મ્યુનિ.કોર્પોરેશનમાં કમિશનર તરીકે વિજય નહેરાની નિમણુંક થવી જાેઈએ : ધારાસભ્ય રાજેશ ગોહિલ
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની હાલત સૌથી વધુ કફોડી બની છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં મસમોટો વધારો જાેવા મળી રહ્યો છે. તો સાથે મોતના આંકમાં પણ મોટો વધારો નોધાઇ રહ્યો છે.
ત્યારે ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ફરીથી વિજય નહેરાને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણુક કરવા માંગ કરી છે.ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખીને મુખ્યમંત્રી જણાવ્યું છે કે, હાલ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ખૂબ જ મોટા પ્રમાણમાં રોકેટગતિએ વધી રહ્યુ છે.
ગત વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે વિજય નહેરા ફરજ બજાવતા હતા. પરંતુ સામાન્ય ગતિએ કેસો વધતા તેઓએ ટેસ્ટિંગ વધારી સાચા આંકડા પ્રસિધ્ધ કરતા તેમને સાચો આંકડો બહાર લાવતા સરકારની છબી બગડે નહીં તેથી કોઈપણ કારણ વગર તેઓની બદલી કરવામાં આવી હતી. તેમની કામગીરી બિદરાવવા લાયક હતી અને તેમણે સંક્રમણ અટકાવવા ખૂબ જ સારા પગલાં ભરેલા હતા.
વધુમાં તેમને લખ્યું છે કે, અમદાવાદમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં જગ્યા નથી. પૂરતો ઓક્સિજન નથી, દવા નથી, ઈન્જેક્શન નથી અને હાલના કમિશનર આ વધતુ જતું સંક્રમણ રોકવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. વિજય નહેરાને અમદાવાદ મ્યુનિસિલ કમિશનર તરીકે નિમણૂક કરવી જાેઈએ. જેથી તેઓ અસરકારક પગલાં લઈ અને વધતું કોરોના સંક્રમણ અટકાવી શકે.