Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશ્નરના બજેટમાં “ખાલી તિજાેરી”ના ઓછાયા:વિકાસના કામોમાં રૂા.ર૭૭ર કરોડનું ગાબડુ

કોરોનાના કારણે મનપા ત્રણ વર્ષ પાછળ ધકેલાયુ : ર૦ર૦-ર૧ના ડ્રાફટ બજેટને રીવાઈઝડ કરી રૂા.૬૮ર૧નું કરવામાં આવ્યુ

(દેવેન્દ્ર શાહ દ્વારા  અમદાવાદ,) અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નાણાકીય વર્ષ ર૦ર૧-રર માટે રૂા.૭૪૭પ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યુ છે. મ્યુનિ. કમિશનરના બજેટમાં “તંત્રની ખાલી તિજાેરી”ના ઓછાયા જાેવા મળી રહયા છે. તદ્‌પરાંત ર૦ર૦-ર૧ માટે પૂર્વ કમિશ્નરે જે અવાસ્તવિક અને ફુલગુલાબી બજેટ જાહેર કર્યુ હતુ તેને તિલાંજલી આપી વાસ્તવિકતા સાથે રહેવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ર૦ર૧-રર ના વર્ષમાં માત્ર પ્રજાકીય કામ જ થશે જયારે વિકાસના “ખોટા” કહી શકાય તેવા કામો પાછળ ખોટો ખર્ચ કરવામાં નહીં આવે તેવો આડકતરો સંદેશ પણ ચૂંટાયેલી પાંખને આપવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ બજેટથી એ બાબત પણ ફલિત થાય છે કે કોરોનાના કારણે મ્યુનિ. તંત્ર ત્રણ વર્ષ પાછળ ધકેલાયુ છે.

અમદાવાદ શહેરમાં નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં ખોટા કામો માટે ખર્ચ થશે નહીં તેવો સંદેશ મ્યુનિ. કમિશ્નરે ડ્રાફટ બજેટ દ્વારા નાગરીકોને આપ્યો છે. કોરોના અને લોકડાઉનના કારણે તંત્રની તિજાેરી લગભગ ખાલી થઈ ગઈ છે. સ્માર્ટસીટીના વહીવટીતંત્ર પાસે દેખાવ કરવા કે દંભ ને પોષવા માટે નાણા નથી તે બાબત કમિશ્નર સમજી ચુકયા છે જેના કારણે ઘણા વર્ષો બાદ ડ્રાફટ બજેટના કદમાં રૂા.૧૪૩ર.૩ર કરોડનો માતબર ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે પૂર્વ કમિશ્નર વિજય નહેરાએ રૂા.૮૯૦૭.૩ર કરોડનું બજેટ રજુ કર્યુ હતું જેની સામે ર૦ર૧-રર માટે રૂા.૭૪૭પ કરોડનું ્‌ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યુ છે.

જયારે પૂર્વ કમિશ્નરના બજેટને રીવાઈઝડ કરી તેના કદમાં પણ રૂા.ર૦૮૬.ર૧ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે સાથે વિકાસના કામો ઉપર પણ બ્રેક લગાવવામાં આવી છે. ર૦ર૦-ર૧ના ડ્રાફટ બજેટમાં વિકાસના કામો માટે રૂા.પ૪૪૭.૯૧ કરોડ ફાળવવામાં આવ્યા છે જેને રીવાઈઝડ કરી માત્ર રૂા.ર૬૭પ વિકાસ માટે ખર્ચ કરવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.

આમ પૂર્વ કમિશ્નર દ્વારા જે આભાસી વિકાસ દર્શાવવામાં આવ્યો હતો તે પૈકી રૂા.ર૭૭ર.૯૮ કરોડનો સીધો કાપ મુકવામાં આવ્યો છે. જયારે રીવાઈઝડ અંદાજને ધ્યાનમાં લેવામાં ન આવે તો ર૦ર૦-ર૧ના બજેટમાં વિકાસના કામો માટે રૂા.પ૪૪૭.૯૧ કરોડની જાેગવાઈ સામે ર૦ર૧-રરમાં ૩પ૬ર.પ૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આમ, રીવાઈઝડ બજેટને ધ્યાનમાં લેવામાં ન આવે તો પણ વિકાસના કામોમાં રૂા.૧૮૮પ.૪૧ કરોડનું ગાબડુ પડયુ છે.

મ્યુનિ. કમિશ્નરે ર૦ર૧-રર માં જે કામોની જાહેરાત કરી છે તે ર૦ર૦-ર૧ના અંદાજપત્રમાં જાહેર થયેલા પરંતુ પૂર્ણ ન થયેલા કામો જ છે. વી.એસ. હોસ્પીટલ રીનોવેશન માટે ર૦૧૯-ર૦ માં પણ રૂા.૭પ કરોડ ફાળવવામાં આવ્યા હતા. એલ.જી. હોસ્પીટલ અને શા.ચી.લા. નવીનીકરણ માટે ર૦ર૦-ર૧માં જાહેરાત થઈ હતી એએમટીએસ માટે નવી ૧પ૦ મીડી બસની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સંસ્થાએ ૧૦૦ બસ માટે ઓર્ડર આપી દીધો છે તેમજ પ૦ બસ આવી ચુકી છે તેવી જ રીતે અમદાવાદ જનમાર્ગ માટે ૧પ૦ ઈલેકટ્રીક બસ માટે જાેગવાઈ થઈ છે એજેએસ દ્વારા ૩૦૦ ઈલેકટ્રીક બસના ઓર્ડર ર૦૧૯-ર૦માં આપવામાં આવ્યા હોવાની વાત જગજાહેર છે.

મ્યુનિ. કમિશ્નર મુકેશકુમારે રૂા.૭૪૭પ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યું છે. અગાઉ ર૦૧૯-ર૦માં કમિશ્નર દ્વારા રૂા.૭પ૦૯ કરોડનું ડ્રાફટ બજેટ તૈયાર કરવામાં આવ્યુ હતું આમ બજેટની રકમને ધ્યાનમાં લેતા મ્યુનિ. તંત્ર “રીવર્સ ગીયર”માં આવ્યુ છે, જાેકે કોરોના કાળમાં રેવન્યુ અને નોન ટેક્ષેબલ આવકમાં થયેલ ઘટાડો અને સરકાર તરફથી સ્વર્ણિમ જયંતી અંતર્ગત ગ્રાન્ટ ન ફાળવતા વિકાસના કામો અટવાયા છે. મ્યુનિ. કોર્પોરેશને કોરોના માટે રૂા.૬પ૦ કરોડ કરતા વધુ રકમનો ખર્ચ કર્યો છે. જેની સામે રાજય સરકારે માત્ર રૂા.ર૧પ કરોડ જ ફાળવ્યા છે. જયારે ૭૦ઃર૦ઃ૧૦ યોજના અંતર્ગત પણ સરકાર પાસેથી રૂા.૧૪૦ કરોડ લેવાના છે તેમજ નવી ૬૦૩ સોસાયટીના કામો માટે પણ મનપાએ રૂા.પ૦ કરોડનો ખર્ચ કર્યો છે. આ કારણોસર મ્યુનિ. કોર્પોરેશનની બચત વપરાઈ ગઈ છે તેમજ તિજાેરી ખાલી થઈ ગઈ છે જેની અસર મ્યુનિ. કમિશ્નરના ડ્રાફટ અંદાજપત્રમાં જાેવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.