મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીનો લાભ ખાનગી હોસ્પિટલને મળ્યો
પોઝિટિવ જાહેર થયા બાદ 24 કલાક સુધી હોસ્પિટલ ન લઈ જવાતા દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબૂર બન્યા
અમદાવાદ : શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા આ સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદ અમદાવાદ શહેરની પરિસ્થિતિ મુંબઈ જેવી ન થાય તે માટે સરકાર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિક કક્ષાએ તેનો નક્કર અમલ થતો નથી જેનો સીધો ફાયદો ખાનગી હોસ્પિટલ ને થઈ ગયો છે જ્યારે કરોના પોઝિટિવ દર્દીઓની હાલત આર્થિક શારીરિક અને માનસિક રીતે ખરાબ થતી જાય છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ પણ 24 કલાક સુધી હોસ્પિટલમાં લઈ જવામાં ન આવતા ચાર દર્દીઓને ખાનગી હોસ્પિટલ મા મોંઘી સારવાર લેવાની ફરજ પડી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના આ મામલે છેલ્લા એક મહિનાથી વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે
મ્યુનિસિપલ કમિશનર માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ppe કીટ અને માસ્કનો stock કર્યો હોવાની જાહેરાત કરી હતી પરંતુ કીટ ના અભાવે એલ જી હોસ્પિટલ ના તબીબો અને નર્સિંગ સ્ટાફ કોરોનાની ઝપટમાં આવી ગયા છે જેના પરિણામે એલજી હોસ્પિટલમાં સારવાર બંધ કરવાની ફરજ પડી છે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં એક ભૂલ પણ અનેક ની જીંદગી લઈ શકે છે ત્યારે પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં કલાકો થઈ રહ્યા હોવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે જમાલપુર વોર્ડમાં મનસોર ફેમિલી ના આઠ સભ્યોને હોસ્પિટલ લઈ જવામાં આઠ કલાક કરતા વધુ સમય લાગ્યો હતો
જ્યારે મોટા બંબા વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા હતા જેમને લગભગ 24 કલાક કરતાં પણ વધુ સમય સુધી કોર્પોરેશન તરફથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ન હતા જેના કારણે ફેમિલીના તમામ સભ્યો ને ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે દર્દીના સગા સંબંધીઓ ના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા પહેલા રૂપિયા પાંચ લાખ એડવાન્સ જમા કરાવવામાં આવ્યા છે ચાર પૈકી ત્રણ દર્દીઓ બિલકુલ નોર્મલ હોવાથી તેમને વિટામીન સી ની ગોળી શિવાય અન્ય કોઈ સારવાર કે દવા આપવામાં આવતી નથી જ્યારે એક દર્દી ઉંમરલાયક હોવાથી તેમને ગ્લુકોઝના બાટલા ચઢાવવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં 72 કલાક અગાઉ દાખલ થયા હોવા છતાં તેમના કોરોના કે અન્ય કોઈપણ પ્રકારના રિપોર્ટ કરવામાં આવ્યા નથી તથા જે રીતે સારવાર આપવામાં આવી રહી છે તે જોતા તમામ દર્દીઓને 14 દિવસ રાખવામાં આવે તેવી શક્યતા પણ ઓછી છે ચાર પૈકી ત્રણ દર્દીઓને માત્ર વિટામિન ઈ વિટામિન c ની ટેબલેટ જ આપવામાં આવી રહી હોવા છતાં કુલ ખર્ચ રૂપિયા બારથી 15 લાખ જેટલોથશે તેમ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે ચોંકાવનારી બાબત એ છે
હોસ્પિટલમાં માં કાર્ડ કેઆયુષ્માન કાર્ડ નહીં ચાલે તેવી સ્પષ્ટ સુચના પણ લખવામાં આવી છે રાજ્ય સરકાર એક તરફ ખાનગી હોસ્પિટલ ના પેકેજ નક્કી કરવાના દાવા કરે છે ત્યારે બીજી તરફ ખાનગી હોસ્પિટલના માલિકો સરેઆમ લૂંટ કરી રહ્યા હોય તેઓ આક્ષેપ થઈ રહયા છે મેડિકલ ઈમરજન્સી સમયે સરકાર આ પ્રકારની તમામ હોસ્પિટલો ટેક ઓવર કરી શકે છે તેમ છતાં કેટલીક હોસ્પિટલો અને હોટલો ના લાભાર્થે આ પ્રકારની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે સૂત્રો જણાવ્યા મુજબ vip દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવામાં શરમ આવતી હોવાથી તેમજ નામ જાહેર ન થાય તે માટે ખાનગી હોસ્પિટલ અને હોટેલોને ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.