Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેટરના ફોન રીસીવ ન કરનાર અધિકારીઓને સ્ટે.ચેેરમેને આડા હાથે લીધા

પ્રતિકાત્મક

ડી. કે. પટેલ હોલમાં કોવિડ સેન્ટર શરૂ થશે; હિતેન્દ્રભાઈ બારોટ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાાલી રહ્યુ છે. તેમજ ચૂંટાયેલી પાર્ટીના ફોન પણ અધિકારીઓ ઉપાડતા નથી. સામાન્ય દિવસોમાં કોર્પોરેટરો કે કાર્યકરોના ફોન રીસીવ ન થાય તો તેને બહુ ધ્યાન પર લેવામાં આવે નહિ પરંતુ કોર્પોરેટરના કપરા સમયે પણ કેટલાક અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. તેમજ સત્તાધારી પાર્ટીના કોર્પોરેટરોને પણ જવાબ આપતા ન હોવાથી વ્યાપક ફરીયાદ બાદ સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ચેરમેને આવા કૃત્ય કરનાર અધિકારીઓને આડે હાથે લીધા હતાા તેમજ આગામી સપ્તાહમાં મળનાર કમીટી બેઠકમાં કોરોના અંગેની તમામ આંકડાકીય માહિતી સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપી હતી. જ્યારે નારણપૂરા ડી. કે. પટેલ હોલમાં કોવિડ સેન્ટર બનાવવાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેન્દ્રભાઈ બારોટના જણાવ્યા મુજબ શહેરીજનો કોરોનાા મહામારી સામે ઝઝુમી રહ્યા છે. આ સમયે ભાજપના કોર્પોરેટરો પક્ષની મદદ કરવા તત્પર રહે છે. પરંતુ મ્યુનિ. અધિકારીઓ આ કપરા સમયે પણ મનમાની કરી રહ્યા છે. તેમજ કોર્પોરેટરોનાા ફોન ઉપાડતા નથી. તદ્‌પરાંત કોર્પોરેશન દ્વારા કરાર કરવામાં આવેલી હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે ?

તેની માહિતી અપડેટ કરતા નથી. તેનાં ભોગ નિર્દોષ શહેરીજનો બની રહ્યા છે. કોર્પોરેટરોના ફોન રીસીવ ન કરનાર કેટલાંક અધિકારીઓને આ મુદ્દે તાકીદ કરવામાં આવી છે. શહેરમાં ૨૬૦૦ જેટલાા સંજીવની રથ ચાલી રહ્યા છે. વોર્ડ દીઠ ૫૦ કરતા વધુ સંજીવની રથ છે પરંતુ રોડ પર આ રથ જાેવા મળતા નથી. સંજીવની રથનો લાભ છેવાડાના નાગરીકોને મળે તે જાેવાની જવાબદારી વહીવટીતંત્રની છે. પરંતુ તેની તરફ પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. સ્ટેડીયમ વોર્ડના કોર્પોરેટરે ડે.મ્યુનિ. કમીશ્નર કક્ષાના અધિકારીને પેશન્ટ એડમીશન માટે ફોન અને મેસેજ કર્યા બાદ ૨૪ કલાક સુધી જવાબ મળતા નથી. આ બાબત ચલાવી લેવાય તેમ નથી.

મ્યુુનિ. કોર્પોરેશનના કોઈપણ અધિકારી દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે તો તેમની સામે શિસ્તભંગના પગલા લેવામાં આવશે તેમજ રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ અધિકારી આવીભૂલ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તદ્‌પરાંત ખાનગી હોસ્પિટલની તમામ આંકડાકીય માહિતી આગામી સ્ટેન્ડીંગમાં રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કોરોના દર્દીઓને હાલાકી ન થાય તે માટે નારણપુરા વિસ્તારના ડી.કે. પટેલ હોલમાં ૧૦૦ પથારીનું કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવશે. દેવસ્ય કીડની હોસ્પિટલ દ્વારા આ કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવશે. તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.