Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને પિરાણા મામલે પડેલી લપડાક

File

પિરાણા ડમ્પીંગ  સ્ટેશન સંદર્ભે 

ધી નેશનલ ટ્રીબ્યુનલે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપતા ૧ વર્ષમાં જ ખાલી કરવા જણાવ્યુઃ ગુજરાત પોલ્યુશન બોર્ડ તથા રાજ્ય સરકારને ઝાટકો આપતા યુધ્ધના ધોરણે કામ શરૂ કરવા આદેશ આવ્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પીરાણા ડમ્પીંગ સ્ટેશન હંમેશા વિવાદમાં જ રહ્યુ છે. લાખ્ખો ટનનો જ્યાં રોજ શહેરનો કચરો એકઠો થાય છે અને તેમાંથી ઉત્પન્ન થતો ઝેરી ગેસ હજારો લોકોના જીવની સામે જાખમ ઉભુ કરતું હોય છે. પીરાણા વિસ્તારના આજુબાજુના રહીશો વર્ષોથી આ માટે મ્યુનિસિપલ કર્પોરેશનના શાસકો તથા સત્તાવાળાઓ સમક્ષ રજુઆતો કરી આ સમસ્યાનો ઉકેલ લાવવા પણ વિનંતિ કરી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની આંખ ઉઘડતી નથી. બહેરા કાને લોકોની વિનંતી સાંભળી શક્યતા નહીં. પરંતુ આખરે જ્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે જારથી લપડાક મારી ત્યારે એફીડેવીટ કરી ૧ વર્ષમાં પીરાણા ડમ્પીંગ સ્ટેશન ખાલી કરવાની ખાતરી આપવી પડી.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપતા જણાવ્યુ હતુ કે જે લાખ્ખો ટન ગંદો કચરો, કેમિકલ વેસ્ટ ભેગો થયો છે તે માત્ર એક જ વર્ષમાં ખાલીક રવો એટલું જ નહીં પરંત છ માસ બાદ રીપોર્ટ પણ પ્રગતિનો અહેવાલ આપવા પણ આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાત પોલ્યુશન બોર્ડ, તેમજ રાજ્ય સરકારની ઢીલાશની સખ્ત શબ્દોમાં ટીકા કરતાં જણાવ્યુ હતુ કે આ પ્રકારની ઢીલાશ ભવિષ્યમાં ચલાવી લેવામાં આવશે નહીં અને હવે યુધ્ધના ધોરણે કામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે શહેરના એક સ્થાનિક વકીલ અમિત પંચાલે ધી પીરાણા ડમ્પીંગ સ્ટેશનમાંથી કચોર ઠાલવવાનો તથા જગ્યા ખાલીક રવા માટે જાહેર હિતની અરજી કરી હતી. તેની સુનાવણી દરમ્યાન બેંચે જાયુ કે રાજ્ય સરકાર ગુજરાત પોલ્યુશન બોર્ડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રીબ્યુનલે કરેલ સુચનની અવગણના કરી છે અને હજુ પણ લાખ્ખો ટન કચરો ત્યાં ઠલવાતો હોય છે.

જે હજારો લોકો માટે જીવનું જાખમ બનતુ હોય છે. ૮૦ એકરની જમીન પર ૮૧ લાખ ટનથી વધુ કચરો ત્યાં ઠલવાયેલો જાવા મળે છે. ટ્રીબ્યુનલના સુચન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પગલાં તો લેવાના શરૂ કર્યા છે પરંતુ માત્ર ૬૦,૦૦૦ ટન જ કચરો ઓછો કરવામાં આવ્યો છે.

પરંતુ આજે કચરો ઓછો થયો નથી. પણ તે કચરાનો ડુંગર ૭પ ફૂટ ઉંચાઈને સર કર્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તેથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યો છે કે માત્ર એક જ વર્ષમાં (ર૦મી ઓગષ્ટથી) પીરાણા ડમ્પીંગ સાઈટ તદ્દન ખાલી કરવી, એટલું જ નીહં છ મહિના બાદ કેટલી પ્રગતિ કરી, તેનો અહેવાલ આપવાનો રહેશે.

જેની સાથે મ્યુનિસિપલ કોર્પોેરશને કરેલ એફિડેવિટમાં જણાવ્યુ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે બજેટમાં રૂ.પ હજારની જાગવાઈ કરે છે. છ મહિનામાં કામ શરૂ કર્યુ છે. અને લગભગ ૧.૬૦ લાખ ટન કચરો ખસેડી પણ દીધો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.