મ્યુનિસિપલ ઈજનેર વિભાગની નવી સિદ્ધિ : લાંભા માં ટી.પી.રોડ પર લીલોતરી
આ ફોટા કોઈ ઓક્સિજન પાર્કના નથી. પરંતુ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ ઘ્વારા કરવામાં આવેલ નવી શોધના છે. લાંભા વોર્ડમાં ટી.પી.રોડ પર ઈજનેર વિભાગની મહેરબાનીથી આવી હરિયાળી જોવા મળે છે. સ્ટોર્મ વોટર લાઇનના ખોદકામ બાદ યોગ્ય લેવલીંગ કરવામાં આવ્યું ન હોવાથી સમગ્ર વિસ્તારમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
સામાન્ય વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ અને ઝોન લેવલે ફરિયાદ કરવા છતાં પરિણામ મળ્યા નથી. વાૅર્ડ લેવલના અધિકારી યોગેશ મલ્હોત્રાને બિલ્ડર લાભાર્થે જ રોડ , ડ્રેનેજ ના કામો કરવામાં રસ છે. જયારે કોર્પોરેટરો કમાણીમાં વ્યસ્ત છે. જેના કારણે નાગરિકો તકલીફ વેઠી રહ્યાં છે.