Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનના નોબલનગર અર્બન હેલ્થ સેન્ટરને NQAS સર્ટીફિકેટ મળ્યું

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનના હેલ્થ વિભાગ સંચાલિત અમરાઈવાડી, ખોખરા, નોબલનગર, રાણીપ અને જાધપુર એમ કુલ પાંચ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના NQAS (નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ) હેઠળ સર્ટીફિકેશન માટે અ.મ્યુ.કો.દ્વારા નક્કી કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત આ સર્ટીફીકેટ મેળવવા રાજ્ય લેવલનું NQAS ક્લીયરન્સ મળ્યા બાદ ભારત સરકારમાંથી નિમણૂક પામેલ બે તજજ્ઞો દ્વારા નોબલનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકા લઇ બહુ જ વિગતવાર બે દિવસ તા.૧૧તથા ૧૨ સપ્ટેમ્બરના રોજ મૂલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકારમાં રજુ કરેલો હતો. જેમાં ૯૭.૮૦ સ્કોર મેળવી નોબલનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ લેવલ પ્રમાણપત્ર મળેલ છે.

જેથી નોબલનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ લેવલ પ્રમાણપત્ર મળેલ છે. જેથી નોબલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુજરાત તથા અમદાવાદ શહેરનું પ્રથમ NQAS પ્રમાણિત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. તેમજ નોબલનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સતત બે વર્ષથી સ્વચ્છતાનો કાયાકલ્પ એવોર્ડ પણ મળેલ છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના NHSRC દ્વારા NQAS ધારાધોરણ મુજબ ઉચ્ચકક્ષાનું રાષ્ટ્રીય લેવલનું બહુમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના નોબલનગર શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળેલું છે. જે દ્ગઊછજી સર્ટીફીકેટ મેળવનાર ગુજરાત રાજ્યનું પ્રથમ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. જે અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન માટે એક સિદ્ધિ ગણી શકાય.

આ સર્ટીફિકેટ મેળવવા માટે યુપી.એચસી. દ્વારા હડકવા વિરોધી રસી કેન્દ્ર, ફાયર સેફ્ટી, કીશોર-કીશોરી સલાહ સારવાર કેન્દ્ર, બાયામેડીકલ વેસ્ટ કોર્નર, ઇર્મજન્સી સેવાઓ, સ્ટાફ તથા દર્દીઓના ફીડબેક તેમજ બ્રેસ્ટફીડીંગ કોર્નર જેવી વધારાની નવી આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી. તેમજ લાભાર્થી તથા દર્દીઓના અભિપ્રાય ક્યુઆર-કોડ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.