મ્યુનિ.કોર્પાેરેશન માટે રુ ૯,૬૮૫ કરોડનું બજેટ મંજૂર : મિલ્કત વેરા વધારાની દરખાસ્ત ફગાવી

રૂ. 218 કરોડના મિલકત વેરાની દરખાસ્કત ફગાવી : વાહન વેરો યથાવત – એફએમ રેડીયો સ્ટેશન બનાવવા માટે જાહેરાત -સ્માર્ટ સોસાયટી કન્સેપ્ટ માટે નવી પોલીસી તૈયાર કરવા સૂચન
મ્યુ. સત્તાધીશ ભાજપે બજેટમાં ૭૭૭ કરોડનો વધારો કર્યો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે કમિશનર રજૂ કરેલ રૂ.૮,૯૦૭ કરોડના બજેટમાં શાસકપક્ષે રૂ.૭૭૭ કરોડનાં સુધારા સૂચવી રૂ.૯,૬૮૫નું બજેટ મંજૂર કર્યું છે. મ્યુ. શાસકોઅે રેવન્યુ ખર્ચમાં રૃ 333 કરોડ અને વિકાસ કામોમા રૃ 443 કરોડ મળી કુલ 777 કરોડના વધારા સૂચવીયા છે
@AmdavadAMC Budget 2020-21@PMOIndia @CMOGuj @vijayrupanibjp @ibijalpatel @vnehra @BijalPatelOffc @idineshmakwana @amitshah4bjp @BJP4AmdavadCity pic.twitter.com/cFNTFunKs3
— Amul Bhatt (@amulbhattbjp) February 6, 2020
મ્યુનિ.કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં રૂ.૨૪૪ કરોડનાં જે નવા કર નાંખ્યા હતા તેમાં શાસકપક્ષે મિલકત વેરાના કરવેરા ફગાવી દીધાં છે. જ્યારે વ્હિકલ ટેક્ક્ષની યથાવત રાખ્યો છે શાસકપક્ષે શહેરના નવા 4 બ્રિજ બનાવા જાહેરાત કરી છે કાઉન્સિલર બજેટમાં પણ વધારો સુચવ્યો છે
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની યોજાનારી આગામી ચૂંટણી પૂર્વે મ્યુનિ.કોર્પાેરેશનમાં સત્તાધારી ભાજપનું આ ટર્મનું અંતિમ બજેટ મ્યુનિ.કમિશનરે તાજેતરમાં રજૂ કર્યું હતું. મ્યુનિ.સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા આ બજેટમાં કેટલાંક મહ¥વપૂર્ણ સુધારા સૂચવવામાં આવ્યાં હતાં. બજેટને સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બનવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મ્યુનિ.કમિશનરે સૂચિત બજેટમાં અમદાવાદ શહેરનાં નાગરિકો ઉપર કુલ રૂ.૨૪૪ કરોડનાં કરવેરા સૂચવ્યાં હતાં.
જેમા વાહનવેરાના રૃ 26 કરોડ યથાવત રાખી રૃ 218 કરોડના કરવેરા ફગાવ્યા છે ચૂટણી વર્ષામાં પજાકીય કામો સરળતાથી થઈ શકે તે માટે કાઉન્સિલર બજેટ વધારેને રૃ 30 લાખ કરવામાં આવ્યુ છે જયારે સબ કમિટી ચેરમેન બજેટ રૃ 10 લાખથી વધારી 20 લાખ તથા ડેે.ચેરમેન બજેટ રૃ 5 લાખથી વધારે 10 લાખ કરવામાં આવ્યુ છે શહેરની જાહેર પરીવહન સેવાને વધુ મજબૂત બનાવા માટે નવી 300 ફીડર બસોની ખરીડી કરવામાં અાવશે તેમજ પર્યાવણના જતન માટે તમામ સ્શાન ગૃહોમાં ઈલેક્ટ્રીક અને સીએનજી ભઠ્ઠીઓ તૈયાર કરવામાં અાવશે.
મ્યુ.કમિશનરે ટ્રાફ બજેટમાં 20 નવા ફલાઈઓવર જાહેરાત કરી હતી વધુ 4 ફલાયઅોવબ્રિજ બનાવવા માટે શાસકપક્ષે જાહેરાત કરી છે જેમા નારણપુરા સર્કલ, લાલગેબી આશ્રમ, તથા સ્વામિનારાય કોલેજ ઢોર બજાર જકશનો સમાવેસ કરવામાં અાવ્યો છે મ્યુ.કોર્પોરશન કર્મચારીઅો માટે અાવાસ યોજના ની પણ જાહેરાત કરવામાં અાવી છે વર્ષો જૂની હાઉસિગ બોર્ડની વસાહતો માટે ખાસ બજેટ ફાળવામાં અાવ્યુ છે
મ્યુ સ્ટેન્ડીગ કમિટીએ રહેણાક તથા કોમ્શીલય મિલકતનો વધારો સૂચવ્ચયો હતો તે દૂર કરીઅોછે સાથે સાથે વાહન વેરાવર જે રૂ ૨૬ કરોડનો વેરો લાદીયો હતો તેને તેને યથાવત રાખવામા આવ્યો છે. મ્યુનિ કમિશનરે જે સ્માર્ટ સોસાયટી કોન્સેપ્ટ રજુ કર્યો હતો અને રૂ ૫૦ કરોડ રેબિટ આપવાની જાહેરાત કરી હતી તેને માટે ખાસ પોલીસી બનાવવા માટે સુચન કરવા આવ્યુ છે તથા પોલીસી તૈયાર થયા બાદ તેને સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજૂ કરવાનું રહેશે.
મ્યુ. કોર્પોરેશન વિવિધ યોજનાઓ અને કામગીરીની માહીતી શહેરીજનોને સતત મળતી રહે તે માટે એફએમ રેડીયો સ્ટેશન બનાવવા માટે પણ સ્ટેન્ડીગ કમિટી જાહેરાત કરવામાં આવી છે એએમટીએસ મ્યુ. કોર્પોરેશન સચાલિત બસો હોસ્પિટલો તથા શાળાઓમાં સતત વાગ્યા કરશે
પરંતુ મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ તમામ કરવેરાઓ ઉપર સઘન ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ શહેરનાં વિકાસ માટે કેટલાંક નવા પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યાં છે. અને આ પ્રોજેક્ટોનો તાત્કાલિક અમલ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે.
મ્યુનિ.કમિશનરે રજૂ કરેલાં સૂચિત બજેટ ઉપર મ્યુનિ.ભાજપ પક્ષ દ્વારા ભાજપના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આખરે આ બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદનાં નાગરીકો પર વધારાનો કોઈ કરવેરો લદાય નહીં તથા નાગરીકોને રાહત મળે તે પાસાંઓ ઉપર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી સત્તાધારી ભાજપ પાર્ટી દ્વારા આ બજેટમાં નાગરીકોની સુખાકારી પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. મ્યુનિ.કમિશનરે સૂચવેલાં કરવેરા ફગાવી દીધા બાદ સત્તાધારી ભાજપ પાર્ટી દ્વારા અમદાવાદ શહેરનાં કેટલાંક વિકાસનાં પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યાં છે. મ્યુનિ.કમિશનરના સૂચિત બજેટમાં સત્તાધઆરી ભાજપે રૂ.૭૭૭ કરોડનો વધારો કર્યાે છે.
આ તમામ નાણાં શહેરના વિકાસનાં પ્રોજેક્ટ પાછળ વાપરવામાં આવશે. આજે સવારથી જ મ્યુનિ.કોર્પાેરેશનનાં કાર્યાલયમાં ભારે ધમધમાટ જાવા મળતો હતો. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન અમૂલ ભટ્ટ આવી પહોંચતાં જ સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બજેટ મંજૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બજેટ મંજૂર કરવા માટે મળેલી બેઠકમાં સૌ પ્રથમ મ્યુનિ.કમિશનરે સૂચવેલાં કરવેરા પર ચર્ચા શરૂ થઈ હતી. જાકે અગાઉથી જ સત્તાધારી ભાજપે આ કરવેરા ફગાવી દેવાનું મન બનાવી લીધું હતું અને તે મુજબ બજેટ મંજૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિ.કમિશનરનાં બજેટમાં ૭૭૭ કરોડનો ઉમેરો કરી કુલ રૂ.૯૬૮૫ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
હાલમાં આ લખાયે છે ત્યારે બજેટ પર સ્ટેન્ડિંગ કમિટીમાં સઘન ચર્ચા ચાલી રહી છે અને બપોર થતાં સુધીમાં ફુલગુલાબી ચૂંટણીલક્ષી બજેટ જાહેર થાય તેવી સંપૂર્ણ શક્યતા છે.