મ્યુનિ.કમીશ્નરની આપખુદશાહીઃ જેટમાં નિયમ કરતા વધુ દંડની વસુલાત
કમીશ્નરે પરીપત્ર માટે એકટની કલમો-પેટા કલમો જાહેર કરવાની માંગણી |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ વિભાગે સંયુકતરીતે “જાઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ” ની રચના કરી છે. જેમાં મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસખાતાના કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી છે. શહેરના “દબંગ” અને “સિંઘમ” માનવામાં આવતા અધિકારીઓને નાગરીકોને સ્વચ્છતા અને ટ્રાફિકના પાઠ શીખવવા માટે “જેટ”મારફતે દંડ વસુલાતની શરૂઆત કરી છે.
“જેટ” દ્વારા આડેધડ દંડ વસુલ થતો હોવાની વ્યાપક ફરીયાદ બાદ મ્યુનિ. કમીશ્નરે જુલાઈ મહીનામાં ખાસ પરીપત્ર જાહેર કર્યા હતો. જેમાં “જેટ” માટે મહત્તમ રૂ.પાંચ હજાર વસુલાતની મર્યાદા નકકી કરવામાં આવી છે. “જેટ” ની મર્યાદા કરતા વધુ રકમ વસુલાતની સતા જુદી-જુદી કક્ષાના અધિકારીઓને સોપવામાં આવી છે. જેમાં ડે.મ્યુનિ. કમીશ્નરને રૂ.દસ લાખ સુધીની સતા આપવામાં આવી છે.
મ્યુનિ. કમીશ્નરે જાહેર કરેલા પરીપત્ર માં અત્યંત ચતુરાઈપૂર્વક “દંડ” શબ્દના સ્થાને વહીવટી ચાર્જનો ઉલ્લેખ કર્યા છે. “જેટ” અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વસુલ કરવામાં આવતા દંડી વહીવટી ચાર્જ અને રાજય સરકારે ર૦૧પમાં જાહેર કરેલ સમાધાન શુષ્ક વહીવટી ચાર્જની રકમમાં મોટો તફાવત જાવા મળે છે.
મ્યુનિ.કમીશ્નર રાજય સરકારના પરીપત્ર કરતા અનેકગણી વધુ રકમ વસુલ કરવાની જાહેરાત કરી છે તથા તે મુજબ નાગરીકો પાસેથી રકમ લેવામાં આવી રહી છે. મ્યુનિ. કમીશ્નરે “જેટ”નો પરીપત્ર જી.પી. એમ.પી. એકટમાં મળેલી સત્તા મુજબ કર્યો હોવાના દાવા થઈ રહયા છે.જેની સામે કમીશ્નરે એકટ ની કલમો જાહેર કરવી જાઈએ તેવી માંગણી થઈ રહી છે.
શહેરમાં ગંદકી ફેલાવવા દબાણ કરવા, થુંકવા માટે કે પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉત્પાદન-વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા માટે “જેટ”ની રચના કરવામાં આવી છે. “જેટ” દ્વારા નાગરીકો પાસેથી મનસ્વી રીતે દંડ લેવામાં આવતો હતો તેથી સતાધારી પાર્ટીની રજુઆત બાદ કમીશ્નરે “જેટ” ની સતા અંગે પરીપત્ર કર્યા છે. જેમા “દંડ” ના બદલે વહીવટી ચાર્જ શબ્દનો ઉલ્લેખ કર્યા છે.
સામાન્ય નિયમ મુજબ આ પ્રકારના દંડ કે ચાર્જ વસુલ કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી તથા રાજય સરકારની મંજુરી જરૂરી છે. મ્યુનિ.બોર્ડમાં વિપક્ષનેતાએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. જેનો જવાબ ભાજપના હોદેદારો આપી શકયા ન હતા. તે સમયે કમીશ્નરે તત્કાળ બચાવ માટે જી.પી.એમ.સી.એકટની દુહાઈ આપી હતી. નિષ્ણાતોના મંતવ્ય મુજબ જી.પી. એમ.સી. એકટમાં આ પ્રકારના ગુના બદલ ખૂબ જ નજીવી રકમનો દંડ લેવાનો ઉલ્લેખ છે. (પ્રકરણ ૭,૮,૧૦ અને ૧૪) જયારે કમીશ્નરે રૂ.દસ લાખ સુધી વહીવટી ચાર્જ લેવાની જાહેરાત કરી છે. કમીશ્નરે એકટની કઈ કલમ મુજબ આ જાહેરાત કરી છે.
તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા નથી. જયારે રાજય સરકારે ર૦૧પમાં આ મુદ્દે “પબ્લીક હેલ્થ બાયલોઝ” જાહેર કર્યા હતા. જેમાં ગંદકી ફેલાવવા થુંકવા પેશાબ કરવા જેવા ગુના માટે સમાધાન શુલ્ક અને વહીવટી ચાર્જ બંને નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા છે. સરકારી ગેઝેટમાં વહીવટી ચાર્જ પેટે રૂ.પ૦ હજારની વધુ રકમની જાગવાઈ નથી.
મ્યુનિ. કમીશ્નરે જાહેરમાં કચરો ફેકવા બદલ રૂ.એક હજારની વસુલાત કરવાની સતા “જેટ”ને આપી છે. સરકાર ના પરીપત્ર માં સ્વચ્છ જગ્યાએ કચરો જમા કરવા માટે રૂ.પ૦૦ સમાધાન શુલ્ક પેટે લેવાની જાગવાઈ છે. (પેટા કાયદા નં.પ૦,૧,૧૦) “જેટ”ના પરીપત્રમાં રહેણાંક વિસ્તારમાં કચરો નાંખવા માટે રૂ.બે હજાર વસુલ કરવાનો પણ ઉલ્લેખ છે.
તેવી જ રીતે જાહેરમાં ગમે ત્યાં થુંકનાર,પેશાબ કે શૌચ કરનાર વ્યકિત પાસેથી રૂ.૧૦૦ નો દંડ લેવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારી પરીપત્રમાં તેના માટે રૂ.પ૦ સમાધાન શુલ્ક પેટે લેવાની જાગવાઈ છે. (પેટા કાયદા નંબર પ૦ (૩)અને પ૦.૧(૭) મ્યુનિ. કમીશ્નરે ખુલ્લામાંકચરો બાળવા માટે રહેણાંક એકમો પાસેથી ઓછામાં ઓછા રૂ.રપ૦ તથા કોર્મશીયલ એકમો પાસેથી ઓછામાં ઓછો રૂ.એક હજાર વસુલ કરવાની જાહેરાત કરી છે. રાજય સરકારના પરીપત્રમાં કચરાનું ખુલ્લામાં દહન કરનાર પાસેથી રૂ.રપ૦ સમાધાન શુલ્ક પેટે લેવાની ભલામણ છે.
જયારે વહીવટી ચાર્જ પેટે વધુમાં રૂ.પાંચ હજારની લેવાની જાગવાઈ છે. “જેટ” ના પરીપત્રમાં આ પ્રકારના ગુના માટે ઉચ્ચ અધિકારીઓની મરજી મુજબ રૂ.દસ લાખ સુધી દંડ થઈ શકે છે. ગટરના ગેરકાયદેસર જાડાણ બદલ રૂ.એક લાખ નો દંડ લેવામાં આવે છે. સરકારના ગેઝેટ મુજબ ડ્રેનેજના અનઅધિકૃત જાડાણ માટે સમાધાન શુલ્ક પેટે રૂ. પ૦૦ વસુલ કરવાની જાગવાઈ છે.
જયારે વહીવટી ચાર્જ પેટે વધુમાં વધુ રૂ.૪૦૦૦ ની જાગવાઈ કરવામાં આવી છે. “જેટ”પરીપત્રમાં રોડ પર ઘાસચારાના વેચાણ માટે રૂ.પ૦૦ ની જાગવાઈ કરવામાં આવી છે. સરકારના પરીપત્રમાં તેના માટે રૂ.ર૦૦ સમાધાન શુલ્ક પેટે લેવાની ભલામણ કરી છે.મ્યુનિ. કમીશ્નરે કન્સ્ટ્રકશન અને ડીમોલેશન વેસ્ટ નાંખવા માટે રહેણાંક એકમો પાસેથી રૂ.બે હજાર અને કોર્મશીયલ એકમો પાસેથી રૂ.પાંચ હજાર લેવાની જાહેરાત કરી છે.
જેમાં ઉચ્ચ અધિકારી દંડની રકમમાં વધારો કરી શકે છે. ૃસરકારના પરીપત્ર મુજબ બાંધકામના કચરા (ડીમોલેશન વેસ્ટ) ને બિન-નિર્ધારિત સ્થળે જમા કરવા બદલ રૂ.૧૦૦ (સમાધાન શુલ્ક) તથા રૂ.એક હજાર (વહીવટી ચાર્જ) પેટે લેવાની ભલામણ કરવામાં આવી છે. “જેટ” ની જેમ મેલેરિયા વિભાગ દ્વારા પણ રૂ.પ૦ હજાર કે રૂ.૧ લાખના દંડ લેવામાં આવી રહયા છે.
સરકારી ગેઝેટમાં જણાવ્યા મુજબ બાંધકામના સ્થળોમાં રોગ વાહકોના ઉછેર (સંવર્ધન) બદલ વધુમાં વધુ રૂ.દસ હજાર વહીવટી ચાર્જ પેટે લેવાની ભલામણ છે. સદ્દર બાંધકામ એક હજાર ચો.મી. કરતા ઓછું હોય તો વહીવટી ચાર્જની રકમમાં ઘટાડો પણ થાય છે.
સરકારી ગેઝેટ અને જી.પી.એમ.સી. એકટમાં દંડ કે વહીવટી-ચાર્જ પેટે જે રકમ વસુલ લેવાની ભલામણ કરવામાં આવી છે.
તેના કરતા અનેકગણી વધુ રકમ વસુલ કરવાની જાહેરાત “જેટ”ના પરીપત્રમાં કરવામાં આવી છે. મ્યુનિ. કમીશ્નર જીપીએમસી એકટની દુહાઈ આપી રહયા છે. પરંતુ એકટની કલમ કે પેટા કલમ જાહેર કરતા નથી.
એકટમાં આ મુજબ પરીપત્ર જાહેર કરવા કે દંડ લેવા માટે સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી જરૂરી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જેનો અમલ થયો નથી.“જેટ”ના મુદ્દે રાજય સરકાર અને સ્ટેન્ડીંગ કમીટીને કોરાણે મુકીને કમીશ્નરે મનમાની કરી છે. તેમ નિષ્ણાતો માની રહયા છે.