પણ રીતની અટકળો લગાવી શકાય તેમ નથી આમ પણ કંઇ પણ નથી
એ યાદ રહે કે ઓકટોબર ૨૦૧૯માં પણ મોહન ભાગવત અને મિથુન ચક્રવર્તી વચ્ચે મુલાકાત થઇ હતી આ મુલાકાત નાગપુર ખાતે સંધના કાર્યાલયમાં થઇ હતી મિથુને સંધના સંસ્થાપક ડો હેડગેવારની પ્રતિમાને ફુલ હાર ચઢાવ્યા હતાં મિથન ટીએમસીથી પશ્ચિમ બંગાળથી રાજયસભાના સાંસદ રહી ચુકયા છે તબીયત સારી ન રહેવાને કારણે સતત ગૃહમાં ગેર હાજર રહેવાને કારણે ૨૦૧૬માં તેમણે ખુદ જ રાજયસભામાંથી રાજીનામુ આપી દીધુ હતું.
થોડા સમય પહેલા મિથુન પોતાની એક વેબ સીરીજના શુટીંગ માટે મસુરીાં હતાં મસુરીમાં શુટીંગના સમયે તેમની તબીયત વધારે ખરાબ થઇ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતાં તાજેતરમાં તેમણે રામગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલ હિન્દી ફિલ્મ ૧૨ ઓ કલાકમાં ફલોરા સૈની માનવ કૌલ મકરંદ દેશપાંડે અને કૃષ્ણા ગૌતમની સાથે જાેવા મળ્યા હતાં ભવિષ્યમાં મિથુન વિવેક અગ્નિહોત્રીના લેખન અને નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં પલ્લવી જાેશી અનુપમ ખેર અને પુનીત ઇસ્સરની સાથે નજરે આવશે