Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને “નલ સે જલ” યોજના અંતર્ગત ૬ જાેડાણ આપ્યા

Files Photo

યોજનાના અમલ બાદ વોટર પોલિસી- વોટર મીટરનું મહત્વ રહેશે નહિ – નિષ્ણાંતો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજયના તમામ નાગરીકોને પાણીની સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા “નલ સે જલ” યોજના જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત પાણીના ગેરકાયદેસર જાેડાણોને રૂા.પ૦૦ ભરીને કાયદેસર કરવામાં આવશે. તદ્‌પરાંત સરકારી કે ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને પણ પાણીના જાેડાણ આપવામાં આવશે. રાજય સરકારની સદ્‌ર યોજનાના કારણે ઘરે-ઘરે પાણીના જાેડાણ મળી રહેશે. રાજય સરકારની જાહેરાતના પગલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ “નલ સે જલ” યોજનાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે.

નિષ્ણાંતો સદ્દર યોજનાની સરખામણી ગુડા એક્ટ સાથે કરી રહયા છે. અમદાવાદ શહેરમાં યોજના સફળ થયા બાદ પાણીના નવા સ્ત્રોત તૈયાર કરવાની જરૂરીયાત રહેશે નહીં પરંતુ સદ્દર યોજના બાદ વોટર પોલીસીનો કોઈ મતલબ રહેશે નહીં તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
રાજય સરકારની “નલ સે જલ” યોજના અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશનને ગેરકાયદેસર જાેડાણને કાયદેસર કરવાની અરજીઓ મળવાની શરૂઆત થઈ ગઈ છે. સુત્રોએ જણાવ્યા મુજબ ૧૪ સપ્ટેમ્બર સુધી મનપાને કુલ ૦૬ અરજીઓ મળી છે. જે પૈકી ગેરકાયદેસર જાેડાણને રેગ્યુલરાઈઝડ કરવા માટે પૂર્વ ઝોનમાંથી ૦૪ અરજી મળી છે.

જયારે તમામ પુરાવાઓ સાથે ૦ર જાેડાણ આપવામાં આવ્યા છે. મનપાને તમામ ૦૬ અરજીઓ પૂર્વઝોનમાંથી મળી છે. “નલ સે જલ” યોજનામાં હયાત ગેરકાયદેસર જાેડાણોને કાયદેસર કરવામાં આવી રહયા છે. સાથે સાથે સરકારી કે ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદેસર બાંધકામોમાં પણ જાેડાણ આપવામાં આવશે સદ્દર યોજનાની જાહેરાત કરેલા પાણીના જાેડાણ માટે બી.યુ. પરમીશન ફરજીયાત હતી

પરંતુ નાગરીકોની સુવિધા માટે સરકારે ૩૧ ડીસેમ્બર ર૦ર૦ સુધી તમામ પ્રકારની છુટછાટ આપવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ “નલ સે જલ” યોજનાના કારણે વોટર સપ્લાય કે વપરાશમાં કોઈ મોટો ફરક આવે તેમ નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વસ્તી આધારીત નેટવર્ક/ ડીસ્ટ્રી. સેન્ટર તૈયાર કરવામાં આવે છે. પાણીની નવી ટાંકી બનાવવા સમયે જાેડાણને ધ્યાનમાં લેવામાં આવતા નથી. પરંતુ જે તે વિસ્તારની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશનના તમામ વોટર રીસોર્સ વ્યક્તિ દીઠ દૈનિક ૧પ૦ લીટર પાણીની ગણત્રી તૈયાર કરવામાં આવ્યા છે.

તેથી જાેડાણોના કારણે કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા નહીવત્‌ છે. તદપરાંત જે લોકો એ ગેરકાયદેસર જાેડાણ કર્યા છે તે લોકો પણ મ્યુનિ. કોર્પોરેશનના પાણી નો જ વપરાશ કરી રહયા છે. હાલ પણ આવા જાેડાણ ધારકો મ્યુનિ. કોર્પોરેશનના નેટવર્કમાંથી જ પાણી લઈ રહયા છે. સરકારની યોજના બાદ જાેડાણ દીઠ રૂા.પ૦૦ તથા લીગલ ચાર્જ ભરીને આ જાેડાણ કાયદેસર થશે તેથી ભવિષ્યમાં નવા નેટવર્ક કે વોટર ડીસ્ટ્રી સેન્ટર તૈયાર કરવામાં સરળતા રહેશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોટર પોલીસ તથા વોટર મીટર માટે ઘણા સમયથી કવાયત કરવામાં આવી રહી છે. “નલ સે જલ” યોજના બાદ વોટર પોલીસી કે વોટર મીટરનું મહત્વ રહેશે નહિ. નાગરીકોને વિનામુલ્યે પાણી ઉપલબ્ધ થઈ રહયુ હોવાથી તેનો વેડફાટ થઈ રહયો છે. જાેધપુર વોર્ડમાં ર૪ કલાક પાણીની યોજનામાં વોટર મીટર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

પરંતુ પાણી વપરાશ બદલ કોઈ ચાર્જ લેવામાં આવી રહયો નથી. ર૪ કલાક પાણી સપ્લાય યોજનામાં પણ ત્રણ કલાકથી વીસ કલાક સુધી પાણી સપ્લાય થઈ રહયા છે. મ્યુનિ. સત્તાધીશો અને વહીવટીતંત્ર દ્વારા બજેટમાં પણ ફરજીયાત વોટર મીટર અને વોટર ચાર્જની જાહેરાત કરવામાં આવી છે. “નલ સે જલ” યોજનાની જાહેરાત બાદ વોટર મીટર યોજના હાલ પુરાત બંધ થઈ શકે છે. તંત્ર દ્વારા વોટર મીટર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા બાદ કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તો મીટરનું પણ મહત્વ રહેશે નહીં શહેર માટે અલગથી “વોટર પોલીસી” તૈયાર કરવા માટે જે કવાયત થઈ રહી હતી

તેને પણ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. વોટર પોલીસીમાં વોટર ચાર્જ ને જ મહત્વ આપવામાં આવે તેમ હતુ. “નલ સે જલ” યોજનામાં તમામ નાગરીકોને પાણી આપવા પર ભાર મુકવામાં આવ્યો છે. છેવાડાનો માનવી પણ જળ વિના ન રહે તે ઉદેશથી જ સરકારે યોજના જાહેર કરી છે જેમાં આવકનું કોઈ મહત્વ રહેશે નહિ તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તે જ નીતિનો અમલ થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.