Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને “કોર્પોરેટ કંપની”ના ધોરણે વ્યાજ રીબેટ માટે સ્લેબ જાહેર કર્યા

મનપા ના ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી લાંબાગાાળની તથા Early bird રીબેટ યોજના

(દેનેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત કોર્પોરેટ કંપનીની માફક પ્રોપર્ટી ટેક્ષની આવક વધારવા માટે રીબેટ યોજનાના અલગ અલગ સ્લેબ જાહેર કરવામાં આવ્યા છે તેમજ એક સાથે ત્રણ મહીનાના સમયગાળા માટે વ્યાજ રીબેટ યોજના જાહેર કરવામાં આવી છે. પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ મિલ્કતવેરાની આવકમાં સામાન્ય કહી શકાય તેટલો માત્ર ચાર ટકાનો જ વધારો થયો હોવાથી રેવન્યૂ કમીટી દ્વારા આવક વધારવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહયો છે.

મ્યુનિ. રેવન્યૂ કમીટી ચેરમેન જૈનિક વકીલ અને ડે. ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યા મુજબ કમીટી મીટીંગમાં ૧લી જાન્યુઆરીથી ૩૧ માર્ચ સુધી મિલ્કત વેરા પર રીબેટ યોજના શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જાેકે ત્રણેય મહીનામાં રીબેટના દર અલગ-અલગ રહેશે. જાન્યુઆરી મહીનામાં નવી ફોમ્ર્યુલાના બાકી લેણા પર રહેણાંક મિલ્કતોના વ્યાજ પર ૮૦ ટકા અને કોમર્શીયલ મિલ્કતો માટે ૬૦ ટકા રીબેટ આપવામાં આવશે.

જયારે જુની ફોમ્ર્યુલા માટે રહેણાંક અને વાણિજય બને પ્રકારની મિલ્કતોમાં ૧૦૦ ટકા વ્યાજ રીબેટ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ર૦રરમાં નવી ફોમ્ર્યુલાના બાકી લેણાના વ્યાજ પર રહેણાંક વિસ્તારોમાં ૭પ ટકા અને કોર્મશીયલ મિલ્કતોના બાકી વ્યાજ પર પપ ટકા રીબેટ આપવામાં આવશે.

જયારે માર્ચ મહીનામાં આ રીબેટ દર અનુક્રમે ૭૦ અને પ૦ ટકા રહેશે. જુની ફોમ્ર્યુલાની બાકી રકમ ભરપાઈ કરનાર કરદાતાને ત્રણેય મહીના માટે ૧૦૦ ટકા વ્યાજ રીબેટ આપવામાં આવશે. નવી તથા જુની ફોમ્ર્યુલામાં ટેક્ષની બાકી રકમ “શૂન્ય” થાય તેવા સંજાેગોમાં જ વ્યાજ રીબેટ આપવામાં આવશે.

રેવન્યૂ કમીટીમાં મંજુર કરવામાં આવેલી સદ્‌ર યોજનાનો અમલ સ્ટેન્ડીંગ કમીટીની લીલી ઝંડી મળ્યા બાદ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે સૌથી વધુ લાંબાગાળાની તથા “ઈટ્ઠઙ્મિઅ હ્વૈઙ્ઘિ” યોજના જાહેર કરવામાં આવી છે જે કરદાતા વહેલી રકમ ભરપાઈ કરશે તેને વધુ રીબેટનો લાભ મળશે.

મ્યુનિ. કોર્પોરેશનને નાણાકીય વર્ષ ર૦ર૧-રર માં ટેક્ષ પેટે રૂા.૯૭૦.૦૪ કરોડની આવક થઈ છે. જેમાં મિલ્કતવેરાની રૂા.૭૩૬.પપ કરોડ, પ્રોફેશનલ ટેક્ષ પેટે રૂા.૧૪૧.રર કરોડ તથા વાહનવેરાની રૂા.૯ર.૩૩ કરોડની આવક થઈ છે. ગત્‌ નાણાકીય વર્ષમાં આ જ સમયગાળા દરમ્યાન મનપાને ટેક્ષ પેટે રૂા.૮૮ર.૮૭ કરોડની આવક થઈ હતી જેમાં પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂા.૭૦પ.ર૧ કરોડ, પ્રોફેશનલ ટેક્ષની રૂા.૧રર.પ૮ કરોડ તથા વ્હીકલ ટેક્ષ પેટે રૂા.પપ.૦૭ કરોડની આવકનો સમાવેશ થાય છે. આમ પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્ષની આવક પેટે દસ ટકાનો વધારો થયો છે.

વાહનવેરાની આવકમાં સૌથી વધુ ૬૮ ટકાનો વધારો થયો છે. જયારે પ્રોપર્ટી ટેક્ષની આવકમાં ૪.૪૪ ટકા અને પ્રોફેશનલ ટેક્ષની આવકમાં ૧પ ટકાનો વધારો થયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.