મ્યુનિ.કોર્પોરેશનનાં પાણીમાં જીવાતો મળતાં ચકચાર
અમદાવાદ, સરસપુર રખિયાલ વોર્ડ માં આવેલ તુલસીદાસ સલ્મ ક્વાટ્સ માં પાણી ની ટાંકી બ્લોક નંબર ૩ પાસે તે ટાંકી માંથી ૩ થી ૪ મહિના થી પાણી બહાર વહી જાય છે જે પાણી ઉભરાયા પછી પાછું ટાંકી માં બાજુમાં આવેલી ચેમ્બર માંથી જતું રહે છે જે પાણી સાંજના સપ્લાયમાં ફરી આપવામાં આવે છે ત્યારે આ પાણીમાં દરરોજ જીવાત આવે છે જેના કારણે પાણીજન્ય રોગો થી રહેવાસીઓ ભોગ બન્યા છે
(૨ ) લોકલ કોર્પોરેટર ના આપેલ બજેટ માંથી પેવર બ્લોક નાખવામાં આવ્યા નથી આ બજેટ ૨૦૧૭-૧૮ માં ફાળવેલ છે જે કામ હજી સુધી બાકી છે જે તપાસ નો વિષય છે . ફરિયાદો ખૂબ જ જરૂરિયાત વાળી છે અને બન્ને ફરિયાદ આ વિડિઓ માં છે. આ અંગે અમારી આપણે વિનંતી છે કે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરશો .આ પાણીજન્ય રોગો ને કારણે ઉપરોક્ત સમય ગાળામાં શારદા બાઈ માં ૧૦૦ જેટલા લોકો એ સારવાર લીધેલ હતી જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે આખા ક્વાટર્સ ની વસ્તીમાં ફરી રોગચાળો વકરી શકે છે .
મ્યુનિ.કોર્પોરેશનનાં પાણીમાં જીવાતો હોવાનું વધુ એક કિસ્સો પણ બહાર આવ્યો છે. મધ્ય ઝોનનાં મેઘાણીનગર વોર્ડમાં આવેલ હાઉસીંગ બોર્ડની કોલોનીમાં પણ છેલ્લા 15 દિવસથી આજ પ્રકારનું પાણી સપ્લાય થઈ રહ્યું છે. જેનાં કારણે નાગરીકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. પાણીમાં જીવાતો થઈ જવાનાં કારણે નાગરીકોને ચામડીનાં રોગ પણ થયાં છે. આ અંગે સ્થાનિક લેવલે ત્રણથી ચાર વખત ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે તેથી અંતે ઝોનનાં એડિશ્નલ સિટી ઈજનેરને પણ સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યાં છે. એડીશ્નલ સિટી ઈજનેરની સૂચના બાદ વોર્ડ લેવલના કર્મચારીઓ રુબરુ ગયાં હતાં પરંતુ ટાંકીમાં ભરવામાં આવેલ પાણીનાં ફોટા પાડીને રવાના થઈ ગયાં હતાં. નાગરીકોની સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.