મોહિત ક્વોરેન્ટાઈનમાં રહેવા દરમિયાન પત્નીને મિસ કરી
મુંબઈ: લોકડાઉન કી લવ સ્ટોરી એક્ટર મોહિત મલિક હાલ ક્વોરન્ટિનમાં છે અને પત્ની અદિતિને મિસ કરી રહ્યો છે. મોહિતે ઈન્સ્ટાગ્રામ પર અદિતિ સાથેની એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં તે તેને કિસ કરતો જાેવા મળી રહ્યો છે. મોહિત પત્નીના હગને કેટલું મિસ કરી રહ્યો છે દર્શાવતા તેણે લખ્યું છે કે, ‘તમે જે કરવા માગો છો, તે કરવા માટે તમારી જાતને ચિત્રિત કરવું પડશે. હું આને ચિત્રિત કરું છું
આદુ. એક્ટર હાલ ક્વોરન્ટિનમાં છે. થોડા દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ૧૫મી જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી આ અંગેની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘આપણે ગમે એટલો પ્રયાસ કરીએ અને જરૂરી પગલા લઈએ, પરંતુ ક્યારેક-ક્યારેક અજાણતામાં થનારી પરિસ્થિતિ માટે હંમેશા એક શક્યતા હોય છે. ગઈકાલે, મને તાવ આવ્યો અને મેં કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. જે પોઝિટિવ આવ્યો છે.
સદ્દભાગ્યે અદિતિ સુરક્ષિત છે. વધુમાં તેણે લખ્યું હતું કે, અમે બંને આઈસોલેશનમાં છીએ અને મેં પોતાને ક્વોરન્ટિન કર્યો છે. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તેમને હું વધારે સાવચેતી રાખવાની અને કોઈ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની અપીલ કરું છું. પ્રાર્થના કરીએ અને આશા રાખીએ કે, આપણે આ સ્થિતિમાંથી જલ્દી બહાર આવીએ. માત્ર અમે જ નહીં પરંતુ જેઓ પણ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે તમામ ફરીથી સુરક્ષિત વાતાવરણમાં જીવવાનું શરુ કરે તેવી આશા.
મોહિત અને અદિતિ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને પરિવારમાં નવા સભ્યનું આગમન કરવા માટે ઘણા ઉત્સાહિત છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મોહિતે કહ્યું હતું કે, ‘અદિતિના પ્રેગ્નેન્સીના પાંચ મહિના પૂરા થઈ ગયા છે. અને અમારા બાળકે કિક મારવાનું શરુ કરી દીધું છે. મને હંમેશાથી દીકરી જાેઈએ છે. મારું મારી ભત્રીજીઓ સાથેનું કનેક્શન પણ અદ્દભુત છે. આ જ કારણથી હું ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં મારી ઓન-સ્ક્રીન દીકરીઓ સાથે સારી રીતે કનેક્ટ કરી શકતો હતો.