મ્યુનિ. કોર્પોરેશનમાં બે વર્ષથી ‘ઘર કી રસોઈ’- ડીશ દીઠ રૂ.૮પ૦ -એક હાઈ-ટીના રૂ.૩પ૦
સિલ્વર એપલ કેટરસ અને વનેશ્રીના માલિક કોણ: કોપોરેશનમાં ચર્ચા નો વિષય : કેટરીંગ કોન્ટ્રાક્ટમાં ચાલતી લાલીયાવાડીઃ દિવાળી સત્કાર સમારંભમાં ડીશ દીઠ રૂ.૮પ૦ ચુકવાયા!: એક હાઈ-ટીના રૂ.૩પ૦ ચુકવાયા!
દેવેન્દ્ર શાહ દ્વારા (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી એ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ ના સામાન્ય બજેટ માટે ચર્ચા થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બજેટ ચર્ચા દરમ્યાન કાઉન્સીલરો, અધિકારીઓ, પત્રકારો, ડ્રાઈવર, પટ્ટાવાળા તથા હાજર અન્ય કર્મચારીઓ માટે ભોજન વ્યવસ્થ્ કરવામાં આવતી હતી. જેનો કોન્ટ્રાક્ટ શાસક પક્ષના કાર્યકરોને જ આપવામાં આવતો હતો. જે અંગે કેટલાંક લોકોએ હોબાળો કરાવી કાર્યકરોના કેટરીંગ અને ચર્ચા દરમ્યાન હાજર લોકો માટે ભોજન વ્યવસ્થા બંધ કરાવી છે.
મ્યુનિસિપલ બજેટ સત્રમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કાર્યકરોનું કેટરીંગ ભલે બંધ કરવામાં આવ્ય્ હોય પરંતુ પાર્ટી સાથે સંકળાયેલા મોટામાથાના કેટરીગ હજુ સુધી બંધ કરાયા નથી. ફરજ માત્ર એટલો જ પડ્યો છે કે ભૂતકાળમાં પાયાના કાર્યકરોને કમાણી થાય એનું ધ્યાન રાખવામાં આવતુ હતુ. જ્યારે હવે છેલ્લા બે વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બિરાજમાન મોટામાથાઓના ઘરમાં જ કમાણી થાય એનું ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યુ છે. તેથી બજેટ સત્રમાં ‘ટીફીન રસોઈ’ શરૂ કરાવીને મનપાના અન્ય કાર્યક્રમોમાં ધર કી રસોઈ’ શરૂ કરવામાં આવી છે.
જેના માટે પ્લોટદીઠ રૂ.૯૦૦ અને હાઈ-ટી માટે રૂ.૩પ૦ લેખે ચુકવવામાં આવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મ્યુનિસિપલ કોર્પોેરશનમાં ‘જીસ કી લાઠી ઉસકી ભેંસ’ જેવો ધાટ જાવા મળે છે. પાંચ-સાત વર્ષ પહેલાં કોર્પોરેશનના તમામ નાના મોટા કાર્યક્રમોમાં ‘ગોવર્ધન કેટરર્સ’ને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો. તેની સામે કેટલાંક લોકોએ હોબાળો કરાવતા ‘ગોવર્ધન કેટરર્સના નામ સામે ચોકડી મુકવામાં આવી હતી.
સુત્રોએ જણાવ્યા અનુસાર પાર્ટીના કાર્યકરનો કોન્ટ્રાક્ટ બંધ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએથી આદેશ આવ્યા હોવાની વાતો પણ તે સમયે વહેતી થઈ હતી. ગોવર્ધન કેટરર્સની બાદબાકી થયા બાદ એકાદ વર્ષ માટે ‘પુરોહિત કેટરર્સે’ ને કામ આપવામાં આવ્યુ હતુ. તેના માલિક પણ ભાજપના પાયાના કાર્યકર છે. તત્કાલીન મેયર મીનાક્ષીબેન પટલે કાર્યકરને જ કામ મળે તેમાં કોઈ જ વાંધો નહોતો. પરંતુ તેમના વિરોધીઓને આ બાબત ખુંચતી હોવાથી યેનકેન પ્રકારે ‘પુરોહિત કેટરર્સ’ અને મ્યુનિસિપલ બજેટ સત્રના કેટરીંગ હંમેશા માટે બંધ કરાવ્યા છે.
પાર્ટીના કાર્યકરો સામે જે તે નારાજગી વ્ય્કત કરનાર લોકોના હાથમાં લાઠી’ આપા જ ‘ભેંસ’ પર કબજા મેળવી લીધો છે. મતલબ એ એ મનપાના તમામ કાર્યક્રમોમાં કાર્યકરોને બદલે પારિવારિક કેટરર્સને જ ઓર્ડર આપવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટરીંગ મામલે ચાલતી લાલિયાવાડી અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ નિશીથ સિંગાપોરવાળાના જણાવ્યા અનુસાર તેમણે માત્ર મેયર બંગલા અને મેયરના અન્ય કાર્યકરોમાં કેટરીંગ માટે થયેલ ખર્ચની માહિતી માંગતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મેયરના આઉટડોર કેટરીંગ માટે ‘સિલ્વર એપલ’ અને મેયર બંગલા માટે ‘વનેશ્રી’ ને જ ઓર્ડર આપવામાં આવ્યા છે.
જેના ભાવ પણ ખુબ જ વધારે છે. મેયર બંગલે દિવાળી તહેવારમાં ત્રણ દિવસ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુલ ૪૮૦ જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. પ્રથમ દિવસે ૧પ૦ મહેમાનો માટે પ્રતિ ડીશ (થાળી) દીઠરૂ.૮પ૦ ચુકવાયા હતા.
બીજા દિવસે ૧૮૦ મહેમાનો માટે પ્રતિ ડીશ દીઠરૂ.૭રપ અને ત્રીજા દિવસે ૧પ૦ મહેમાનો માટે પ્રતિ ડીશ દીઠ રૂ.૮પ૦ લેખે ભાવ આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસના સ્નેહમિલનમાં ૪૮૦ આમંત્રિતો માટે કુલ રૂ.૪.૦૪ લાખનું બીલ ‘સિલ્વર એપલ’ને આપવામાં આવ્યુ હતુ. જયારે ‘વનેશ્રી’ ના પાંચથી છ જેટલા બીલ છે જેમાં ર૧ ડીસેમ્બર-ર૦૧૮માં ટેબલ નં.૬માં ૬૦ વ્યક્તિ અને પ્રતિ વ્યક્તિદીઠ રૂ.૬પ૦ લેખે રૂ.૪૬૦ર૦નું બીલ ચુકવવામાં આવ્યુ છે. બીલમાં ‘મેયર બંગલા’નું સરનામું આપવામાં આવ્યુ છે.
પરંતુ ટેબલ નંબરનો ઉલ્લેખ હોવાથી ૬૦ વ્યક્તિએ હોટેલમાં જઈને જ ભોજન લીધું હોય એમ માની શકાય છે. તેવી જ રીતે રર ડીસેમ્બર ર૦૧૮ ના દિવસે પ૦ વ્યક્તિ માટે રૂ.૩૮૩પ૦, ૧પ મી જાન્યુઆરી ર૦૧૯ના દિવસે ૪૦ વ્યક્તિ માટે રૂ.૩૦૬૮૦, રપમી મે ર૦૧૯ના દિવસે ૬૦ વ્યક્તિ માટે રૂ.૩૭૮૦૦ના કેટરીંગ બીલ ‘વનેશ્રી’ ને ચુકવાયા છે. જ્યારે ૪ ફેબ્રુઆરી ર૦૧૯ના દિવસે ૧૦૦ વ્યક્તિની હાઈ-ટી માટે ટેક્ષ સાથે રૂ.૪૧૩૦૦ ચુકવાયા છે.
જેમાં એક હાઈ-ટીનો ભાવ રૂ.૩પ૦ ભરવામાં આવ્યો છે. ૧ જુલાઈ ર૦૧૯ના રોજ પણ ૧ર૦ વ્યક્તિ માટે રૂ.૭ર હજારનું બીલ ‘વનેશ્રી’ ને ચુકવાયુ છે. જ્યારે સિલ્વર એપલ’ કેટરીંગને ૧૦ મી ફેબ્રુઆરી ર૦૧૯ના દિવસે ર૦૦ વ્યક્તિઓના કેટરીંગ માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેના પેટ રૂ.૧,પ૩,૪૦૦ની રકમ ચુકવવામાં આવી છે.
તદુપરાંત, ૧૮ મી ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ ગુરૂકૃપા કેટરર્સને ૩૦૦ વ્યક્તિઓનો ઓર્ડર પ્રતિ ડીશ રૂ.૧૪પના ભાવથી આપવામાં આવ્યો હતો. જેમાં રીવરફ્રન્ટનું એેડ્રેસ લખવામાં આવ્યુ છે. માહિતીમાં જણાવ્યા અનુસાર મેયરને દર વર્ષે અલગથી મેયર્સ ડીસ્કડીશનલ કન્ટીની બજેટ મળે છે. જેમાંથી તેમને ખર્ચ કરવાની છૂટ છે. કેટરીંગ માટે ટેન્ડર કે ક્વાટેશન પ્રક્રિયા કરવામાં આવતી નથી. મેયર બંગલે આવનાર મહેમાનો માટે પણ આ બજેટ અંતર્ગત ખર્ચ થઈ શકે છે.
જે અંતર્ગત ૧૯મી જૂન ર૦૧૮ના રોજ કુણાલ રેસ્ટોરન્ટમાંથી પાંચ ડીશ બિસ્કીટ અને ૩૦૦ ગ્રામ લુઝ વેફર્સ પેટે રૂ.૧૩૯૬નું બીલ આપવામાં આવ્યુ હતુ. એક ડીશ બિસ્કીટ પેટે રૂ.ર૪૭.૬૧ અને ૩૦૦ ગ્રામ વેફર્સ માટે રૂ.૯૧.૪૩ ચુકવાયા હતા. મેયર બિજલબેન પટેલે પદભાર સંભાળ્યો એ સમયથી નવેમ્બર ર૦૧૯ સુધી અગત્યની મીટીંગો અને સ્નેહમિલ કાર્યક્રમમાં ભોજન વ્યવસ્થા પેટે લગભગ રૂ.નવ લાખનો ખર્ચ કર્યો છે. જ્યારે મેયર બંગલે ‘વનેશ્રી’ કુણાલ, તથા હેવમોર ને ચુકવવામાં આવેલ બીલનો સમાવેશ તેમાં થતો નથી તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા બે વર્ષથી કેટરીંગ મામલે ચાલી રહેલી વ્યવસ્થા અંગે સુત્રોએ વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ર૦ર૦-ર૦ર૧ ના એએમટીએસ અને સ્ટેન્ડીંગ કમિટિ બજેટના કેટરીંગ કોન્ટ્રાક્ટ ‘સિલ્વર એપલ’ ને જ આપવામાં આવ્યા હતા.
પ્રથમ વખત આ બંન્ને કેટરીંગ કોન્ટ્રાક્ટ મેયર ઓફિસ દ્વારા આપવામાં આવ્યા છે. એવી જ રીતે ઉતરાયણની ઉજવણી માટે મુખ્યમંત્રી મેયરના ઘરે ગયા હતા ત્યારે પણ ‘સિલવર એપલ’ ને જ ‘સેવા’ની તક આપવામાં આવી હતી. આમ, મેયર દ્વારા વિવિધ કાયક્રમોમાં એક જ કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ બજેટ સત્રમાં પણ ‘ટીફીન’ વ્યવસ્થા બંધ કરીને ‘સિલ્વર એપલ’ને કોન્ટ્રાક્ટ આપવા વિચારણા થઈ હતી. પરંતુ કોર્પોરેટરોના ગણગણાટના કારણે આ વિચારનો અમલ કરવામાં આવ્યો નથી. પરંતુ જે પધ્ધતિથી કેટરીંગના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.