Western Times News

Gujarati News

મ્યુનિ.કમિશ્નરનું ‘સ્માર્ટ જુમલા’ બજેટ

File

ભાજપાએ ર૦૦૬-૦૭માં વોર્ડદીઠ જીમ્નેશ્યમની કરેલી જાહેરાતનું ૧પ વર્ષ બાદ પુનરાવર્તન : ચૂંટણી વર્ષમાં બજેટમાં રાજકીય પ્રભાવ જાવા મળ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનના નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે મ્યુનિસિપલ કમિશ્નરે રૂ.૮૯૦૭નું ડ્રાફટ બજેટ રજુ કર્યુ છે. મ્યુનિસિપલ કમિશ્નરના બજેટમાં રાજકીય પ્રભાવ વધારે દેખાય છે. રાજકીય પક્ષોની જેમ મ્યુનિસિપલ કમિશ્નરે પણ નાગરીકોને મંત્રમુગ્ધ કરવા કે આકર્ષવા માટે બજેટ તૈયાર કર્યુ હોય તેમ માનવામાં આવે છે. નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ ના બજેટમાં માતબર કહી શકાય એવો રૂ.૧૩૯૮ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં નાગરીકોની પ્રાથમિક સુવિધા માટે ઓછા અને ‘નરી આંખે દેખાય’ એવા કારણોને વધારે પ્રોધાન્ય આપવામાં આવ્યુ છે. શહેરમાં વિકાસના કામો અટકી ગયા છે. અને કેપિટલ કામો માટે વાર્ષિક રૂ.બે હજાર કરોડના કામો જ થાય છે એ બાબતનો જાહેર સ્વીકાર કર્યા બાદ પણ કમિશ્નરે ર૦ર૦-ર૧માં વિકાસના કામો માટે રૂ.પ હજાર કરોડની રકમ ફાળવી છે.


આગામી નાણાંકીય વર્ષનો વિકાસ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી યોજના, અમૃત યોજના, એનઆરસીપી તથા એનએસસીપીની ગ્રાંટ પર નિર્ભર છે. આ તમામ યોજના અંતર્ગત મંજુર થયેલા અથવા મંજુરીની પ્રતિક્ષા કરી રહેલ કામોનો ડ્રાઃટ બજેટમાં સમાવેશ કરીને કમિશ્નરે વાહ-વાહ મેળવવા પ્રયાસ કર્યો છે. બજેટમાં રજુ કરવામાં આવેલા કામો થતાં નથી. તેમ કહીને કમિશ્નરે તેમના બજેટને પણ પરોક્ષ રીતે ‘જુમલા’ બજેટ માનવા માટે ઈશારો કર્યો છે. સાથે સાથે શાસક પક્ષને સુધારા માટે મોટો અવકાશ પણ રાખવામં આવ્યો નથી એવી ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિસિપલ કમિશ્નરે તમામ જૂની પરંપરાઓને કોરાણે મુકીને તેમની આગવી સ્ટાઈલથી રાજકીય પ્રભાવ સાથે ડ્રાફટ બજેટ તૈયાર કર્યુ છે. ચૂંટણીના વર્ષમાં મતદારોને રીઝવવાની જવાબદારી તેમના શીરે હોય તે રીતે એક સાથે અનેક પ્રોજેક્ટ જાહેર કર્યા છે. જેમાં મોટાભાગના રીપીટ પ્રોજેક્ટ છે. ર૦૦૬-૦૭માં ભાજપાએ વોર્ડદીઠ જીમ્નેશ્યમની જાહેરાત કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નરે ૧પ વર્ષ બાદ આ જ જાહેરાતને સુધારા સાથે રીપીટ કરી છે. તથા વોર્ડદીઠ એ.સી.જીમ્નેશ્યમ બનાવવા માટે નાણાંનીય ફાળવણી કરી છે. એવી જ રીતે શાસક પક્ષ વર્ષોથી વોર્ડ દીઠ સ્નાનાગારના વાયદાઓ કરે છે.

મ્યુનિસિપલ કમિશ્નરે પણ આ પરંપરાને યથાવત રાખી છે. મ્યુનિસિપલ કમિશ્રરે રૂ.૯૬૮ કરોડના ખર્ચથી ર૦ ફલાયઓવર બનાવવાની જાહેરાત કરી છે. જે પૈકી ૦૭ ફલાયઓવર માટે સરકારે રૂ.૩૩પ કરોડની ફાળવણી કરી છે. જ્યારે ફેઝ-ર માં ૧૩ ફલાયઓવર માટે રૂ.૭૦ૅ૮ કરોડનો ડીપીઆર સરકાર સમક્ષ સબમીટ થઈ ચુક્યો છે.

મતલબ કે રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલા પ્રોજેક્ટોની જાહેરાત કરીને કમિશ્નરે ખોટો યશ લેવા પ્રયત્ન કર્યો છે. ખરેખર તો આ કામ ભાજપના હોદ્દેદારોએ કરવાનું હોય છે. પરંતુ ગાંધીનગરની સુચના મુજબ તેઓ કમિશ્નરના કામમાં દખલ કરતાં નથી એવી પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરે રૂ.૧પર કરોડના ખર્ચથી રેલ્વે ઓવરબ્રિજ અને અંડરપાસની જાહેરાત કરી છે. આ કામ પણ ઘણા સમય પહેલાં મંજુર થઈ ચુક્યા છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશકુમારે શહેરને ફાટકમુક્ત કરવા જાહેરાત કરી હતી તેને અહીં ‘કોપી પેસ્ટ’ કરવામાં આવી છે.ે

મ્યુનિસિપલ કમિશ્નરે ર૦ર૦-ર૧ના વર્ષમાં શહેરને ‘ખાડામુક્ત’ કરવાની જાહેરાત કરી છે. જેને બજેટનો સૌથી મોટો ‘જુમલો’ માનવામાં આવે છે. ર૦૧૭માં રોડ-રસ્તાના ભારે ધોવાણ થયા હતા તે રોડ પણ હજુ પૂર્ણ રીતે રીસરફેસ થયા નથી. ર૦-ર૧ના અંદાજપત્રમાં રૂ.ર૩૯.૮૯ કરોડના ખર્ચથી રરપ કિલોમીટરના નવા રોડ બનાવવા કે રીસરફેસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત રોડ-રસ્તાનો ખર્ચ થશે તેથી કેપિટલ ખર્ચમાં તેની ગણતરી કરીને ‘શાબાશી’ લેવા પ્રયત્ન થશે.

મ્યુનિસિપલ કમિશ્નરે ર૦૧૯ ના વર્ષ દરમ્યાન માત્ર ચાર મહિનામાં જ સાબરમતી નદીને શુધ્ધ કરવાની જાહેરાત કરી હતી જેનો ભવ્ય ફિયાસ્કો થયા બાદ ર૦ર૦-ર૧માં નદી શુધ્ધીકરણ માટે કેન્દ્રની ગ્રાંટ પર આશા રાખવામાં આવી છે. એેનઆરસીપી અંતર્ગત સાબરમતી શુદ્ધિકરણ  માટે રૂ.૪૩પ કરોડ મળશે જેની ગણતરી પણ વિકાસના કામમાં થશે. એવી જ રીતે નેશનલ લેઈક પ્રોજેક્ટ અંતર્ગત ૪પ તળાવોના વિકાસની જાહેરાત કરવામં આવી છે જેની ગ્રાંટ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળશે. મતલબ કે ‘મુસાભાઈના વા-પાણી’  કમિશ્નરે ડ્રાફટ બજેટમાં ડફનાળામાં એસટીપી પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવ્યુ હોવાનો ઉલ્લેખ
કર્યો છે. જ્યારે હકીકત એ છે કે ડફનાળામાં પ્લાન્ટ બનાવવા માટે તંત્રને હજુ સુધી જમીન પણ મળી નથી.


મ્યુનિસિપલ કમિશ્નરે ૧પમી ઓગષ્ટ ર૦રર સુધી પીરાણા ડમ્પ સાઈટને દુર કરવાનો હુંકાર કર્યો છે. ડમ્પ સાઈટ પર હાલ ૩૦ જેટલા ટ્રો-મીલ મશીન મુકવામાં આવ્યા છે. પરંતુ જે ગતિએ કામ ચાલી રહ્યુ છે તે જાતાં પાંચ વર્ષ સુધી પણ ડમ્પ સાઈટ Âક્લયર થાય તેવા એંધાણ જાવા મળતા નથી. ડમ્પ સાઈટ માટે માત્ર રૂ.૪૦ કરોડની જાગવાઈ કરી છે.

મ્યુનિસિપલ કમિશ્નરે ર૦ર૦-ર૧ માં વિકાસના કામ માટે રૂ.પ૦૧૪ કરોડની ફાળવણી કરી છે તથા એટલી જ રકમના કામો થશે એવા દાવા પણ કર્યા છે. કેપિટલ કામ પેટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રૂ.રપ૦૦ કરોડની ગ્રાંટ મળશે. જ્યારે બાકી રૂ.રપ૦૦ કરોડ ક્યાંથી આવશે ? એ બાબત અધ્યાહાર છે. ર૦૧પ-૧૬ થી ર૦૧૯-ર૦ સુધી વિકાસના જે પણ કામ થયા છે

તેમાં પ૦ ટકા કરતા વધુ રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી છે. આ વર્ષો દરમ્યાન સરેરાશ રૂ. બે હજાર કરોડના કામ થયા હતા. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત દર વરસે રૂ.૬૦૦ કરોડ કરતા વધુ રકમ મળે છે. તદુપરાંત કેન્દ્ર સરકારની યોજનામાં પણ દર વરસે રૂ.રપ૦ થી ૩૦૦ કરોડ મળે છે.
કેન્દ્‌ અને રાજ્ય સરકારની ગ્રાંટ બાદ પણ કેપિટલ ખર્ચ રૂ.બે હજાર કરોડની આસપાસ રહેતો હોય તો રૂ.પ૦૧૪ કરોડનો ખર્ચ કેવી રીતે થશે? તથા નાણાં ક્યાંથી આવશે. એ યક્ષ પ્રશ્ન છે.

ઓક્ટ્રોય અવેજી ગ્રાંટ પેટે રૂ.૧૪૯૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેની સામે દર મહિને રૂ.૮૭.૧પ કરોડ જ મળે છે. વાર્ષિક રૂ.૧૦૪૬ કરોડની ઓક્ટ્રોય અવેજી ગ્રાંટ મળે છે. તેથી કમિશ્નરના અંદાજ સામે રૂ.૪૦૦ કરોડની ઘટ પડે છે. ગરીબો પર કર ન લાદીને અમીરો પર કર નાંખવાની જાહેરાત કરીને કમિશ્નરે ‘રોબિનહુડ’ બનવા પ્રયાસ કર્યો છે.

પરંતુ ચૂંટણી વર્ષ હોવાને કારણે સતાધારી પાર્ટી કરવેરાની દરખાસ્તનો ૧૦૦ ટકા સ્વીકાર કરે તેમ માની શકાય નહીં. નવા કરવેરાથી રૂ.ર૪૦ કરોડની આવકમાં રૂ.૧૦૦ કરોડની ઘટ થશે એ નિશ્ચિત છે. તેમજ ટેક્ષ પેટે અંદાજીત આવક થાય તેમ માનવું અસ્થાને છે. ર૦૧૯-ર૦ના અંદાજ પત્રમાં રેવન્યુ આવક રૂ.પ૭૩૯ કરોડ થવાનો અંદાજ મુકવા મુકવામાં આવ્યો હતો.

રીવાઈઝડ બજેટમાં ઘટાડીને રૂ.૪૭૭૦ કરોડ કરવામાં આવ્યો છે. એવી જ રીતે કેપિટલ ખર્ચ પેટે રૂ.૪૧ર૩ કરોડનો અંદાજ હતો જે ઘટાડીને રૂ.ર૯૭૭ કરોડ કરવામાં આવ્યો છે. ગત બજેટમાં વિકાસના કામો માટે રૂ.૧૧૩૯ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેમાં સુધારો કરીને રૂ.૧૦૩૭ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. ર૦૧૯-ર૦માં જે દાવા થયા હતા તે પણ ખોટા સાબિત થયા છે. નાગરીકોને રોડ, પાણી, ડ્રેનેજ અને લાઈટની સુવિધા ૭૦ઃર૦ઃ૧૦ યોજના અંતર્ગત આપવામાં આાવશે. રાજ્ય સરકાર સદર યોજનામાં પાણી માટે રૂ.૧પ૦ કરોડ આપશે એવી આશા પણ રાખવામાં આવી છે.

આમ, મ્યુનિસિપલ કમિશ્નરે તેમના સ્વભાવ મુજબ ‘સ્માર્ટ બજેટ’ રજુ કર્યુ છે. પરંતુ ેતેમની કબુલાત મુજબ તેને ‘જુમલા’ બજેટ પણ માનવામાં આવે છે. ચૂંટણી વર્ષ હોવાથી શાસક પક્ષને ખોટા વાયદા કે ‘જુમલા’ ના મ્હેણાં સાંભળવા ન પડે એ માટે પણ કમિશ્નરે ‘વિકાસ’ના સ્વપ્ન બતાવી નાગરીકોને રીઝવવા પ્રયત્ન કર્યા છે એવી ચર્ચાએ પણ જાર પકડયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.