મ્યાંમારમાં સેના દ્વારા થયેલા સત્તાપલટાનો ડોક્ટરોએ વિરોધ કર્યો, દેશની 70 મોટી હોસ્પિટલોમાં કામ બંધ કરાયું
નેપિતા, મ્યાંમારમાં સેના દ્વારા લશ્કરી બળવો કરવામાં આવ્યો છે. સેનાએ દેશના શાસક અને રાષ્ટ્રપતિની ધરપકડ કરીને સત્તાપલટો કર્યો છે. સેનાએ કરેલા આ સત્તાપલટાની આખા વિશ્વમાં ટીકા થઇ રહી છે. તો મંયાંમારની જનતા પણ આ સત્તાપલટાના વિરોધમાં રસ્તા પર ઉતરી છે. દરેક જગ્યા પર ભારે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ત્યારે હવે જનતાની સાથે મ્યાંમારના ડોક્ટરો પમ આ પ્રદર્શનમાં જોડાયા છે. સત્તાપલટના વિરોધમાં મ્યાંમારના 30 શહેરોની 70 હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા સત્તાપલટાના વિરોધમાં કામ બંધ કરી દેવામાં આવ્યું છે.
આ સત્તાપલટનો વિરોધ કરી રહેલા એક સમુહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સેનાએ કોરોના વાયરસ મહામારી દરમિયાન પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો ઉપર પોતાના હિતોને થોપ્યા છે. મ્યાંમારની અંદર અત્યાર સુધીમાં કોરોના વારયરસના કારણે 3100 કરતા પણ વધારે લોકોના મોત થયા છે. પ્રદર્શન કરી રહેલા લોકે કહ્યું કે અમે આવા સૈન્ય શાસનના કોઇ પણ આદેશને માનીશું નહીં. આ ઘટનાથી ખબર પડે છે કે દેશના ગરીબો અને દર્દીઓ પ્રત્યે સેનાને કોઇ સન્માન નથી.
ડોક્ટરોએ જણાવ્યું કે જ્યારે સૈનિકો પોતાના સ્થાન ઉપર પરત જશે ત્યારે જ ડોક્ટરો પોતાના સ્થાને જશે. ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાં સેનાએ સોમવારે સત્તા પર કબ્જો મેળવ્યો છે. દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કી અને રાષ્ટ્રપતિની ધરપકડ કરી છે. આ સિવાય અન્ય નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે. સાથે જ આખા દેશમાં એક વર્ષ સુધી ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે.