મૌની રોય ફિલ્મને લઇ ખુબ ઉત્સુક બની છે
મુંબઇ, પ્રથમ ફિલ્મ ગોલ્ડને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ મૌની રોયની બોલબાલા સતત વધી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. તે હવે મેઇડ ઇન ચાઇનામાં કામ કરી રહી છે. તેની આ ફિલ્મ સાહોના કારણે રોકી દેવામાં આવી છે. પહેલા આ ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. જા કે હવે આ ફિલ્મની રજૂઆત રોકી દેવામાં આવી છે. નવી તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.અક્ષય કુમાર પોતે પણ તેની એક્ટિંગ કુશળતાથી ભારે પ્રભાવિત રહ્યો છે. તે કહી ચુક્યો છે કે મૌની બોલિવુડમાં અનેક ફિલ્મોમાં ટુંકાં સમયમાં જ કામ કરી લશે. નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય બોલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે. તેની પાસે હવે મોટી મોટી ફિલ્મો આવી રહી છે. તેની કિસ્મત હાલમાં લોકપ્રિયતાની ચરમસીમા પર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મૌની રોય હવે મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવની સાથે નજરે પડનાર છે.
આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. મૌની નિર્દેશક દિનેશ વિજનની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનામાં મુખ્ય રોલ કરી રહી છે. ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે રહેનાર છે. આ એક કોમેડી ફિલ્મ રહેશે. જેમાં રાજકુમાર રાવ એક ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા અદા કરનાર છે. જે પોતાના બિઝનેસને શરૂ કરવા માટે ચીન જાય છે. ત્યારબાદ તેની સાથે અનેક ફની ઘટના બનતી રહે છે. મૌની રોય ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે છે.
પરંતુ તેની ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે બાબત હજુ સુધી જાણી શકાઇ નથી. મૌની રોય તરફથી હજુ સુધી ફિલ્મને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મૌની રોય મુળભુતરીતે મોટા પરદા પર ફિલ્મ રણ અને તુમ બિન-૨ના ગીતમાં ખાસ રીતે નજરે પડી ચુકી છે. મૌની રોય ગોલ્ડ બાદ બ્રહ્યા† નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જેમાં અમિતાબ બચ્ચન, રણબીર કપુર અને આલિયા ભટ્ટ કામ કરી રહી છે.બ્રહ્યા† ફિલ્મમાં તે આલિયા ભટ્ટ અને રણબીર કપુરની સાથે નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આશરે દસ વર્ષ પહેલા એકતા કપુરની સિરિયલ ક્યુ કિ સાંસ ભૂ કભી બહુ થી મારફતે મૌની રોયે એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ક્યારેય પાછળ પડી નથી. મૌની કેટલીક ટીવિ સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં કસૌટી, દેવો કા દેવ મહાદેવ, અને નાગિનનો સમાવેશ થાય છે. મૌની હાલમાં બેંકોકમાં આઇફા એવોર્ડ કાર્યક્રમમાં પણ પરફોર્મ કરીને તમામને રોમાંચિત કરી ચુકી છે. મૌનીએ આઇફા એવોર્ડ કાર્યક્રમમાં તારીફા અને ટ્રિપ્પી ટ્રિપ્પી સહિત અનેક ગીતો પર જારદાર પરફોર્મ કરીને તમામને ચોંકાવી ચુકી છે. મૌની રોયના ચાહકોની પણ સંખ્યા હવે સતત વધી રહી છે. અક્ષય કુમાર સાથે કામ કરીને તે હાલમાં ભારે ખુશ છે. મૌનીના ચાહકો સતત વધી રહ્યા છે.