મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૦૦ વર્ષ જૂની પરબ તોડી
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશ ના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદ માં ઐતિહાસિક મિલ્કતો ની જાળવણી થતી નથી તે બાબત સર્વવિદિત છે. ભૂ માફિયાઓએ હેરિટેજ મિલ્કતો માં બાંધકામો કર્યા છે તેની સામે કાર્યવાહી કરવાના બદલે મ્યુનિસિપલ કોર્પોરેશન જ ઐતિહાસિક કહી શકાય તેવી મિલ્કતો તોડી રહ્યું છે.
અમદાવાદ ના ૨૪ કલાક ધમધમતા માણેકચોક વિસ્તાર ને શેરબજાર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. માણેકચોક ના જુના શેરબજાર બિલ્ડીંગ પાસે ૧૦૦ વર્ષ કરતા પણ વધુ જૂની પરબ હતી. જેમાં આઠ નળ નાખવામાં આવ્યા હતા. આ પરબ ૧૯૯૨-૯૩ સુધી ચાલુ હતી. શેરબજાર ના સ્થળાંતર બાદ તે બંધ થઈ હતી. માણેકચોક ચોકસી મહાજન આ હેરિટેજ પરબ ની જાળવણી કરી તેને ફરી ચાલુ કરવા નિર્ણય કર્યો હતો .લગભગ ૨ મહિના પહેલાં મહાજને મનપા પાસે પાણી ની લાઇન માટે માંગણી કરી હતી. જેનો સકારાત્મક પ્રતિભાવ આપવાના બદલે મધ્યઝોન એસ્ટેટ વિભાગે પરબ જ તોડી નાખી છે. સ્થાનિકો ના જણાવ્યા મુજબ કોર્પોરેશન ની ટીમે રીપેર કરવા આવ્યા છે કહી તોડ ફોડ કરી હતી. જેના કારણે ટીમ ના બે અધિકારીઓ વચ્ચે બોલા ચાલી પણ થઈ હતી. રાત્રી બજાર ના વેનડર્સ ની સવલત માટે પરબ તોડવામાં આવી હોવાના આક્ષેપો પણ થઈ રહયા છે.
અમદાવાદ શહેરમાં અનેક સ્થળો પર હેરીટેઝ બિલ્ડીંગો તૂટીને તેના સ્થાને કોર્મશીયલ બિલ્ડીંગો બની ગયા છે તેમ છતાં મ્યુનિ. કોર્પો.નું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવી પરિÂસ્થતિ જાવા મળી રહી છે. આવા હેરીટેઝ બિલ્ડીંગોની જાળવણી નહી કરાતા કેટલાક સ્થળો પર ખંડેર હાલતમાં જાવા મળી રહયા છે. ત્યારે બીજીબાજુ અનેક સ્થળો પર ગેરકાયદેસર બાંધકામો પણ ચાલી રહયા છે અને દબાણોના કારણે આવી બિલ્ડીંગો જાવા મળતી નથી.