અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કર્ણધાર વિનાની કોંગ્રેસ

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણીમાં વિલંબ થતા ચૂંટાયેલી પાંખને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા અને અટકેલા કામ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. પરંતુ મ્યુનિ.કોર્પાેરેશનની ૨૮ ઓક્ટોબરે મળનાર માસિક સામાન્ય સભામાં પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાના બદલે “કણધાર વિનાની કોંગ્રેસ”ની કરૂણતા જાેવામાં સત્તાધારી પાર્ટીએ વધુ રસ છે. તેથી જ ઓનલાઈન મીટીંગની જાહેરાત બાદ મેયર ટાગોર હોલમાં માલિક સામાન્ય સભા બોલાવવા તૈયાર થયા છે.
મ્યુનિ.કોંગ્રેસમાં દિનેશ શર્માના રાજીનામાં બાદ પક્ષ પાર્ટી દ્વારા નેતાપદે કોઈની નિમણૂંક કરવામાં આવી નથી તેથી માસિક સામાન્ય સભામાં કોંગ્રેસનું નેતૃત્વ કોણ સંભાળશે ?
તે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે સિનિયર કોર્પાેરેટ તૌફીકભાઈ પઠાણ કોઈપણ અધિકૃત આદેશ વિના જ નેતા પદે બેસી ગયા હોવાથી કોંગ્રેસનાં કોર્પાેરેટરોમાં નારાજગી જાેવા મળી રહી છે.
મ્યુનિ.કોર્પાેરેશનની ટાગોર હોલ ખાતે મળનાર માસિક સામાન્ય સભામાં “કોંગ્રેસના કણધાર” કોણ ? તે ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના બે ધારાસભ્યોની જીદ સામે મોવડી મંડળ ઝૂકી ગયા બાદ તત્કાલિન વિપક્ષી નેતા દિનેશ શર્માએ રાજીનામું આપ્યું છે. ત્યારબાદ નવા નેતાની નિમણૂંક માટે આંતરીક ખેંચતાણ ચાલી રહી છે.
તથા આ વિધાનસભાની ચૂંટણી બાદ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. તેવા સંજાેગોમાં હાઈકમાન્ડના કોઈપણ આદેશ વિના જ સિનિયર કોર્પાેરેટર તૌફીકખાન પઠાણ નેતાપદની ખુરશી પર બિરાજમાન થઈ ગયાં છે તથા કોઈ જ કારણ વિના શુક્રવારે મ્યુનિ.ભવનમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.
જેના કારણે પોલીસને પણ દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. તૌફીકખાન પઠાણ મ્યુનિ.કોંગ્રેસના ઉપનેતા છે પરંતુ પક્ષ તરફથી તેમણે કાર્યકારી કે પૂર્ણકાલિન નેતા તરીકે નિયુક્ત કરતી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
તેમજ શહેરનાં ધારાસભ્ય કે કોર્પાેરેટરો તરફથી પણ તેમને જાહેરમાં સમર્થન આપવામાં આવ્યું નથી. મ્યુનિ.કોર્પાેરેશનમાં ઉપનેતા તરીકેનો કોઈ જ હોદ્દો નથી. કોંગ્રેસ પાર્ટીએ જે તે સમયે નારાજ કોર્પાેરેટરને સાચવવા ઉપનેતાની જાહેરાત કરી હતી. તેનો મતલબ એ ન થાય કે નેતાપદની ખાલી ખુરશી પર તેઓ કોઈપણ અધિકૃત આદેશ સિવાય બિરાજમાન થઈ શકે. મેયર, ડે.મેયર તેમજ વિપક્ષી નેતા પદની એક ગરીમા હોય છે.
તેમની ગેરહાજરીમાં કે પાર્ટી દ્વારા અધિકૃત રીતે નિમણૂંક કરવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ ખુરશી પર બેસી શકે નહીં. આ એક વણવખ્યો નિયમ છે. તેમ છતાં દિનેશ શર્માનાં રાજીનામાં બાદ તૌફીકખાન પઠાણને નેતા તરીકે કાર્યભાર સંભાળવાની શરૂઆત કરી છે. તેઓ સિનિયર કોર્પાેરેટર છે.
![]() |
![]() |
તેમજ મ્યુનિ.કોર્પાેરેશનની કાર્યપદ્ધતિથી જાણકાર છે. તેમ છતાં છેલ્લાં બે વર્ષથી બિમારીનાં કારણે તેઓ કોર્પાેરેશનની કામગીરીથી અલિપ્ત રહ્યાં છે. તેથી નવા સિલેબસ સાથે બોર્ડમાં કેવી રજૂઆત કરે છે. તે બાબત રસપ્રદ રહેશે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.