મ્યુઝીક સાથે ગાવાની અસલી મજા કરાઉકે સિસ્ટમમાં રહેલી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Karaoke--1024x788.jpg)
નાના પ્રસંગો કે બહાર પીકનીક પર પણ કરાઉકે સિસ્ટમને લઈ જઈ શકાય છેઃ સંગીત રશિયાઓ માટે કરાઉકે બેસ્ટ ઓપ્શન
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, દરેક વ્યક્તિ મોટેભાગે કોઈને કોઈ શોખ ધરાવતી હોય છે. કો’કને સંગીતનો શોખ હોય છે તો ઘણા સાહિત્યમાં ઋચિ ધરાવતા હોય છે. આ સિવાય અનેક પ્રકારની ઈત્તર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની સંખ્યા બહોળી છે.
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે લોકો કંટાળી ગયા છે. તેમાં પણ લોકડાઉનમાં સમય કઈ રીતે પસાર કરવો તે સમસ્યા હતી. આ સમયગાળા દરમ્યાન લાખો લોકો અલગ અલગ પ્રવૃત્તિ કરીને સમય પસાર કરતા હતા. પરંતુ તેમાં સારી એવી સંખ્યામાં લોકોનો ઝોક સંગીત તરફ રહ્યો હતો, સંગીત સાંભળનારા લાખો લોકો છે. તો મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડનારા પણ બહોળી સુંખ્યામાં છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન લોકોએ સીંગીંગ પર હાથ અજમાવ્યો હતો.
આ સમયે લોકોને ખબર પડી કે મ્યુઝીક સાથે ગાવા (લેરિક્સ) માટે એક સિસ્ટમ છે તેનું નામ કરાઓકે છે. અમદાવાદના પ્રહ્લાદનગર ખાતેના આનંદનગરમા રોડ ઉપર આવેલા ટાઈટેનિયમ સીટી સેન્ટરમાં પ્રસંગ કરાઓકે’ સિસ્ટમના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા ઋષિભાઈનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે લોકડાઉન દરમ્યાન કરાએોકે સિસ્ટમને લઈને લોકોની ઈન્કવાયરી આવતી હતી.
પરંતુ લોકડાઉનની સ્થિતિને કારણે અમે સિસ્ટમ લોકો સુધી પહોંચાડી શકતા નહોતા. આ સમયગાળામાં સવિશેષ લોકોને ખ્યાલ આવ્યો હતો કે કરાઓકે સિસ્ટમ છે શુ?? જાે કે એમ તો ઘણા લોકો આના વિશે જાણે પણ છે. પરંતુ હવે જ્યારે કોરોનાના કેસો ઘટ્યા છે અને માર્કેટ ખુલી ગયા છે ત્યારે લોકો સંપર્ક કરી રહ્યા છે.
તેમ છતાં બહોળો વર્ગ પોતાના મુખ્ય વ્યવસાય તરફ વળી ગયો છે. લોકડાઉનના સમયમાં નવરાશની પળોમાં લોકોએ પોતાનો સંગીતનો શોખ પૂરો કર્યો હતો. જાે કે પ્યોર કરાઓકે સિસ્ટમ અને સ્પીકર સિસ્ટમમાં ફરક છે. પ્યોર કરાઓકે સિસ્ટમમાં ગીત ગાવાની મજા કંઈક અલગ છે.
હાલમાંં બજારમાં ર૬,૦૦૦થી ૩૬,૦૦૦ની કરાઓકે સિસ્ટમ મળે છે. તમારે ત્યાં નાના-મોટા પ્રસંગ હોય ત્યારે કે પછી બહાર ફરવા જતી વખતે પણ ‘કરાઓકે’ સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. શહેરમાં ‘કરાઓકે’ ગાવા માટેની કલબો પણ ઘણી છે. જેમાં જઈને લોકો પોતાનો સંગીતનો શોખ પૂરો કરે છે.