Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશ્નર-હોદ્દેદારો હજુ ‘કોરોના સાથે જીવતા’ શીખ્યા નથી

File

પ્રજાથી દૂર ભાગી રહેલા કમિશ્નર અને હોેદ્દેદારોઃ કરદાતા-મતદારો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે ..!!

(પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના એ.પી. સેેન્ટર માનવામાં આવતા મધ્યઝોનમાં કોરોના ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે. તથા છેલ્લા એક સપ્તાહમાં માત્ર એક જ વખત કોરોનાના કેસ ‘ડબલ ફીગર’ માં નોંધાયા છે. તેમ છતાં મ્યુનિસિપલ કમિશ્નર અને હોેદ્દેદારો દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિસિપલ ભવનમાં બેસતા કરી રહ્યા છે. તેમજ છેલ્લા એક મહિનાથી ઉસ્માનપુરા ઝોનલ ઓફિસથી જ કામ કરી રહ્યા છે. નિષ્ણાંતો દ્વારા વારંવાર કોરોના સાથે જીવતા શીખવુંપડશે ની જાહેરાત થાય છે. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો હજી સુધી ‘કોરોના સાથે જીવતા શીખ્યા’ હોય એમ લાગી રહ્યુ નથી.

અમદાવાદ શહેરમાં કોરોના પીક પર હતો એવા સમયે જ સરકારે પશ્ચિમ વિસ્તારમાં ઘણી બધી છૂટછાટ આપી હતી. ત્યારબાદ પહેલી જૂનથી અનલોક-૧ નો અમલ કરવામાં આવ્યો હતો. જેમાં નોકરી-ધંધા સહિત તમામ પ્રકારની છૂટ આપવામાં આવી હતી. માત્ર શાળા-કોલેજાે બંધ રાખવામાં આવ્યા છે. તેમજ રાત્રે દસ વાગ્યાથી કફ્ર્યુનો અમલ થઈ રહ્યો છે. અન્યથા શહેરમાં જનજીવન થાળે પડી રહ્યુ છે. તથા શહેરીજનો પણ ‘કોરોના સાથે જીવતા’ શીખી રહ્યા છે. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારોના મગજમાંથી હજુ સુધી કોરોનાનો ડર ગયો નથી. જેના કારણે દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિસિપલ ભવનમાં હજુ સુધી મંગળ પ્રવેશ કરતા નથી.

મ્યુનિસિપલ હોદેદારો છેલ્લા એક મહિનાથી ઉસ્માનપુરા ઝોનલ કચેરીમાં આવેલ કમિશ્નર ઓફિસમાં બેસીને કામકાજ સંભાળી રહ્યા છે.ે જ્યારેે કોરોનાના કારણે ફરીથી મ્યુનિસિપલ કમિશ્નરપદે નિયુક્ત થયેલા મુકેશકુમાર રીવરફ્રન્ટ ઓફિસે બેસીને જ કાંમ કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોપોરેશનના દાવા મુજબ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. શહેરમાં આઠ જુલાઈએ માત્ર ૧૪પ કેસ જ નોંધાયા હતા. જ્યારે મ્યુનિસિપલ ભવન જે ઝોન-વિસ્તારમાં આવ્યુ છે તે ઝોન-વિસ્તારમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. જમાલપુર વોર્ડમાં આઠ જુલાઈએ માત્ર
ત્રણ કેસ નોંધાયા હોવાના દાવા થઈ રહ્યા છે.

જ્યારે મધ્ય ઝોનમાં આઠ જુલાઈએ માત્ર દસ કેસ નોંધાયા હતા. જ્યારે સાત જુલાઈએ મધ્ય ઝોનમાં માત્ર એક જ કેસ કન્ફર્મ થયો હતો. જુલાઈ માસના પ્રથમ આઠ દિવસ દરમ્યાન મધ્ય ઝોનમાં કોરોનાના માત્ર પ૯ કેસ નોંધાયા છે. જેની દૈનિક સરેરાશ સાત કેસની રહે છે.
આમ, મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારોના કાયમી કાયાર્લય વિસ્તારમાંથી કોરોના લૂપ્ત થઈ રહ્યો છે તેમ છતાં અગમ્ય કારણોસર આ મહાનુભાવો તેમના મુખ્ય કાયાર્લય આવતા ડરી રહ્યા હોય એમ માનવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારોની આવી માનસિક્તાની પ્રજાકીય કામો પર અસર થતી હોવાની પણ ચચાર્ ચાલી રહી છે.

મ્યુનિસિપલ કોપોર્રેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર શહેરના સવેર્સવાર્ કહી શકાય એવા મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો ઓગષ્ટ માસના અંત સુધી મ્યુનિસિપલ ભવન કાયાર્લય ખાતે આવીને કામકાજ કરે એવી શક્યતા ખુબ જ ઓછી છે. જેેના માટે વિવિધ કારણો બહાર આવી રહ્યા છે. જેમાં મુખ્ય કારણ કોરોના અને બીજુ કારણ રાજ્ય સરકારની સુચના હોવાનું આપવામાં આવી રહ્યુ છે.

મ્યુનિસિપલ ભવન કાયાર્લય ખાતે વિવિધ ડેલિગેશન અને નાગરીકોની અવરજવર વધુ રહેતી હોવાથી ‘ચેપ’ લાગવાની શક્યતાઓ રહે છે. જેના કારણે આ મહાનુભાવો તેમના મુળ સ્થાને પરત આવતા નથી. જ્યારે બીજા કારણમાં ‘રાજ્ય સરકાર’ ના માથે ઠીકરો ફોડવામાં આવ્યો છે. ગાંધીનગરથી સુચના મળી હોવાથી દાણાપીઠ કાયાર્લય હાલ પુરતું બંધ કરવામાં આવ્યુ છે. એવી ચચાર્ ચાલી રહી છે.

આ બંન્ને કારણોમાં કેટલું તથ્ય છે તેના જવાબ કમિશ્નર અને હોદ્દેદારોને જ ખબર હશે. પરંતુ એક બાબત નિશ્ચિત છે કે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારોની નિષ્ક્રિયતાના કારણે પ્રજાકીય કામો ખોરવાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોપોર્ેશનના તમામ વિભાગના કર્મચારીઓને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી છે. ઈજનેર કર્મચારીઓ માઈક્રો કન્ટેઈન્મેન્ટ માટે પતરા લગાવી રહ્યા છે. એસ્ટેટ કર્મચારીઓ સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરી રહ્યા છે. સોલીડ વેસ્ટ કર્મચારીઓ માસ્કનો દંડ ઉઘરાવી રહ્યા છે. જ્યારે હેલ્થ કર્મચારીઓ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ અધ્યાહાર છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસરો અને મુખ્ય આરોગ્ય અધિકારી ફોન રીસીવ કરતા નથી એવી ફરીયાદ ખુદ ભાજપના જ કોપોર્રેટરો પણ કરી રહ્યા છે. પરંતુે તેમને ફોન રીસીવ કરવા સુચના આપનાર કોઈ નથી.

એવી જ રીતે ૪૬ હજાર કેચપીટ સફાઈના બે રાઉન્ડ થયા બાદ પણ વરસાદી પાણીનો ભરાવો અને નિકાલ કયાર્ના ફોટા પણ ભાજપના કોપોર્રેેટરો સોશ્યલ મીડીયા પર અપલોડ કરી રહ્યા છે. આ સંજાેગોમાં નાગરીકોના બે-હાલ થયા છે.  શહેરીજનો કોરોનાનો કહેર વરસાદી પાણીના ભરાવા, નિયમિત અને સમયસર સફાનો અભાવ, રૂા.ર૦ની માસ્ક નાક નીચેથી ઉતરી ગઈ હોય તો પણ રૂા.ર૦૦ નો દંડ, અપૂરતી જાહેર પરિવહન સેવા, તૂટેલા રોડ અને બંધ લાઈટો વચ્ચે ’આમ આદમી’ અથડાઈ-ભટકાઈ રહ્યો છે. શહેરના કરદાતાને આ તમામ મામલે ફરીયાદ કરવી છે પરંતુ ફરીયાદ ક્યાં કરવી? અને ફરીયાદ સાંભળશે કોણ? એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.

શહેરના નાગરીકોને કેસ ઘટ્યા હોવાના દાવા સાથે આશ્વાસન આપી રહેલા કમિશ્નર અને હોદ્દેદારો ખુદ આશ્વસત નથી. કદાચ તેમને પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા પર ભરોસો નહીં હોય!! મ્યુનિસિપલ કમિશ્નરને માત્ર ‘કોરોના’ નો જ ડર લાગે છે એવું નથી. અગાઉ, પણ તેઓ મ્યુનિસિપલ ભવન કાયાર્લય ખાતે કિલ્લેબંધી કરીને જ કામકાજ કરતા હતા તથા મ્યુનિસિપલ કોપોર્રેશનમાં ‘બાઉન્સર પ્રથા’ તેમના સમયથી જ અમલી છેે. જ્યારે શહેરના પ્રથમ નાગરીકના મગજમાં પણ કોરોનાનો ઘણો જ ડર ઘુસી ગયો હતો. પરંતુ ભલુ થજાે ખેડૂતોનું !! કે ‘મેેંંગો ફેસ્ટીવલ’ બાદ તેમનો ડર ઓછો થયો છે તેથી ઉસ્માનપુરા સુધી જઈ રહ્યા છે. જેની સામે મુંબઈના પ્રથમ નાગરીક રાજકીય કામકાજ પૂર્ણ કયાર્ બાદ જ હોસ્પીટલમાં ‘નર્સ’ તરીકે સેવા આપતા હતા. જ્યારે સુરતના મેયર પણ દર્દીઓની સેવા કરી રહ્યા છે.

એટલું જ નહીં સુરતમાં કોવિડ કેર સેન્ટર કે ખાનગી હોસ્પીટલો સાથે થયેલા એમઓયુની તમામ માહિતી પત્રકારોને તેઓ જ આપી રહ્યા છે.
કદાચ તેઓ કોરોના સાથે જીવતા શીખી ગયા હશે તેથી જ રીતે તેમના મતદારોની કાળજી લઈ રહ્યા છે. એવા કટાક્ષ પણ થઈ રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે પ૦ ટકા કરતા વધુ લોકો એકત્રીત ન થઈ શકે એવા કારણો આપી જુન મહિનાની માસિક સામાન્ય સભા ‘ઓનલાઈન’ કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડીંગ કમિટીમાં પ૦ કરતા ઓછા સભ્યો અને અધિકારીઓ એકત્રિત થઈ શકે તેમ હોવા છતાં હજુ સુધી ‘વચ્ર્યુઅલ’ મીટીંગ જ થઈ રહી છે. શું આ રીતે પ્રજાની સમસ્યા હલ થશે? મતદારો પણ આવો જ અભિગમ અપનાવશે તો? આ તમામ બાબતો પર મ્યુનિસિપલ હોદ્દેદારોએ મંથન કરવાની જરૂર છે. કમિશ્નરને મત લેવાના નથી કે તેમને પ્રજાએ ચૂંટીને હોદ્દો આપ્યો નથી. પ્રજાની પસંદગી કોપોર્રેટરો છે કમિશ્નર નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.