મ્યુનિ. ઈજનેર ખાતાએ પાણીના ૧૩૪ ગેરકાયદે જોડાણ દૂર કર્યા
પાણી-ડ્રેનેજના જાડાણો મામલે અમદાવાદ મ્યુ. ઉચ્ચ અધિકારી નિરસ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક ૧ર૦૦ એમએલડી પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે તેમ છતાં અપૂરતા પ્રેશર કે પાણી ન મળવાની ફરીયાદો કાયમી બની ગઈ છે. જેના માટે યોગ્ય નેટવર્ક અને કમાન્ડ એરિયાનો અભાવ, મોટરીંગ અને પાણીના અનઅધિકૃત જાડાણને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ ઈજનેર વિભાગ છેલ્લા પાંચ વર્ષથી કમાન્ડ એરિયા માટે પ્રયાસ કરે છે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર આયોજન થયુ નથી.
ઉનાળામાં પાણીની તીવ્ર કટોકટી સર્જાય ત્યારે મ્યુનિસિપલ મહાનુભાવો પાણીની બચત માટે જાહેરાતો કરે છે તેમજ જનજાગૃતિ માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. એવી જ રીતે પાણીના અનઅધિકૃત જાડાણો દૂર કરવા માટે પણ ઝૂબેશ કરવામાં આવે છે. ર૦૧૯-ર૦ના વર્ષમાં પણ ઈજનેર ખાતા દ્વારા તમામ ઝોનમાં પાણીના ગેરકાયદેસર કનેકશન કરવાની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે માત્ર ૧૩૪ જાડાણો જ દૂર કરી તે અધિકારીઓએ દિવાળીની ઉજવણી કરી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને જાધપુર, થલતેજ સહિત પાંચ વિસ્તારોમાં ર૪ કલાક પાણી સપ્લાય કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે પૈકી જાધપુર વોર્ડનો પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે અન્ય વોર્ડમાં તેની કામગીરી શરૂ થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દૈનિક સરેરાશ ૧ર૦૦ એમએલડી કરતા વધારે જથ્થો સપ્લાય કરે છે તેમ છતાં પાણીની સમસ્યા અને ફરીયાદો લગભગ કાયમી બની ગયા છે. જેના માટે પાણીના ગેરકાયદેસર જાડાણને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પાણીની કટોકટી નિવારવા માટે આ પ્રકારના ગેરકાયદેસર જાડાણો કાપવા માટે ઝૂબેશ ચલાવી હતી. જેમાં ગેરેજ/ વર્કશોપને મુખ્ય ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
૧ એપ્રિલ-ર૦૧૯ થી ૩૦ સપ્ટેમ્બર ર૦૧૯ સુધી ઈજનેર ખાતા દ્વરા અનઅધિકૃત જાડાણો દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારા વરસાદને કારણે ઉચ્ચ અધિકારી અને શાસકોએ અનઅધિકૃત જાડાણો તરફ આંખ આડા કાન કર્યા છે. જેથી પાંચ મહિનામાં માત્ર ૧૩૪ જાડાણ દૂર કરવામાં આવ્યા છે જે પૈકી ૧૦૯ જાડાણ માત્ર દક્ષિણ ઝોનના જ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૬ મહિના દરમ્યાન પાણીના ૧૩૪ તથા ડ્રેનેજના ૭૭ જાડાણો કાપવામાં આવ્યા છે. શહેરના પૂર્વ ઝોનમાં પ, પશ્ચિમ ઝોનમાં ૧, ઉત્તર ઝોનમાં ૧૬, દક્ષિણ ઝોનમાં ૧૦૯, મધ્ય ઝોનમાં ર તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માત્ર ૧ અનઅધિકૃત જાડાણ દૂર કરવામાં આવ્યુ છે. તથા તેની સામે માત્ર રૂ.એક લાખની પેનલ્ટી લેવામાં આવી છે. સામાન્ય નિયમ મુજબ અનઅધિકૃત જાડાણ માટે રોડ ખોદકામ કરવા માટે જ રૂ.એક લાખ સુધીની પેનલ્ટી લેવાનો નિયમ છે.
જેટ કાર્યરત થયા બાદ પેનલ્ટીની રકમ માટે કોઈ જ મર્યાદા નથી. ચોંકાવનારી બાબત તો એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના વિસ્તારમાં મોટાપાયે અનઅધિકૃત બાંધકામો થઈ રહ્યા છે. આ તમામ સ્થળે તંત્રની પરવાનગી વિના જ પાણી-ડ્રેનેઝના જાડાણ લેવામાં આવે છે. તેમ છતાં ૬ મહિનામાં માત્ર ર અનઅધિકૃત જાડાણ દૂર કરવામાં આવ્યા છે.
શહેરમાં ડ્રેનેજ બેક મારવાની સમસ્યા પણ લગભગ કાયમી બની ગઈ છે. જેના માટે પણ ગેરકાયદેસર જાડાણ જ મુખ્ય કારણ છે. મ્યુનિસિપલ ઈજનેર વિભાગે ૬ મહિનાના સમયગાળામાં ડ્રેનેજના માત્ર ૭૭ અનઅધિકૃત જાડાણ જ દૂર કર્યા છે.
શેહેરના પૂર્વ ઝોનમાં ૩ઢ, પશ્ચિમ ઝોનમાં ૧૬, ઉત્તર ઝોનમાં ૭, દક્ષિણ ઝોનમાં ૧૪, ઉતર-પશ્ચિમ ઝોનમાં ૯ તથા દક્ષિણ ઝોનમાંથી માત્ર ૧ જ જાડાણ દૂર કરવામાં આવ્યા છે. જેની સામે રૂ.૪ર.૬૦ લાખની પેનલ્ટી વસુલ કરવામાં આવી છે. પૂર્વ ઝોનમાં ખારીકટ કેનાલના જાડાણ કાપવામાં આવ્યા હોય એવી શક્યતાઓ વધારે છે. નવા પશ્ચિમ ઝોનમાં તળાવોમાંથી ૮૧ અનઅધિકૃત જાડાણ કાપવામાં આવ્યા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.