મ્યુનિ.કમિશનરનાં મનસ્વી વલણ સામે ભાજપના કોર્પોરેટરોમાં આક્રોશ!!
કમિશ્નર પ્રજાના પ્રતિનિધિઓનું માન-સન્માન જાળવે તે જરૂરીઃ ૧પ૦ બેઠક પર કમિશ્નર નહીં કાર્યકરો જીત અપાવશેઃચર્ચા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજ્ય સરકારની ગ્રાંટ અને શહેરીજનોના પરસેવાની કમાણીમાંથી તૈયાર થયેલ એસવીપી હોસ્પીટલમાં થી પ્રજાના પ્રતિનિધિઓની જ બાદબાકી થઈ રહી છે. મ્યુનિસિપલ ભાજપ દ્વારા દાયકા અગાઉ કરવામં આવેલી ભૂલનો ભોગ તેમના જ કોર્પોરેટરો બની રહ્યા છે.
મ્યુનિસિપલ કમિશ્નરે તેમની આગવી સ્ટાઈલ મુજબ કોર્પોરેટરોના કદ નાના કર્યા છે તથા એસવીપી હોસ્પીટલમાં કોર્પોરેટરોને કેશલેશ સારવાર માટે જનરલ વોર્ડની ફાળવણી કરી છે. જેનાથી રોષે ભરાયેલા ભાજપના કોર્પોરેટરો ગાંધીનગર દોડી જવા તત્પર થયા હતા.
પરંતુ ‘સ્ટુપીડ’ વિવાદના પરિણામને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ હોદ્દેદારો સમક્ષ રોષ વ્યક્ત કરી રહ્યા છે. તથા મ્યુનિસિપલ કમિશ્નર તેમની કાયશૈલીમાં ફેરફાર નહીં કરે તો આગામી ચૂંટણીમાં ભાજપને જ નુકશાન થશે એવો મત પણ વ્યક્ત કરી રહ્યા છે.
મ્યુનિસિપલ કમિશ્નરે એસવીપી હોસ્પીટલમાં કેશલેસ સારવાર માટે તૈયાર કરેલી દરખાસ્તના પગલે ભાજપમાં ભડકો થયો છે. કમિશ્નરની કંથની-કરણીથી નારાજ સતાધારી પાર્ટીના કોર્પોરેટરો એક સાથે એક વર્ષનો રોષ ઠાલવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરને યેનકેન પ્રકારે પ્રજા પાસેથી નાણાં વસુલ કરવામાં જ રસ છે.
જ્યારે પ્રજાકીય કામો માટે અધિકારીઓ જવાબ આપતા નથી તે મતલબની ફરીયાદો વારંવાર થતી રહી છે. પરંતુ ગાંધીનગરનો આદેશ હોવાથી કોર્પોરેટરો જાહેરમાં બળાપો વ્યક્ત કરતા ખચકાતા હતા. નવા પશ્ચિમ ઝોનના સ્ટુપીડ વિવાદ બાદ મનપામાં પ્રથમ વખત ભાજપના કોર્પોરેટરોએ જાહેરમાં તેમની વ્યથા વ્યક્ત કરી હતી. પરંતુ ૧પ૦ સીટ જીતવા માટે કમિશ્નર જરૂરી છે એવા નિવેદનો સાંભળીને સીનિયર કોર્પોરેટરોએ મૌન રહેવાનું મુનાસિબ માન્યુ હતુ.
મ્યુનિસિપલ કમિશ્નરે ડ્રાફ્ટ બજેટમાં રૂ.ર૪૪ કરોડના નવા વેરા નાંખ્યા છે. જેની સામે ભાજપના જ કોર્પોરેટરો વિરોધ કરતાં રૂ.૨૧૮ કરોડનાં વેરા દૂર કરવામાં આવ્યાં છે. પરંતુ વ્હીકલ ટેક્સને મંજૂરી આપવામાં આવી છે. ચૂંટણી વર્ષ હોવાથી સ્ટેન્ડીંંગ કમિટિના બજેટમાંથી વેરા નાબુદ થઈ શકે છે એવી જ રીતે કમિશ્નરે અચાનક જ પા‹કગના દબાણો દૂર કરવા માટે જે ઝુબેશ શરૂ કરી છે
જેના કારણે પણ કોર્પોરેટરોમાં નારાજગી વ્યક્ત કરી રહી રહ્યા છે. ચૂંટણી વર્ષમાં નવા વેરા અને તોડફોડ થતાં કોર્પોરેટરોમાં બેઠકો ઘટવાનો ડર પણ જાવા મળી રહ્યો છે. આ બંન્ને મુદ્દે પીછેહઠ થાય એવી શક્યતાઓ જાવા મળતા કમિશ્નરે તેમની આગવી સ્ટાઈલથી કોર્પોરેટરોના કદ નાના કરવા માટે જ દરખાસ્ત તૈયાર કરી હોય એમ માનવામાં આવે રહ્યુ છે.ે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા અનુસાર ચૂંટણીના વર્ષમાં ભાજપને નુકશન થાય એવા નિર્ણય કમિશ્નર કરી રહ્યા છે. ડ્રાફટ બજેટમાં વેરા લાદવા તથા નક્કર કારણો વિના જ સીલીંગ ઝુબેશ શરૂ થઈ છે. જેના કારણે પ્રજામાં રોષ જાવા મળી રહ્યો છે. કમિશ્નરેને પ્રજામાં રોષ જાવા મળી રહ્યો છે. કમિશ્નરને સ્વચ્છતા, પા‹કગ અને ટ્રાફિકના નામે દંડ વસુલ કરવામાં જ રસ છે.
એક વર્ષ અગાઉ પણ પાર્કિગ-ટ્રાફિકના નામે નાના વેપારીઓના ઓટલા, પગથીયા તથા હોર્ડીંગ્ઝ તોડવામાં આવ્યા હતા. એવી જ રીતે ‘જેટ’ ના ઓથા હેઠળ આકરા દંડ લેવામાં આવી રહ્યા છે. સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીઓ પણ સફાઈ કામમાં ઓછું ધ્યાન આપીને સવારથી જ દંડની વસુલી કરતા જાવા મળી રહ્યા છે.
મ્યુનિસિપલ કમિશ્નર એક તરફ પ્રજા પર બોજ નાંખી રહ્યા છે જ્યારે બીજી તરફ શાસક પક્ષ કદ ઘટે એવા નિર્ણયો લઈ રહ્યા છે. સામાન્ય પ્રજામાં પણ માત્ર કમિશ્નર જ કામ કરી રહ્યા છે એવો પ્રચાર થઈ રહ્યો છે. નવા પશ્ચિમ ઝોનના વિવાદ બાદ પણ પ્રદેશ હોદ્દેદારોએ કમિશ્નર તરફી વલણ દાખવવા માટે તેઓ સતાધારી પાર્ટીને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણયો લઈ રહ્યા છે.
કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે કે ૧પ૦ બેઠકો મેળવવા માટે પાર્ટીને તેમના જ કોર્પોરેટરો પર ભરોસો ન હોય તેમ એક તરફી નિર્ણય લઈ રહ્યા છે. સ્ટુપીડ વિવાદ અને એસવીપીના નિર્ણય બાદ પ્રજાના પ્રતિનિધિઓના માન-સન્માન જાળવતા નથી તેવો સંદેશ પણ નાગરીકોમાં જઈ રહ્યો છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.