મ્યુનિ. આરોગ્ય વિભાગના ૬૦ કર્મચારી કોરોનાની ઝપટમાં
બે પોલીસ કર્મી સહિત અનેક વોરિયર્સે જીવ ગુમાવ્યા : અર્બન હેલ્થ સેન્ટરમા ફરજ બજાવતા ચાર મેડીકલ ઓફિસર પણ કોરોના પોઝિટિવ
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ચાલુ મહિનામાં જ કોરોનાના ૬ હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. કોરોનાની ઝપેટમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે ફ્રન્ટલાઈન વોરીયર્સ પણ આવી રહ્યાં છે. જે પૈકી કેટલાક વોરીયર્સના કરૂણ મૃત્યુ પણ થયા છે. શહેરની સિવિલ હોÂસ્પટલના કેન્સર વિભાગના ૮પ કરતા વધુ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે, જ્યારે મ્યુનિ. કોર્પોરેશનના પણ લગભગ ૧રપ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. આરોગ્ય વિભાગના તબીબો, નર્સીગ સ્ટાફ, આશા વર્કર, એમ.પી.એચ., લેબ ટેકનીશીયન સહિત ૬૦ જેટલા કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ જાહેર થઈ ચૂક્યા છે. જે પૈકી મોટાભાગના કર્મચારીઓ વિવિધ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવી રહ્યાં છે.
શહેરના નાગરિકોના આરોગ્યની જવાબદારી જેના શિરે છે તે મ્યુનિ. આરોગ્ય વિભાગ પણ કોરોના મુક્ત રહ્યો નથી. મ્યુનિ. હેલ્થ ખાતાના ૬૦ જેટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ ચુકયા છે. મ્યુનિ. આરોગ્યખાતાના આંતરિક સૂત્રોએ જણાવ્યા મુજબ અર્બન હેલ્થ સેન્ટરોમાં ફરજ બજાવતા ચાર મેડીકલ ઓફિસર અને એક ગાયનેક ડોકટર પણ કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા છે.
શહેરના પોટલીયા, ઘાટલોડીયા, વ†ાલ અને નરોડા રોડ અર્બન સેન્ટરના મેડીકલ ઓફિસર તેમજ શાહપુરના ગાયનેક તબીબ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. આ ઉપરાંત બે લેબ. ટેકનિશિયન અને એક એક્સ-રે ટેકનીશીયન પણ સંક્રમણનો ભોગ બન્યા છે. મ્યુનિ. કોર્પોરેશન મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા ૧૧ એમ.પી.એચ.ડબલ્યુ. ને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
જ્યારે ૭ આશા વર્કર બહેનો પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. શહેરના ઘાટલોડીયા અર્બન સેન્ટરના પાંચ કર્મચારીને ચેપ લાગ્યો છે. જ્યારે આરોગ્ય ભવનમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા છે. આ ઉપરાંત બહેરામપુરા, નવા બહેરામપુરા, કાંકરીયા, દૂધેશ્વર, પોટલીયા, ઈસનપુર, નવા ગોતા, કુબેરનગર, સહિતના અર્બન સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા લગભગ ૧રપ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા હોવાનો અંદાજ છે. મ્યુનિ. હેલ્થખાતાના ૬૦ કર્મચારી ઉપરાંત એલ.જી. હોÂસ્પટલના રપ તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. તદુપરાંત મેટના ડિરેક્ટર પ્રતિક શાહ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે અને તેમને એસવીપી હોÂસ્પટલમાં સારવાર માટે દાખલ કરવમાં આવ્યા છે. દક્ષિણ ઝોનના ડે. મ્યુનિ. કમિશ્નર તથા તેમનો ડ્રાઈવર અને દક્ષિણઝોનના ડે. સીટી ઈજનેર પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે.
આસી. કમિશ્નર દેવેન ભટ્ટ તેમજ ખોખરાના આસી. કમિશ્નર પણ કોરોનાગ્રસ્ત થયા છે. પશ્ચિમ ઝોનના આસી. ટી.ડી.ઓ. તેમજ મધ્યઝોનના આસી. ટી.ડી.ઓ., વોટર પ્રોજેક્ટ વિભાગના ર૦ કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. શહેરના નાગરિકોની ખડે-પગે દિવસ-રાત કોરોના વોરિયર્સે જીવ ગુમાવી રહ્યાં છે.
શહેરના પોલીસ કર્મીઓ પણ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. જે પૈકી પોલીસ હેડકવાર્ટરમા ફરજ બજાવતા એ.એસ.આઈ. ગોવિંદભાઈ બાબુભાઈનું કોરોનાની બિમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યું થયું છે. થોડા દિવસ પહેલાં કૃષ્ણનગરના હેડ કોન્સ્ટેબલનુ પણ કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. આમ, શહેરમાં અત્યાર સુધી બે પોલીસ કર્મી.ના કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
જ્યારે સિવિલ હોÂસ્પટલના હેડ નર્સનું પણ કોરોનાના કારણે કરૂણ મૃત્યું થયું છે.જ્યારે ત્રણ દિવસ પહેલા નાયબ મામલતદાર પણ કોરોના સામે જીંદગી હારી ચુક્યા છે. જ્યારે કલેક્ટર કચેરીના ૧૧ કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. મ્યુનિ. શાળામા ફરજ બજાવતા બે શિક્ષકો એ પણ નાગરિકોની સેવા કરતા કરતા જીંદગી ગુમાવી છે. જ્યારે સાબરમતી વિસ્તારની એક શાળાના શિક્ષક પણ કોરોના સામે જંગ હારી ચુક્યા છે. મ્યુનિ. કોર્પોરેશન બદરૂદ્દીનભાઈ શેખ, સ્કુલ બોર્ડના પૂર્વ સભ્ય હબીબ મેવ, ભાજપ કાર્યકર કેતનભાઈ પ્રજાપતિ સહિત અનેક ફ્રન્ટલાઈન વોરીયર્સ કોરોનાનો ભોગ બન્યા છે. જે પૈકી કેટલાક લોકોએ જીંદગી પણ ગુમાવી છે.ે