મોહસિને “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ને અલવિદા કહેતા ફેન્સ નારાજ
મુંબઈ, વર્ષ ૨૦૦૯માં લોન્ચ થયેલી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ બહોળો દર્શક વર્ગ ઉભો કરી લીધો છે. શોની શરૂઆતથી અત્યારસુધીમાં ઘણા ટિ્વસ્ટ અને ટર્ન્સ જાેવા મળ્યા છે. આટલું જ નહીં “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં આટલા વર્ષોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા, જેમા અક્ષરાનું પાત્ર ભજવનારી હિના ખાન અને નૈતિકનું પાત્ર ભજવનારા કરણ મહેરાનો પણ સમાવેશ થાય છે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હિના ખાનના પાત્ર અક્ષરાનું મોત દેખાડ્યા બાદ કહાણી કાર્તિક અને નાયરા પર ફોકસ થઈ રહી છે. જેમાં કાર્તિકનું પાત્ર મોહસિન ખાન ભજવી રહ્યો છે. તો નાયરાના પાત્રનું મોત દેખાડાયા બાદ શિવાંગી જાેશીની સિરત તરીકે એન્ટ્રી થઈ છે. મોહસિન ખાન અને શિવાંગી જાેશીની જાેડી દર્શકોને ખૂબ ગમી રહી છે. આ વચ્ચે એક્ટરે શો છોડવાનો ર્નિણય લીધો છે.
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ‘મોહસિને હવે આગળ વધવાનું મન બનાવી લીધું છે. શોમાં હવે જનરેશન લીપ આવવાનો છે અને તે મોટી ઉંમરના વ્યક્તિનો રોલ નથી કરવા માગતો. માટે જ તેણે ટૂંકો બ્રેક લેવાનું નક્કી કર્યું છે. હવે મોહસીન ટીવી ઉપરાંત અન્ય માધ્યમો જેવા કે ઓટીટી અને ફિલ્મોમાં પણ નસીબ અજમાવા માગે છે. મોહસિન ખાનના શો છોડવાના ર્નિણયથી તેના તેમજ શોના ફેન્સ તે હદે નારાજ થયા છે કે, ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને શિવાંગી જાેશીને પણ શો છોડવા માટે કહી રહ્યા છે.
ટીમ કાઈરા નામના એક ટિ્વટર હેન્ડલે લખ્યું છે ‘અમને નથી ખબર કે, ત્યારે અમે તમને ફરીથી સાથે કામ કરતા જાેઈ શકીશું પરંતુ ભારે હૃદય સાથે વિનંતી કરી રહ્યા છીએ કે સાથે શો છોડજાે. અમારા પર વિશ્વાસ કરો, આ અમારા માટે પણ સરળ નહીં હોય’. શિવાંગી જાેશી અને મોહસિન ખાનના અન્ય ફેન પેજે લખ્યું છે ‘શિવાંગી અને મોહસિનને સાથે જાેયા વગર મારા દિવસની કલ્પના કરી શકું તેમ નથી.SSS