મૌની-સૂરજે લગ્ન બાદ પહેલો વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કર્યો
મુંબઈ, એક્ટ્રેસ મૌની રોય હાલ પતિ સૂરજ નામ્બિયાર સાથે જીવનના નવા પ્રકરણનો ભરપૂર આનંદ લઈ રહી છે. જાન્યુઆરી મહિનામાં ગોવામાં સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરનારી મૌની રોય એકબીજા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે.
આજે (સોમવાર) દુનિયાભરમાં પ્રેમના દિવસની ઉજવણી થઈ રહી છે અને મૌની તેમજ તેના પતિ માટે પણ લગ્ન બાદનો આ પહેલો વેલેન્ટાઈન્સ ડે હોવાથી ખૂબ જ ખાસ છે. બંનેએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોમેન્ટિક અને હોટ તસવીરો શેર કરી છે.
સૂરજ નામ્બિયારે મૌની રોય સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી પહેલી તસવીરમાં તે પતિનો સાથ માણતી જાેવા મળી રહી છે, ત્યારબાદની બે તસવીરોમાં બંને સ્વિમિંગ પૂલમાં ચિલ કરી રહ્યા છે, એક તસવીરમાં સૂરજ મૌનીના ગાલ પર કિસ કરી રહ્યો છે, જ્યારે છેલ્લી તસવીર તેમના માલદીવ્સ વેકેશનની છે. આ સાથે તેણે લખ્યું છે શું તું મારી વેલેન્ટાઈન બનીશ. આ અતિશયોક્તિવાળો સવાલ હતો.
તારી પાસે કોઈ ચોઈસ નથી. આપણે પરિણીત છીએ. આઈ લવ યુ. મૌની રોયે કોમેન્ટ કરતા લખ્યું છે આઈ લવ યુ, બીજી કોમેન્ટમાં લખ્યું છે ફાઈન. મૌની રોયે પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં તેણે બ્લેક બિકીની ટોપ અને બોટમ પહેર્યું છે, જેમાં તે પતિ સાથે પોઝ આપી રહી છે.
એક તસવીરમાં સૂરજ મૌનીને કિસ કરી રહ્યો છે, આ પોસ્ટમાં છેલ્લી તસવીર બંનેના દક્ષિણ ભારતીય વિધિથી લગ્ન થયા તે વખતની છે. તેણે લખ્યું છે ‘તારી સાથેનો દરેક દિવસ મજાનો છે. પ્રેમનો દિવસ મુબારક બેબી. મૌની રોય અને સૂરજ નામ્બિયારની પહેલી મુલાકાત દુબઈમાં ૨૦૧૯માં ન્યૂ યરની પૂર્વ સંધ્યાએ થઈ હતી. તેઓ ઘણીવાર મિત્રો સાથે પાર્ટી કરતા પણ જાેવા મળ્યા હતા.
જાે કે, તેમણે ક્યારેય પણ તેમના સંબંધોને જાહેર કર્યા નહોતા. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૨માં ગોવામાં મૌની રોય અને સૂરજ નામ્બિયારના ધામધૂમથી લગ્ન થયા હતા. જેમાં પરિવારજનો અને ખાસ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.SSS