મ્યાનમારમાં સૈન્ય સત્તાપલટા પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી
વોશિંગ્ટન, મ્યાનમારમાં સૈન્ય સત્તાપલટ અને નોબેલ પુરસ્કાર વિજેતા આંગ સાંગ સૂ કીને અરેસ્ટ કરવા પર અમેરિકાની સેનાએ ધમકી આપી છે. મ્યાનમારની સેનાને ચેતવણી આપતા અમેરિકાને કહ્યું છે કે જાે આજે તેમને પોતાના પગલા પાછા નથી લીધા તો રાષ્ટ્રપતિ જાે બાયડન પ્રશાસન તેમના પર કડક કાર્યવાહી કરશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિને પણ સંપૂર્ણ ઘટનાથી અવગત કરાવ્યા છે. સમગ્ર ઘટનાક્રમ પર અમેરિકાએ નજર બનાવી રાખી છે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન પાસ્કીએ કહ્યું કે અમેરિકા એ રિપોર્ટોથી ચિંતિત છે કે મ્યાનમારની સેનાએ દેશના લોકતાત્રિક પરિવર્તનને પોલુ કરી નાંખ્યું છે અને બર્માની સેનાએ સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારીઓની ધરપકડ કરી છે.
પાસ્કીએ કહ્યુ કે અમેરિકાએ સ્થિતિ પર નજર બનાવી રાખી છે અને મ્યાનમારના લોકોની સાથે છે. તેમણે કહ્યું કે અમે મ્યાનમારની લોકતાંત્રિક સંસ્થાન અને સરકારને પોતાનું સમર્થન અને સહયોગ આપી રહ્યા છીએ. ત્યાની સેનાને આગ્રહ છે કે તે લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન કરે અને કાયદાકીય રાજ ચાલવા દે અને ધરપકડ કરાયેલા નેતાઓને આઝાદ કરે.
ઉલ્લેખનીય છે કે સેનાએ મ્યાનમારમાં સૈન્ય સત્તાપલટાની જાહેરાત કરી છે. આંગ સાન સૂ કી ને ઘરમાં નજરકે દ કરી લીધા છે. મ્યાનમારમાં સેનાએ ટીવી ચેનલને જણાવ્યું કે સેનાએ એક વર્ષ માટે દેશનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું છે.મ્યાનમાર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં છેતરપિંડીના જવાબમાં સત્તાપલટની કાર્યવાહી કરવામાં આવી છે. મ્યાનમારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલની બહાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી કોઈ સત્તાપલટનો વિરોધ ન કરી શકે.
નોંધનીય છે કે મ્યાનમારમાં એક સમય સુધી આર્મીનું શાસન રહ્યું છે. વર્ષ ૧૯૬૨તી લઈને વર્ષ ૨૦૧૧ સુધી દેશમાં ‘મિલિટ્રી જનતા’ની તાનાહી રહી હતી. વર્ષ ૨૦૧૦માં મ્યાનમારમા સામાન્ય ચૂંટણી થઈ અને ૨૦૧૧માં મ્યાનમારમા ‘નાગરિક સરકાર’ બની. જેમાં જનતા દ્વારા ચૂંટાયલા પ્રતિનિધિઓને રાજ કરવાની તક મળી. નાગરિક સરકાર બન્યા બાદ મૂળ તાકાત આર્મીની પાસે જ રહી.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ સત્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી છે અને મ્યાનમારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મરિજ પાયને સૂ કી કીની મુક્તિની માંગ કરી છે.HS