મ્યાંમારના ૩૮૩થી વધુ નાગરિકો મિઝોરમ પહોંચ્યા
આઇઝોલ: મ્યાંમારમાં લોકતંત્ર સમર્થક આંદોલનની વિરૂધ્ધ કાર્યવાહી બાદ ફેબ્રુઆરીના અંતથી અત્યાર સુધી ૩૮૩ નાગરિક શરણ લેવાના હેતુથી મિઝોરમ પહોંચ્યા છે. આ માહિતી આરોગ્ય વિભાગના એક અધિકારીએ આપી છે. અધિકારીએ કહ્યું કે મિઝોરમ આવનારા મ્યાંમારના ૯૮ ટકા નાગરિકોનો દાવો છે કે તે પોલીસ દળ અને ફાયર સેવાથી જાેડાયેલા છે. તેમણે કહ્યું કે તેમની પાસે પોતાના દાવાના સમર્થનમાં કોઇ દસ્તાવેજ નથી અધિકારીએ કહ્યું કે ૩૮૩ વિદેશી નાગરિકોાંથી ૨૯૭ના સત્યાપન કરવામાં આવ્યા છે જયારે ૮૬ના સત્યાપન કરવાન છે.એક અધિકારીએ કહ્યું કે રાજયના ગૃહ વિભાગના રેકોર્ડ અનુસાર મ્યાંમારથી ૩૮૩ લોકો મિઝોરમની પાંચ જીલ્લામાં આવી ચુકયા છે અને તેમાંથી ૮૬ના સત્યપાન કરવાના છે.
મિઝોરમના પાંચ જીલ્લાની મ્યાંમારથી ૫૧૦ કિલોમીટર લાંબી સીમા મળે છે.મ્યાંમારમાં એક ફેબ્રુઆરીએ ત્યાંની સેનાએ લોકતાંત્રિક રીતે ચુંટાયેલી સરકારનો તખ્તો પલટી દીધો હતો અને સત્તાનું સુકાન પોતાના હાથમાં લઇ લીધું હતું. સૈન્ય તખ્તાપલટ બાદથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલ ઓછામાં ઓછા ૧૩૮ લોકો માર્યા ગયા છે. સંયુકત રાષ્ટ્રે કહ્યું કે તેમાંથી ૩૮ લોકો રવિવારે માર્યા ગયા હતાં નાગરિકો સેનાની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે