મ્યાન્મારમાં તખ્તાપલટ : આંગ સાન સૂ કીની અટકાયત કરાઈ
નવી દિલ્હી: મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી અને રાષ્ટ્રપતિ યુ વિન મ્યિન્ટને અટકાયતમાં લીધા છે. સત્તાધારી પાર્ટી દ્ગન્ડ્ઢ ના પ્રવક્તાએ આ જાણકારી આપી. દ્ગન્ડ્ઢ ના પ્રવક્તા મયો ન્યૂન્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ આંગ સાંગ સૂ કી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને સેનાએ સોમવારે દરોડાની કાર્યવાહી બાદ અટકાયતમાં લીધા છે.
તેમણે કહ્યું કે સવાર સવારમાં આંગ સાંગ સૂ કી અને અન્ય નેતાઓને લઈ જવાયા. મયોએ આશંકા વ્યક્ત કરી છે કે તેમની પણ જલદી અટકાયત થઈ શકે છે. આ ઉપરાંત સેનાએ એક વર્ષ માટે કટોકટી પણ લાગુ કરી છે.
મ્યાન્મારની સેનાએ એક વર્ષ માટે કટોકટી લાગુ કરી દીધી છે. મ્યાન્માર સૈન્ય ટેલિવિઝનનું કહેવું છે કે સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કર્યું છે અને સેનાના કમાન્ડર ઈન ચીફ મિન આંગ હ્રાઈંગ પાસે સત્તા જાય છે. મ્યાન્માર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં ફ્રોડના જવાબમાં તખ્તાપલટની કાર્યવાહી કરાઈ છે.
આ તખ્તાપલટ સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં સેનાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. મ્યાન્મારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલ બહાર સૈનિકોની તૈનાતી કરાઈ છે. જેથી કરીને તખ્તાપલટનો કોઈ વિરોધ ન કરી શકે. અત્રે જણાવવાનું કે મ્યાન્મારમાં એક લાંબા સમય સુધી આર્મીનું રાજ રહ્યું છે. વર્ષ ૧૯૬૨થી લઈને વર્ષ ૨૦૧૧ સુધી દેશમાં સૈન્ય શાસન રહ્યું છે.
વર્ષ ૨૦૧૦માં મ્યાન્મારમાં સામાન્ય ચૂંટણી યોજાઈ અને ૨૦૧૧માં મ્યાન્મારમાં નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર બની. જેમાં જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓને રાજ કરવાની તક મળી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ તખ્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી છે અને મ્યાન્મારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે બર્માની સેનાએ સ્ટેટ કાઉન્સિલ આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારોની ધરપકડ સહિત દેશના લોકતાંત્રિક સંક્રમણને ઓછું કરવા માટે પગલાં લીધા છે.
સેનાને ચેતવણી આપતા અમેરિકાએ કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ હાલમાં ચૂંટણી પરિણામો બદલાવવા કે મ્યાન્મારના લોકતાંત્રિક વ્યવસ્થાને બાધિત કરવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નનો વિરોધ કર્યો છે અને જાે આ તખ્તાપલટ ખતમ ન થયું તો જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે.