Western Times News

Gujarati News

મૌની રોય ઠંડીમાં મોનોકિની પહેરીને સ્વિમિંગ પુલમાં ઊતરી

મુંબઇ, ટીવી-ફિલ્મોની પોપ્યુલર એક્ટ્રેસ મૌની રોય પતિ સૂરજ નામ્બિયાર સાથે કાશ્મીરમાં હનીમૂન માણી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મૌની ફેન્સ અને ફોલોઅર્સ પોતાની કાશ્મીર ટ્રીપની ઝલક પણ તસવીરો દ્વારા બતાવી રહી છે. બરફમાં મસ્તી કરતી અને બરફ વર્ષાનો આનંદ લેતી તસવીરો બાદ મૌનીએ એવા ફોટોઝ શેર કર્યા છે જે ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યા છે.

મૌનીએ બ્લેક રંગની મોનોકિનીમાં તસવીરો શેર કરી છે. મૌની રોય કાશ્મીરની કડકડતી ઠંડીમાં મોનોકિની પહેરીને સ્વિમિંગ પુલમાં ઊતરી છે. બેકગ્રાઉન્ડમાં બરફાચ્છાદિત વૃક્ષો અને જ્યાં નજર પહોંચે ત્યાં સુધી બરફની ચાદર છવાયેલી જાેઈ શકાય છે.

તસવીરોમાં જાેઈ શકાય છે કે મૌની રોય એક મોટા સ્વિમિંગ પુલ પાસે ઊભી છે. સ્વિમિંગ પુલમાં તરતી વખતે લોકો કાશ્મીરના સુંદર નજારાને માણી શકે તે હેતુસર કાચની દિવાલો બનાવાઈ છે. કાચની દિવાલોની પેલે પાર બરફની સફેદ ચાદર દેખાઈ રહી છે.

વૃક્ષો પર પણ બરફ છવાયેલો જાેઈ શકાય છે. બહાર હાડ થીજવતી ઠંડી છે ત્યારે મૌનીએ પોતાની આ તસવીરોથી ટેમ્પરેચર વધાર્યું છે. ફોટોઝ શેર કરતાં મૌનીએ ગીતના શબ્દો બેબી ઈટ્‌સ કોલ્ડ આઉટસાઈડ લખ્યા છે. બ્લેક રંગની મોનોકિનીમાં મૌનીનો બોલ્ડ અવતાર જાેવા મળી રહ્યો છે ત્યારે તે નવોઢા હોવાની ચાડી તેના હાથમાં રહેલી બંગડીઓ આપે છે. બંગાળી નવવધૂઓ હાથમાં શાખા પોલા (એક પ્રકારની બંગડી) પહેરે છે જે મૌનીએ પણ પહેરેલી દેખાઈ છે.

આ ફોટોઝ શેર કરતાં મૌનીએ લખ્યું, જાે ચુંબનો બરફના બનેલા હોત તો હું તારા પર બરફવર્ષા કરત. મૌનીની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. મૌનીની ફ્રેન્ડ આશ્કા ગોરડિયાએ પણ ફાયર ઈમોજી દ્વારા કોમેન્ટ કરી છે. આ સિવાય પણ મૌનીએ કેટલીક તસવીરો અગાઉ શેર કરી હતી.

જેમાં તે એક થીજી ગયેલા વોટરફોલની આગળ ઊભી રહીને પોઝ આપી રહી છે. મૌનીએ ઠંડીથી બચવા જાડું ફર જેકેટ, બ્રાઉન પેન્ટ અને વ્હાઈટ ટી-શર્ટ પહેર્યા છે. જ્યારે ગળામાં સ્કાર્ફ વીંટાળ્યો છે.

જણાવી દઈએ કે, મૌની રોય અને સૂરજ નામ્બિયારે ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ લગ્ન કર્યા હતા. કપલના લગ્ન ગોવામાં બંગાળી અને મલયાલી રિવાજાે પ્રમાણે થયા હતા. મૌની અને સૂરજના લગ્નમાં તેમના પરિવારજનો અને મનોરંજન જગતના અંગત મિત્રો સામેલ થયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.