મ્યાનમારમાં ભારે વરસાદને કારણે ભેખડો ઘસી પડતાં ૧૧૩ મજૂરોનાં મોત: ૨૦૦થી વધારે દટાયા
નવી દિલ્હી, મ્યાંમારનાં કચિન પ્રાંતમાં ભારે વરસાદનાં કારણે ગુરૂવાર સવારે ભેખડ ઢસી પડી. આ ઘટનામાં ૧૧૩ મજૂરોનાં મોત થયા છે, જ્યારે અનેક મજૂરો હજુ જમીનમાં દટાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મ્યાંમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે અત્યારે ૧૧૩ મૃતદેહોને બહાર નીકળવામાં આવ્યા છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે. સૂચનાં મંત્રાલયનાં એક સ્થાનિક અધિકારી ટાર લિંગ માઉંગે કહ્યું કે, અત્યારે અમે ૧૦૦થી વધારે મૃતદેહો શોધ્યા છે. હજુ ઘણા મૃતદેહો કીચડમાં ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધવાની છે. આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેનાથી રાહતકાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ખાણોમાં પહેલા પણ ભૂસ્ખલનથી અનેક લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ ઘટનાનાં પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેમણે મજૂરોને એક ટેકરા પર જોયા જે પડવાની તૈયારીમાં હતો. થોડીકવારમાં જ પહાડીથી એ ભેખડ પડી જેની ઝપટમાં આવવાથી અનેક લોકો માર્યા ગયા. મ્યાંમારમાં એક વર્ષ પહેલા પણ આવો અકસ્માત થઈ ચુક્યો છે, જેમાં ૫૯ લોકોનો જીવ ગયો હતો, જ્યારે આવી જ રીતે ભેખડ ઢસવાથી સૈંકડો લોકોનાં મોત થયા છે.