મ્યુકોરમાઈકોસિસને કારણે પતિનો ચહેરો બદલાઈ ગયો
અમદાવાદ: ૨૮ વર્ષીય નવવધૂના કોરોના મહામારીના સમયમાં લગ્ન થયા પરંતુ લગ્નના ગણતરીના મહિનાઓમાં જ તેના જીવનમાં આટલી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો. લગ્નના થોડા જ દિવસો પછી તેના પતિને કોરોના થઈ ગયો. અને કોરોના થયા પછી તેણે મ્યુકોરમાઈકોસિસનો પણ સામનો કરવો પડ્યો. જીવન બચાવવા માટે તેના પતિની આંખો અને જડબાને નીકાળવા પડ્યા.
મહિલા માટે હવે આ દુવિધાની સ્થિતિ છે. જીવન આસ્થા હેલ્પલાઈનને ફોન કરીને મહિલાએ પોતાની આપવીતી જણાવી અને કહ્યું કે, હું તેના ચહેરાને જાેઈ નથી શકતી અન પ્રેમ નથી કરી શકતી. મને તેના અને તેના પરિવાર પ્રત્યે પૂરી સહાનુભુતિ છે પરંતુ મેં તેમની સાથે ઘણો ઓછો પસાર કર્યો છે અને આ મેડિકલ ક્રાઈસીસમાં સાથ આપવો મારા માટે મુશ્કેલ બની રહ્યો છે. મારી પાસે બે જ વિકલ્પો છે- મારા જીવનનો અંત લાવુ અથવા લગ્નનો અંત લાવુ.
લગભગ દોઢ કલાક ચાલેલા આ ફોન કૉલમાં મહિલાએ સ્વીકાર્યું કે, તે એવા વ્યક્તિ સાથે નથી રહી શકતી જેનો ચહેરો કાળી ફંગસને કારણે સંપૂર્ણ બદલાઈ ગયો હોય. જીવન આસ્થા ગ્રુપના સીનિયર કાઉન્સિલર પ્રિયંકા અડાલજા જણાવે છે કે, યુવતીએ મને જણાવ્યું કે આંખ અને જડબું કાઢી નાખવાને કારણે તેનો સંપૂર્ણ ચહેરો બદલાઈ ગયો છે.
હું તેને પ્રેમ કરવા માંગુ છુ પરંતુ નથી કરી શકતી. લગ્નના આટલા ઓછા સમયમાં આટલું મોટું બદિલાન મારાથી આપી શકાશે કે નહીં તે એક પ્રશ્ન છે. અમે તેને સમજાવી કે જીવનનો અંત લાવવો એ કોઈ વિકલ્પ નથી. કોઈ પણ ર્નિણયના તમામ પાસાનો વિચાર કર અને પછી ર્નિણય લો. અમે તેને આ બાબતે પોતાના માતા-પિતા સાથે વાત કરવાની સલાહ આપી અને પછી આગળના સેશન માટે ફોન કરવાનું કહેવામાં આવ્યું.