Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનની “વોટર પોલિસી” મીટર આધારિત રહેશે

કુટુંબદીઠ માસિક ૨૨,૫૦૦ લીટર પાણી વિનામૂલ્યે આપવામાં આવશે :કોમર્શિયલ મિલ્કતોમાં પ્રતિ હજાર લિટરનાં વપરાશ પર રૂ.૪૦ સુધી ચાર્જ લેવામાં આવશેઃ ગેરકાયદેસર જાડાણોને કાયદેસર કરવા કટ ઓફ ડેટ જાહેર થશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા “વોટર પોલિસી” તૈયાર કરવા માટે છેલ્લા બે-ત્રણ વર્ષથી ગડમથલ ચાલી રહી હતી. વોટર સપ્લાય કમીટીની મીટીંગ પણ “વોટર પોલીસી” માટે તાકીદમાં દરખાસ્ત લાવવામાં આવી હતી. મ્યુનિ.શાસક, વિપક્ષ અને નાગરીકોની લાંબા સમયની માંગણીનો ટૂંક સમયમાં જ અંત આવે તેવા એંધાણ જાવા મળી રહ્યા છે.

શહેરમાં સમાન પાણી વિતરણ વ્યવસ્થા માટે “વોટર મીટર” આધારીત પોલીસીનો મુસદ્દો લગભગ તૈયાર થઈ ગયો છે. જેમાં પાણીની ચોરી, ગેરકાયદેસર જાડાણ વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવા બદલ દંડની જાગવાઈ કરવામાં આવી છે. જ્યારે રહેણાંક મિલ્કતો અને બિન રહેણાંક મિલ્કતોમાં પાણીના વપરાશ આધારીત ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. રહેણાંક મિલ્કતોમાં માસિક ૨૨૫૦૦ લીટરથી વધુ વપરાશ માટે ચાર્જ લેવામાં આવી શકે છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં રહેણાંક તથા બીન રહેણાંક મકાનો માટે વોટર ચાર્જીસ મિલ્કતના ટેક્ષ આધારીત છે. પાણીના વપરાશના જથ્થા આધારીત અંગે કોઈ પોલીસી નથી. તેથી માથાદીઠ તથા યુનીટ દીઠ જે પાણી વપરાશમાં લેવામાં આવે છે તેના જથ્થાની કોઈ પ્રમાણભૂત ગણતરી કરી શકાતી નથી. સમગ્ર શહેરમાં રહેણાંક તથા બીનરહેણાંક મકાન ધારકો કેટલું પાણી વાપરે છે જે અંગે તેઓ અજાણ છે.

વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વિસંગતતા હોવાને કારણે અમુક રહેણાંકાધારકોને વધુ પાણી મળે છે જ્યારે અમુક રહેણાંક ધારકોને ઓછું પાણી મળે છે. વોટર મીટર મૂકી અને પાણીના વપરાશના વોલ્યુમેટ્રીક દર નક્કી કરવાથી અમદાવાદ શહેરનાં નાગરીકોને એક સમાન રીતે પૂરતા પ્રેશરથી પૂરતા જથ્થામાં પાણી આપી શકાશે. મ્યુનિ. કોર્પાેરેશનની નવી વોટર પોલીસીમાં કોઈપણ રહેણાંક અથવા બિનરહેણાંક મિલ્કતનાં માલિક પાસે મ્યુનિ.કોર્પાેરેશને પ્રમાણિત કરેલ પુરાવા હશે તો નીતિનિયમ મુજબ ચાર્જ લઈ મીટરથી પાણીનું કનેક્શન આપવામાં આવશે.

અ.ન પાણીનો વપરાશ પ્રતિ માસ પ્રતિ કુટુંબ (લીટરમાં) પાણી વપરાશનો ચાર્જ પ્રતિ ૧૦૦૦ લીટર  પ્રતિ માસ ચુકવવાનો થતો મહત્તમ ચાર્જ
 ૨૨૫૦૦ લીટર  રૂ ૦/-  પ્રોપર્ટી ટેક્ષ મુજબ ચાર્જ વધારાનો ચાર્જ નહિ
રર૫૦૦ થી ૩૦૦૦૦ લીટર રૂ ૧૦/-  રૂ ૭૫/-
૩૦૦૦૧ થી ૪૦૦૦૦ લીટર રૂ ૨૦/-  રૂ ૭૫/- + રૂ ૨૦૦/- = રૂ ૨૭૫/-
 ૪૦૦૦૧ થી ૫૦૦૦૦ લીટર  રૂ ૩૦/-  રૂ ૨૭૫/- + રૂ ૩૦૦/- = રૂ ૫૭૫/-
૫૦૦૦૧ થી ૧૦૦૦૦૦ લીટર રૂ ૪૦/- રૂ ૫૭૫/- + રૂ ૪૦૦/- = રૂ ૯૭૫/-
૧૦૦૦૦ થી વધુ  રૂ ૫૦/- રૂ ૯૭૫/- + વપરાશ કરેલ જથ્થા મુજબ

સ્લમ વિસ્તારમાં જે જગ્યાએ  વ્યક્ગિત  પાણીનાં કનેક્શન આપી શકાય તેમ ન હોય ત્યાં સામૂહિક વપરાશ માટે પબ્લીક ટેપ મૂકી મીટરથી કનેક્શન આપવાની જાગવાઈ કરવામાં આવી છે. હયાત એપાર્ટમેન્ટ, ફ્લેટ, હાઈરાઈઝ બિલ્ડિંગ, કોમર્શિયલ મિલ્કત વગેરેમાં કોમન સમ્પમાં બલ્ક વોટર મીટર મૂકી કનેક્શન આપવામાં આવશે. જેનો કોમન ચાર્જ વસૂલ કરવામાં આવશે. જે મિલ્કતધારક પાસે અધિકૃત પુરાવા નથી તેમની પાસે ૩૦૦ રૂપિયાનાં સ્ટેમ્પ ઉપર એફીડેવીટ લેવામાં આવશે.

જાકે, પાણી તથા ડ્રેનેજ કનેક્શનનાં આધારે કોઈપણ મિલકતને કાયદેસર ગણવામાં આવશે નહીં. કોઈપણ નવાં પ્લાન પાસ કરતી વખતે લે આઉટમાં કોમન સમ્પ દર્શાવવાં ફરજિયાત રહેશે. રહેણાંક અને બિનરહેણાંક એમ બંને પ્રકારની મિલ્કત હોય ત્યારે કોમન સમ્પ અલગ અલગ દર્શાવવામાં આવશે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેેનાઈઝેશનનાં નિર્દેશ મુજબ વ્યક્તિદીઠ દૈનિક ૧૪૦ લીટર પાણીનો વપરાશ થાય છે. મ્યુનિ.કોર્પાેરેશને પણ આ નિયમ મુજબ જ પરિવારદીઠ દૈનિક ૭૦૦ લીટર પાણી વિનામૂલ્યે આપવા જાગવાઈ કરી હતી. નવી વોટર પોલિસીમાં કુટુંબદીઠ માસિક ૨૨,૫૦૦ લીટર પાણી વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ તેમાં નિયત સ્લેબ મુજબ વધારો થશે.

બિનરહેણાંક મિલ્કતોમાં વિનામૂલ્યે પાણી આપવામાં આવશે નહીં તથા તેમાં પ્રતિ હજાર લિટર રૂ.૧૫થી રૂ.૪૦ સુધીનો ચાર્જ લેવામાં આવશે. શહેરમાં ગેરકાયદેસર પાણીનો જાડાણોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. આવા સંજાગોમાં જે લોકો ગેરકાયદેસર પાણીનો ઉપયોગ કરતાં હશે તેમના માટે એક કટ ઓફ ડેટ જાહેર કરવામાં આવશે.

તેમાં નિયત કરેલ વન ટાઈમ સેટલમેન્ટ ચાર્જ ભરીને તેમનું કનેક્શન કાયદેસર કરાવી શકશે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પાણીના જે મીટર લગાવવામાં આવશે. તેનાં માટે પાંચ વર્ષની ગેરંટી આપવામાં આવશે. ત્યારબાદ તે અંગેની તમામ જવાબદારી જે તે ગ્રાહકની રહેશે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા સરકાર અથવા અન્ય રીતે મિલાવવામાં આવતાં પાણીના જથ્થો તેમજ પાણી વિતરણ વ્યવસ્થાનું વાર્ષિક મૂલ્યાંકન કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે તેવા સંજાગોમાં ગુજરાત ડોમેસ્ટીક વોટર સપ્લાય (પ્રોટેક્શન) એક્ટ-૨૦૧૯ મુજબ કાર્યવાહી થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અંગે કોઈ ચોક્કસ નીતિ અમલી નથી. પાણીના જાડાણ માટે ઝોન દીઠ અલગ અલગ નિયમો છે. જ્યારે નવા પશ્ચિમ ઝોનનાં વિસ્તારોમાં કોમર્શિયલ મિલ્કતોમાં પણ પાણીનાં જાડાણ આપવામાં આવ્યા નથી.
આમ એકજ શહેરનાં નાગરીકો માટે ભેદભાવયુક્ત પોલિસીનો અમલ થઈ રહ્યો છે. જે દૂર કરવા માટે નવી વોટર પોલિસી તૈયાર કરવામાં આવી છે. જેમાં મીટર ફરજિયાત રહેશે. મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિ.બોર્ડની મંજૂરી બાદ પોલિસીનો અમલ થશે. જ્યારે ગેરકાયદેસર જાડાણોને કાયદેસર કરવા માટે મંજૂરી બાદ ત્રણ મહિનાનો સમય આપવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.