Western Times News

Gujarati News

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા કોરોના સામે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ૨૫૦૦૦ માસ્કનું વિતરણ

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના માન. ચેરમેનશ્રી ધીરેન્દ્રસિંહ તોમર તથા શાસનાધિકારીશ્રી ડો.એલ.ડી.દેસાઇ એક અખબારી
નિવેદનમાં જણાવે છે કે માન. આ જે સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહયું છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા
અમદાવાદ મહાનગરના લોકો માટે કોરોના નિયંત્રણની કામગીરી આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહી છે.

હંમેશની માફક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ મ્યુનિ.કોર્પોરેશનની પડખે રહીને કોરોના સંદર્ભે જનજાગૃતિ અભિયાન ચલાવતું આવ્યું છે. તા.૯-૪-૨૦૨૧ના રોજ અમદાવાદ શહેરમાં ર૦ અલગ અલગ જગ્યાએ ૫૦-૫૦ શિક્ષકો તથા સ્કૂલ બોર્ડના
અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ મળીને ૧૦૦૦ કરતાં વધારે સંખ્યામાં ઉપસ્થિત રહીને અમદાવાદ શહેરના માસ્ક વગર ફરતા લોકોને માસ્ક પહેરવા સમજાવીને એક-એક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન ચાલેલા આ માસ્ક વિતરણ અભિયાનમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા ૨૫,૦૦૦ જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. મ્યુનિ. સ્કૂલ બોર્ડના માન. ચેરમેનશ્રી ધીરેન્દ્રસિહ તોમરે પણ બાપુનગર ચાર રસ્તા, સામશિખર પાસે તથા લીલાનગર ચાર રસ્તા ઉપર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ અંતર્ગત માસ્કનું વિતરણ કર્યું.

મ્યુનિ. સ્કૂલ બોર્ડના માન. શાસનાધિકારીશ્રી ડો.એલ.ડી.દેસાઇએ પણ પ્રભાત ચોક, ઘાટલોડીયા ઉપર ઉપસ્થિત રહીને
આ કાર્યક્રમ અંતર્ગત માસ્કનું વિતરણ કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.