મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, ધર્માતરણ માટે હવાલા ફંડિગનો આરોપ
લખનૌ, ઉત્તરપ્રદેશમાં એટીએસ દ્વારા દેશનું સૌથી મોટી ધર્માંતરણ કૌભાંડ પકડાયું હતું. જે અંતર્ગત મુઝફ્ફરનગરના રહેવાસી અને કહેવાતા ઈસ્લામિક વિદ્વાન મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી છે.મૌલાના પર આરોપ છે કે તેઓ લાલચ આપીને લોકોનું ધર્માંતરણ કરાવતા હતા. તેઓને વિદેશથી ફંડિંગ મળતું હોવાના પણ આરોપ છે તેમના ખાતામાં ૩ કરોડ જેટલી માતબર રકમ મળી આવી હતી.
મૌલાના પાસે બહેરીનથી આવેલા દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ હતી જે તેઓ તેમની સંસ્થા અને મદ્રેસાઓને ફંડ કરવા માટે ઉપયોગમાં લેતા હોય તેવી સંભાવના છે.
વિદેશથી આવતી કરોડોની રકમ ગેરકાયદેસર આવી હોવાની માહિતી એટીએસ દ્વારા આપવામાં આવી હતી. મૌલાનાની લીનક્સ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી સાથે જાેડાયેલી હોવાની માહિતી તેઓએ આપી હતી. આ ઉપરાંત મૌલાના યુટ્યુબના માધ્યમથી લોકોને ભડકાવવાનું કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું.
મૌલાના કલીમ સિદ્દીકીની ઉમર ૬૪ વર્ષ છે અને મંગળવારે સાંજે ૭ વાગ્યે, મેરઠના લિસાડીગેટ સ્થિત હુમાયુનગર મસ્જિદ મશાલ્લાહના ઇમામ શારિકના નિવાસ સ્થાને તે એક કાર્યક્રમમાં આવ્યા હતા. રાત્રે નવ વાગ્યે ઈશા ની પ્રાર્થના બાદ, તે તેના સાથીઓ સાથે કાર દ્વારા પાછા ફર્યા.
આ દરમિયાન પરિવારે તેને ફોન કર્યો હતો, પરંતુ મોબાઈલ બંધ જાેવા મળ્યો હતો. પરિવારે મેરઠમાં ઈમામ શારીકને માહિતી આપી. પરિવાર અને મિત્રોએ શોધવાનું શરૂ કર્યું, પરંતુ માહિતી મળી શકી નહીં. આ પછી, લિસાડીગેટ પોલીસ સ્ટેશન પર લોકોના ટોળા એકઠા થયા. મોડી રાત સુધી હંગામો ચાલુ રહ્યો હતો. થોડા સમય પછી માહિતી મળી કે મૌલાનાને એટીએસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
મૌલાના ક્લીમ સિદ્દિકી અને ત્રણ મૌલાના સહિત ડ્રાઇવરને પણ મંગળવારે રાત્રે એટીએસ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાતભર પૂછપરછ ચાલી હતી. અને હવે તેમાં નવા ખુલાસાઓ થાય તેવી સંભાવના છે. તે જામિયા ઈમામ વલીઉલ્લા ટ્રસ્ટ ચલાવે છે જે અનેક મદરેસાઓને ફંડ આપે છે અને આ માટે તેમને જંગી વિદેશી ભંડોળ મળ્યું હતું.HS