Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશને ૯૧૨ સોસાયટીઓમાં બાકી કામ માટે સરકાર પાસે રૂ.૭૫ કરોડની માંગણી કરી

File

રાજ્ય સરકારે ૭૦ઃ૨૦ઃ૧૦ યોજનામાં રૂ.૧૦૦ કરોડ ઓછા આપ્યા

(દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ: રાજ્ય સરકારની ૭૦ઃ૨૦ઃ૧૦ યોજના અંતર્ગત શહેરની સોસાયટીઓમાં આર.સી.સી.રોડ, ડ્રેનેજ, પાણી અને લાઈટની સુવિધા આપવામાં આવી રહી છે. જે “જન ભાગીદારી” યોજના તરીકે પણ ઓળખાય છે.

સદર યોજનામાં રાજ્ય સરકારનો હિસ્સો ૭૦ ટકા અને લાભાર્થીનો ફાળો ૨૦ ટકા હોય છે. જ્યારે મ્યુનિ.કોર્પાેરેશન ૧૦ ટકા સહયોગ આપે છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી સમયે શરૂ કરવામાં ઓવલી સદર યોજના હજી સુધી કાર્યરત છે તથ ૮ હજાર કરતા વધુ સોસાયટીઓમાં કામ કરવામાં આવ્યાં છે.

પરંતુ રાજ્ય સરકાર તરફથી નિયમિત ગ્રાન્ટની રકમ મળતી ન હોવાથી ખૂબ જ મોટી સંસ્થામાં ફાઈલો પડતર છે. જેના કામ કોર્પાેરેશન ચૂંટણી પહેલા શરૂ કે પૂર્ણ કરવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. જેના કારણે જ મ્યુનિ.કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં ૭૦ઃ૨૦ઃ૧૦ યોજનામાં ત્રણથી ચાર ગણી રકમ મળવાનો અંદાજ રજૂ કર્યાે છે.

જેને શાસકપક્ષે પણ સહર્ષ વધાવ્યો છે. જાકે, આ અંદાજ અને મંજૂરી બજેટના આંકડા સરભર કરવા તથા ચૂંટણીલક્ષી જાહેરાત સિવાય વધુ કાંઈ જ ન હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખાનગી સોસાયટીઓમાં સુવિધાઓ આપવા માટે “જન ભાગીદારી” યોજના શરૂ કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનને રોડ, લાઈટ, ડ્રેનેજ અને પાણીની લાઈનો માટે ૮૮૫૨ અરજી મળી હતી. જેમાં ૮૬૯૧ સોસાયટીઓમાં આ સુવિધાઓ આપવાની થતી હતી. મ્યુનિ.કોર્પાેરેશને તમામ ચકાસણી બાદ ૮૫૨૬ કામ માટે ટેન્ડર જાહેર કર્યા હતા. જેના માટે રૂ.૮૩૯.૪૮ કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

જેમાં આર.સી.સી.રોડના ૫૧૦૮ કામ માટે રૂ.૬૯૧ કરોડ, સ્ટ્રીટલાઈટના ૧૯૮૪ કામ માટે રૂ.૪૪.૬૮ કરોડ, ડ્રેનેજ નેટવર્કના ૨૩૨ કામ માટે રૂ.૯૯.૬૧ કરોડ તથા પાણી લાઈનના ૭૪૦ કામ માટે રૂ.૩૫.૦૫ કરોડનો સમાવેશ થાય છે.  મનપા દ્વારા સામાન્ય વિસ્તારના ૮૦૬૪ કામ માટે રૂ.૭૮૨.૯૫ કરોડ અને ગરીબ પછાત વિસ્તારમાં ૪૬૨ કામ માટે રૂ.૫૬.૮૩ કરોડના મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી સામાન્ય વિસ્તારમાં રૂ.૬૫૪.૭૯ કરોડના ખર્ચથી ૭૭૬૫ અને ગરીબ-પછાત વિસ્તારોમાં રૂ.૩૫.૮૮ કરોડના ખર્ચથી ૪૪૩ કામ પૂર્ણ થયા છે.

જ્યારે સામાન્ય વિસ્તારમાં રૂ.૪૭૦ કરોડના ૨૧૭ કામ અને ગરીબ -પછાત વિસ્તારમાં રૂ.૫૫ લાખના ખર્ચથી ૨૩૧ કામ પ્રગતિ હેઠળ છે. જ્યારે ૬૭૧ સોસાયટીઓમાં ગ્રાન્ટના અભાવે કામ શરૂ થઈ શક્યા નથી. જેના માટે રાજ્ય સરકાર સમગ્ર વધુ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે.

મ્યુનિ.કોર્પાેરેશન આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ જનભાગીદારી યોજના અંતર્ગત ૨૪૯ સોસાયટીઓમાં કામ ચાલી રહ્યા છે. જેના માટે રૂ.૨૭.૨૧ કરોડની ગ્રાન્ટ માટે માંગણી કરવામાં આવી છે.  જ્યારે ૬૭૧ સોસાયટીઓમાં બાકી કામગીરી માટે રૂ.૬૨.૯૨ કરોડની જરૂરીયાત છે. આમ, કુલ ૯૧૨ સોસાયટીઓની કામગીરી માટે રાજ્ય સરકાર પાસે રૂ.૭૪.૭૫ કરોડની ગ્રાન્ટ માટે માંગણી કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પાેરેશને જે ટેન્ડર મંજૂર કર્યા છે.

તેના ૭૦ ટકા લેણુ સરકાર પાસેથી રૂ.૬૧૦ કરોડની ગ્રાન્ટની અપેક્ષા છે. જેની સામે સરકારે રૂ.૫૦૯ કરોડની ગ્રાન્ટ પાવવી છે. રાજ્ય સરકારે ૨૦૧૨માં યોજના જાહેર કરી હતી  તે સમયે ૨૦૧૨-૧૩માં રૂ.૨૦૦ કરોડ ફાળવ્યા હતા. વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ૨૦૧૩-૧૪માં રૂ.૯૬.૫૮ કરોડ અને ૨૦૧૪-૧૫માં રૂ.૭૦ કરોડની ગ્રાન્ટ આપી હતી. ૨૦૧૫-૧૬માં કોર્પારેશનની ચૂંટણી હોવા છતાં સરકારે ગ્રાન્ટ પેટે રાતીપાઈ પણ આપી હતી. ૨૦૧૬-૧૭માં સરકારે વધુ રૂ.૧૦૫ કરોડ આપ્યા હતાં.

જ્યારે ૨૦૧૭-૧૮માં કોઈ જ ગ્રાન્ટ આપી ન હતી. ૨૦૧૮-૧૯માં જનભાગીદારી યોજનામાં રૂ.૩૮ કરોડ કોર્પાેરેશનને આપ્યા હતા. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષે ૨૦૧૯-૨૦માં કોઈ જ રકમ કોર્પાેરેશનને આપી નથી. આમ, સરકારે ૨૦૧૨-૧૩થી ૨૦૧૯-૨૦ સુધી રૂ.૫૦૯.૫૮ કરોડ જનભાગીદારી યોજના અંતર્ગત આપ્યા છે.

જ્યારે રૂ.૧૦૦ કરોડ રકમની ગ્રાન્ટ બાકી છે. જેની સામે રૂ.૭૪ કરોડની માંગણી કરવામાં આવી છે. જ્યારે લોકફાળા પેટે રૂ.૧૩૬.૨૪૭ કરોડની રકમ કોર્પાેરેશનની તિજારીમાં જમા થઈ ગઈ છે. જેની સામે રૂ.૧૦૪.૮૦ કરોડના કામ થયા છે. મતલબ કે, મનપાની તિજારીમાં નાગરીકોના રૂ.૩૨ કરોડ જમા બાકી છે.

મ્યુનિ.કમિશનરે તેમના ડ્રાફ્ટ બજેટમાં ૨૦૨૦-૨૧માં રૂ.૫૦૪ કરોડના વિકાસ કામ કરવાના દાવા કર્યા છે જેના માટે આવક-જાવકના
પલડા સરભર કરવા માટે ૨૦૨૦-૨૧માં ૭૦ઃ૨૦ઃ૧૦ અંતર્ગત રૂ.૧૫૦ કરોડની ગ્રાન્ટ મળશે. તેવો વિશ્વાસ બાકી કર્યા છે.  નોંધનીય બાબત એ છે કે, ૨૦૧૯-૨૦માં જનભાગીદારી યોજનામાં રૂ.૬૮ કરોડ મળવાની અપેક્ષા હતી. જે પેટે ડીસેમ્બર-૨૦૧૯ સુધી કોઈપણ રકમ મળી નથી. તેમ છતાં કમિશ્નરે અંદાજ ઘટાડીને રૂ.૫૦ કરોડની અપેક્ષા રાખી છે.

મ્યુનિ.ઇજનેર ખાતા દ્વારા બાકી કામો માટે રૂ.૭૪ કરોડની માંગણી કરવામાં આવી હોય તેવા સંજાગોમાં કમિશનર રૂ.૧૫૦ કરોડ પચાવી રાખ્યા છે. જ્યારે યોજના અંતર્ગત રૂ.૫૫ કરોડના કામનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી વર્ષ હોવાથી ભ્રામક આંકડાની માયાજાળ તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.