મ્યુકોર માઇકોસિસના કેસ ચોમાસામાં વધે તેવી વકી
અમદાવાદ, મ્યુકોરમાઇકોસીસ મામલે જીટીયુના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસીસના કેસ ચોમાસાની સિઝનમાં વધે તેવી પુરેપુરી શક્યતા છે. જીટીયુના ફાર્મસી વિભાગના વડા સંજય ચૌહાણે જણાવ્યું હતું કે વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ફંગસનો ગ્રોથ વધી શકે છે જેના લીધે કેસ વધવાની શક્યતા છે. ભીનું માસ્ક સતત પહેરી રાખવું સ્વાસ્થ્ય માટે જાેખમી બની શકે છે.
ગરમીના કારણે પરસેવાથી માસ્ક ભીનું થઇ જાય છે. જેથી લોકોએ ત્રણ ચાર માસ્ક સાથે સ્પેરમાં રાખવા જાેઇએ. ફંગસથી બચવું હોય તો માસ્ક બદલીને પહેરવું જરૂરી છે. રાજ્યભરમાં મ્યુકોરમાઇકોસીસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે.