Western Times News

Gujarati News

મોહળેલ ગામ નજીક શાકભાજીની આડમાં  દારૂની હેરાફેરી કરતી આઇશર ગાડીને ઝડપી પાડતી નડિયાદ ડીવીઝન સ્કોડ

જિલ્લા પોલીસ અધિક્ષક  ખેડા – નડિયાદ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શયાન  નડિયાદ  વિભાગ , નાઓના માર્ગદર્શન હેઠળ નડિયાદ – ડીવીઝનમાં મિલ્કત વિરૂધ્ધના ગુના અટકાવવા તેમજ દેશી – વિદેશી દારૂની બદી નેસ્તનાબુદ કરવા મળેલ સુચના અન્વયે તા .૦૭ / ૦૮ / ૨૦૨૦ ના રોજ નડીયાદ ડીવીઝન રીડર પો.સ.ઇ. ડી.કે.કટારા તથા સ્કોડના એ એસ.આઇ. રમણભાઇ , રાજેન્દ્રકુમાર , રાજુભાઇ , વિકાસભાઇ ના પોલીસ માણસો ચકલાસી પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન અ.હેડ.કો. રાજેન્દ્રકુમાર  નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે , એક આઇશર ટેમ્પો જેનો રજી.નં. જી.જે .૨૦ ટી પ૩૪૧ નો છે જે મહોળેલ ગામ નજીક બળીયાદેવ મંદિર પાસે શકમંદ હાલતમાં તથા જેમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે .

તેવી હકીકત આધારે પંચો સાથે સ્થળ ઉપર જઈ તપાસ કરતા બાતમીવાળી આઇશર ટ્રક તથા તેનો ચાલક મળી આવૈલ અને તેનું નામઠામ પુછતા પોતાનું નામ શ્રવણ માંગુસિંહ ચૌહાણ રહે . ગામ કોઠડા , કસ્બા / સીટી કુકસી , તા . કૂકસી , જીલ્લા ધાર પોસ્ટ નિસરપુર મધ્યપ્રદેશનો હોવાનું જણાવેલ . જે આઇશરમાં તપાસ કરતા શાકભાજીના ઓથા નીચે ગેરકાયદેસર તથા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલો નંગ -૯૧૨ તથા રોયલ બાર હીંસ્કીની ૧૮૦ મી.લી.ની બોટલો નંગ ૧ ૧૫૨ મળી કુલ્લે ૨૦૬૪ પ્લાસ્ટીકની બોટલો જેની કુલ્લે કિ.રૂ. ૫,૭૧,૨૦૦ / – નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ . જેથી આઇશરની કિ.રૂ. ૩,૦૦,૦૦૦ / – તથા આરોપીની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ -૧ કિ.રૂ. પ૦૦ / – ગણી કુલ્લે કિ.રૂ. ૮,૭૧,૭૦૦ / નો પ્રોહી મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ચકલાસી પો.સ્ટે . ગુન્હો રજી . કરાવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આગળની વધુ તપાસ  ડી.કે.કટારા રીડર પો.સ.ઈ. , નડિયાદ વિભાગ , નડિયાદ નાઓ ચલાવી રહેલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.