મોહમ્મદ સિરાજે કુલદીપની ગર્દન પકડીને હચમચાવી દીધો
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં ટેસ્ટના ત્રીજા દિવસના સ્કોર કરતા એક વીડિયો વધારે ચર્ચામાં છે. આ વાયરલ વીડિયો છે. વીડિયો એવો છે કે પીચ પર ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ કરતા વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જાે રૂટનું સારું પરફોર્મન્સ અને હિમાલય જેવા સ્કોર આગળ ઝાંખા પડેલા ભારતીય બેટ્સમેન જ્યારે પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે કોઈએ વીડિયો રેકોર્ડ કરી લીધો.
જેમાં હાલનો હીરો મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ વચ્ચે જે થયું તે સૌને આશ્ચર્યમાં મુકે તેવું છે. વીડિયોમાં મોહમ્મદ સિરાજ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી રહેલા ખેલાડીઓનો ઉત્સાહ વધારતો દેખાય છે. એક ખેલાડી અંદર જાય છે અને સિરાજ તેમની પીઠ થપથપાવે છે.
ત્યારે કુલદીપ યાદવનો નંબર આવે છે અને તેને જાેઈને સિરાજ જાણે ગુસ્સામાં આવી જાય છે. વીડિયોમાં દેખાય છે કે સિરાજ કુલદીપને કોલરથી ગર્દન પકડી લે છે અને પોતાની નજીક ખેંચી લે છે. આ દરમિયાન સિરાજ કંઈક કહેતો હોય તેવું વીડિયોમાં દેખાય છે.
ઈંગ્લેન્ડે ૫૭૮ રનનો પીછો કરતી ભારતીય ટીમે ૬ વિકેટ ગુમાવીને ૨૫૭ રન બનાવ્યા છે. પોતાના દેશમાં ભારતીય ખેલાડીઓ સામે ફોલોઓનથી બચવાનો પડકાર છે. એવામાં વીડિયો નવો પડકાર ઉભો કરી રહ્યો છે. હવે ટીમ ઈન્ડિયાના ફેન્સ બીસીસઆઈ પાસે માંગ કરી રહ્યા છે કે આ વીડિયોની હકીકત જણાવીને તેને સાર્વજનિક કરવામાં આવે. વીડિયોમાં ટીમ ઈન્ડિયા વચ્ચે કોચ રવિ શાસ્ત્રી પણ દેખાય છે. પરંતુ તેમની આંખો સામે આ ઘટના નથી બનતી. તેઓ સીડીથી નીચે ઉતરી રહ્યા છે.
ટિ્વટર પંકજ યાદવ પૂછે છે, આ શું થઈ રહ્યું છે.. સિરાજે કુલદીપને શું કહ્યું.. જ્યારે મેહુલ કોઠારી લખે છે, બીસીસીઆઈએ ટ્વીટ કરીને જવાબ આપવો જાેઈએ. આખરે બન્ને વચ્ચે શું થયું. આ આશા કરું છું કે બધું સારું હોય. આ ઘટના પર બીસીસીઆઈએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.
આશા કરવામાં આવી રહી છે કે રમતના ચોથા દિવસે એટલે કે સોમવારે ટીમ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવે. મેચની કમેન્ટ્રીમાં પણ વીડિયોનો મુદ્દો ઉઠ્યો હતો, બની શકે છે કે પ્લેયર્સ સાથે આ મુદ્દે વાત કરવામાં આવી શકે. ટિ્વટર યુઝર ગુંદાનિયાએ પૂછ્યું છે કે સિરાજ અને કુલદીપ વચ્ચે જે થયું તે ફ્રેન્ડલી છે કે કંઈ બીજુએ જાણવું જરુરી છે.