Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને ઓકટ્રોય ગ્રાન્ટ પેટે માસિક રૂા.૧ર૯.૪પ કરોડ કરવા સરકારને પત્ર લખ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય કરવામાં આવ્યો તે સમયે મ્યુનિ. કોર્પોરેશનને ઓકટ્રોય પેટે માસિક રૂા.૭ર કરોડની આવક થતી હતી. રાજય સરકારે ઓકટ્રોયની છેલ્લી આવકને ધ્યાનમાં લઈ તેની અવેજીમાં ગ્રાન્ટ આપવા જાહેરાત કરી હતી સાથે-સાથે ઓકટ્રોય અવેજી ગ્રાન્ટમાં દર વરસે ૧પ ટકાનો વધારો આપવા માટે પણ “વચન” આપ્યુ હતુ.

રાજય સરકારનુ સદ્દર વચન “ચૂંટણીલક્ષી” ઢંઢેરા જેવું સાબિત થયુ છે તથા ઓકટ્રોય અવેજી ગ્રાન્ટમાં નિયમિત વધારો કરવામાં આવ્યો નથી. જેની સામે એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે જેની સીધી અસર મ્યુનિ. તિજાેરી પર થઈ છે તેથી મ્યુનિ. કોર્પોરેશને ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ પેટે દર મહીને રૂા.૧ર૯ કરોડ તેમજ એસ્ટા. ખર્ચ તફાવતની રકમ આપવા રાજય સરકારને પત્ર લખ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઓકટ્રોટ બંધ કરવામાં આવી તે સમયે રાજય સરકાર દ્વારા અવેજી ગ્રાન્ટ આપવા જાહેરાત કરી હતી. ઓકટ્રોયની છેલ્લી માસિક આવક જેટલી રકમ દર મહીને ગ્રાન્ટ પેટે આપવાની તથા તેમાં વાર્ષિક ૧પ ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાજય સરકારે ર૦૦૮-૦૯ ના વર્ષમાં જ ઓકટ્રોય ગ્રાન્ટ પેટે માસિક રૂા.૬૮.૮૯ કરોડ આપ્યા હતા. પરંતુ ર૦૦૯-૧૦ના વર્ષમાં તેમાં ૧પ ટકાનો ગ્રોથ આપ્યો ન હતો. ર૦૦૮-૦૯થી ર૦૧૪-૧પ સુધી રાજય સરકારે માસિક રૂા.૬૮.૮૯ કરોડ મુજબ જ ગ્રાન્ટ આપી હતી. જયારે ર૦૧પ-૧૬માં ગ્રાન્ટની રકમ વધારી રૂા.૮૯.પ૭ કરોડ કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે ર૦૧૬-૧૭ના વર્ષમાં ઓકટ્રોય ગ્રાન્ટમાં ઘટાડો કર્યો હતો તથા માસિક રૂા.૮૯.૬૭ કરોડના બદલે રૂા.૭ર.૬૪ કરોડ જ મનપાને આપ્યા હતા.

ર૦૧૭-૧૮માં ફરી વધાોર કરતા માસિક રૂા.૮૬.પ૦ કરોડ મનપાને મળ્યા હતા. જયારે ર૦૧૮-૧૯થી અત્યાર સુધી માસિક રૂા.૮૭.૧પ કરોડ લેખે વાર્ષિક રૂા.૧૦૪પ કરોડ મ્યુનિ. કોર્પોરેશનને મળી રહયા છે. રાજય સરકાર તરફથી વાયદા મુજબ ૧પ ટકા ગ્રોથ આપવામાં આવ્યો નથી, પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના પગાર-પેન્શન ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે જેના કારણે પૂર્વ કમિશ્નરે ઓકટ્રોય ગ્રાન્ટ અને એસ્ટા. ખર્ચના તફાવતની રકમ માટે રાજય સરકારને પત્ર લખ્યો હતો.

મ્યુનિ. કોર્પોેરશને ઓકટ્રોય નાબુદ કરી તે સમયે પગાર-પેન્શન ખર્ચ માસિક રૂા.ર૯.૯૦ કરોડ હતો જેની સામે ઓકટ્રોય ગ્રાન્ટ પેટે રૂા.૬૮.૮૯ કરોડ મળતા હતા તેથી દર મહીને રૂા.૩૯ કરોડની બચત થતી હતી, ર૦૧ર-૧૩ સુધી બચતનો સિલસિલો ચાલુ રહયો હતો પરંતુ ર૦૧૪-૧પમાં મનપાનો માસિક પગાર- પેન્શન ખર્ચ વધીને રૂા.૭પ.૦ર કરોડ થયો હતો પરંતુ તેની સામે ઓકટ્રોય ગ્રાન્ટ રકમમાં કોઈ જ વધારો થયો ન હતો તેથી મ્યુનિ. તિજાેરી પર દર વરસે રૂા.૭૩.પ૮ કરોડનો બોજાે આવ્ય્‌ હતો.

ર૦૧૬-૧૭માં પગાર-પેન્શનની રકમ વધીને માસિક રૂા.૯૧.પ૬ કરોડ થઈ હતી જેની સામે સરકારે ઓકટ્રોય ગ્રાન્ટ ઘટાડી રૂા.૩ર.૬૪ કરોડ કરી હતી જેના ફળ સ્વરૂપ મ્યુનિ. કોર્પોરેશનને વાર્ષિક રૂા.રર૭.૧૧ કરોડનું નુકશાન થયુ હતું સદ્દર નુકશાનની રકમમાં સતત વધારો થતો રહયો છે.

જેનું મુખ્ય કારણ એસ્ટા. ખર્ચમાં વધારો અને ગ્રાન્ટની સ્થિર રકમ છે. રાજય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઓકટ્રોય અવેજી ગ્રાન્ટ પેટે વાર્ષિક રૂા.૧૦૪પ.૮૦ કરોડ આપવામાં આવી રહયા છે. જેની સામે એસ્ટા. ખર્ચ વાર્ષિક રૂા.૧પપ૩.૩૭ કરોડ સુધી પહોંચી ગયો છે.

જેના કારણે મ્યુનિ. કોર્પોરેશનને ર૦૧૬-૧૭માં રર૭.૧૧ કરોડ, ર૦૧૭-૧૮માં રૂા.ર૯૧.૪પ કરોડ, ર૦૧૮-૧૯માં રૂા.૩૭પ.રપ કરોડ, ર૦૧૯-ર૦માં રૂા.૩૯૩.પ૬ કરોડ તથા ર૦ર૦-ર૧માં રૂા.પ૦૭.પ૭ કરોડનું આર્થિક નુકશાન થયુ છે. ર૦૦૮-૦૯થી ર૦ર૦-ર૧ સુધી એસ્ટા. ખર્ચ સામે ગ્રાન્ટની રકમ ઓછી મળી છે.

જેના કારણે મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા ૧ર વર્ષમાં રૂા.૬૩૯.૭૯ કરોડ ઓછા મળ્યા છે. મ્યુનિ. કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ કથળી રહી છે, તથા કોન્ટ્રાકટરોના બીલ ચુકવવા માટે પણ નાણા રહયા નથી. તેથી પૂર્વ કમિશ્નર મુકેશકુમારે ગત નવેમ્બર મહીનામાં રાજય સરકારને પત્ર લખી મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ જેટલી રકમ રૂા.૧ર૯.૪પ કરોડ દર મહીને ગ્રાન્ટ પેટે આપવા રજુઆત કરી હતી સાથે સાથે ર૦૦૮-૦૯થી ર૦ર૦-ર૧ સુધી એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ અને ગ્રાન્‌૭ તફાવતના મળવાપાત્ર રૂા.૬૩૯.૭૯ કરોડ માટે પણ રજુઆત કરી હતી.

પૂર્વ કમિશ્નરે તેમના પત્રમાં સ્પષ્ટ જણાવ્યુ હતુ કે ઓકટ્રોય વૈકલ્પિક ગ્રાન્ટનો ઉપયોગ માત્ર પગાર-પેન્શન ખર્ચ પેટે થાય છે. ર૦૧૭થી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ એસ્ટા. ખર્ચ વધી રહયો છે તેથી તે મુજબ ગ્રાન્ટની રકમમાં વધારો કરવો જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.