મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ પણ કોરોનાની ઝપટમાં
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ પણ કોરોના ની ઝપટમાં ડે.હેલ્થ ઓફિસર સહિત 12 લોકો ક્વોરેન્ટાઇ થયા
અમદાવાદ: અમદાવાદમાં કોરોના નો કહેર વધી રહ્યો છે. શહેર ના નાગરિકો ની સાથે સાથે કોરોના વોરિયર્સ પણ ચેપ નો ભોગ બન્યા છે. હવે, કોરોના ની ઝપટમાં મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ પણ આવી ગયું છે. મ્યુનિસિપલ એપેડેમીક વિભાગ ના કોમ્યુટર ઓપરેટર નો કોરોના પોઝિટિવ આવતા હડકપ મચી ગયો છે. તથા ડે. હેલ્થ ઓફિસર સહિત 12 લોકોને ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા છે.
કોરોના ને માત આપવા દિવસ રાત કામ કરતા કોરોના વોરિયર્સ પણ તેનો ભોગ બની રહ્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ચાર દિવસ પહેલા જ પોઝિટિવ જાહેર થયા છે.
જ્યારે આવી મહામારી વચ્ચે કામ કરતા મ્યુનિ. એપેડેમીક સેલ ના એક કર્મચારી પણ પોઝિટિવ જાહેર થયા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ગીતામંદિર ખાતે આવેલા આરોગ્ય ભવન માં મનપા નું એપેડેમીક સેલ કાર્યરત છે. જેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.કર્મચારી ના માતા કોઈ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
એપેડેમીક સેલ ના કોમ્પ્યુટર ઓપરેટર નો રિપોર્ટ પોઝિટિવ જાહેર થતા જ તેમની સાથે કામ કરતા 12 કર્મચારીઓ અને ડે. હેલ્થ ઓફિસર ને પણ સ્પોર્ટ્સ કલબ ખાતે ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા છે. એપેડેમીક ની કામગીરીમાં તકલીફ ન થાય તે માટે સ્પોર્ટ્સ કલબ ખાતેથી જ ક્વોરેન્ટાઇ થયેલ ડે. હેલ્થ ઓફિસર અને અન્ય કર્મચારીઓ કામ કરી રહયા છે.