મ્યુનિસિપલ હેલ્થ વિભાગના વધુ એક ઓફિસર કોરોનાની ઝપટમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિત લગભગ 30 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે જેમાં આજે વધુ એક કર્મચારીને સમાવેશ થાય છે મ્યુનિસિપલ હેલ્થ વિભાગમાં ફરજ બજાવતા વધુ એક અધિકારી કોરોના સંક્રમિત થયા હતા તેમણે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે
તદુપરાંત એલજી હોસ્પિટલમાં પણ વધુ 3 પોઝિટિવ કેસ અવતાર ખળભળાટ મચી ગયો છે અમદાવાદ મ્યુનિસિપલ હેલ્થ ફ્લાઈંગ સ્ક્વોડ માં ફરજ બજાવતા કેતનભાઇ નામના અધિકારી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીને બે દિવસથી તાવ બતાવતો હતો તેથી 20 એપ્રિલે તેમણે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યા હતા જેમાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરતા આજે એસવીપી હોસ્પીટલ માં દાખલ થયા થયા છે
તેમણે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો હોવાથી હોસ્પિટલની લેબોરેટરીમાં ફરીથી તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ જ તમને અધિકૃત રીતે કોરોના દર્દી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે આજે જે રિપોર્ટ જ ઘાયલ થયા છે તેમાં એલજી હોસ્પિટલમાં વધુ 3 કેસ બહાર આવ્યા છે જેના કારણે એલજી હોસ્પિટલના મેડીકલ અને પેરામેડિકલ સ્ટાફમાં ફફડાટ જોવા મળે છે