મ્યુનિ. કોર્પોરેશને પશ્ચિમ વિસ્તારમાં સવા લાખ ડસ્ટબીન વિતરણ કર્યા
હેલ્થ કમીટીની બેઠક દરમ્યાન રખડતા ઢોર પકડવાનું પેપર ફુટી ગયુ: ચેરમેને તપાસના આદેશ આપ્યા
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શેહરને સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્માંક પ્રાપ્ત થાય તે આશયથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરે ડસ્ટબીન વિતરણ શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત દોઢ લાખથી વધુ ડસ્ટબીનના વિતરણ થઈ ચુકયા છે સાથે-સાથે જાહેર માર્ગ, બજારો અને બગીચામાં પણ ‘લીટરબીન’ મુકવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
જાેકે હેલ્થ કમીટીની બુધવારે મળેલી બેઠક દરમ્યાન ઢોર પકડવાના પેપર ફૂટી જતા ભારે તમાશો થયો હતો. કમીટી ચેરમેને આ મુદ્દે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભીનો અને સુકો કચરો ઉત્પતિ સ્થળેથી જ અલગ તારવવામાં આવે તે માટે ઘરે-ઘરે લીલા અને વાદળી ડસ્ટબીનના વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. મ્યુનિ. શાસકપક્ષે મુખ્યમંત્રીના કાર્યક્ષેત્ર ઘાટલોડીયા વિધાનસભાથી ડસ્ટબીન વિતરણની શરૂઆત કરી હતી તેમજ પશ્ચિમના વિસ્તારોમાં ૧ લાખ રપ હજાર ડસ્ટબીનના વિતરણ થઈ ચુકયા છે.
મ્યુનિ. શાસકોએ અન્ય ઝોનમાં ડસ્ટબીન વિતરણ માટે સોસાયટીના ચેરમેન પાસેથી સભ્યોના નામ-ફોન નંબરનો આગ્રહ રાખ્યો છે જે તે સોસાયટીના ચેરમેન/ સેક્રેટરી પાસેથી માહિતી મળ્યા બાદ ભાજપના કોર્પોરેટરો સ્થળ પર જઈને ડસ્ટબીન વિતરણ કરે છે.
વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોના સીધા સંપર્કમાં આવવા માટે સતાધારી પાર્ટીએ આ નુસ્ખો અપનાવ્યો હોવાની પણ ચર્ચા થાય છે. જાેકે, મધ્યઝોન સિવાય અન્ય ઝોનમાંથી ડસ્ટબીન માટે સારો પ્રતિસાદ મળી રહયો છે. મ્યુનિ. કોર્પોરેશને જાહેર સ્થળોએ પણ લીટરબીન મુકવા માટે ૮૦૦ લીટરબીનની ખરીદી કરી છે.
હેલ્થ કમીટી ચેરમેન ભરતભાઈ કે. પટેલના જણાવ્યા મુજબ ઉતરઝોનમાં રપ૧, દક્ષિણ ઝોનમાં ર૭૧, પૂર્વ ઝોનમાં ૧પ૪, પશ્ચિમ ઝોનમાં ૩૧૦, મધ્યમાં ર૮૦, ઉ.પ.ઝોનમાં ૧ર૪ તેમજ દક્ષિણ પશ્ચિમમાં ર૮ મળી કુલ ૧૪૧૮ લીટરબીનની ડીમાન્ડ છે.
જેની સામે પ્રાથમિક તબક્કે ૮૦૦ નંગની ખરીદી કરવામાં આવી છે, કમીટી બેઠક દરમ્યાન સભ્ય દ્વારા રખડતા ઢોર મામલે રજુઆત કરવામાં આવતા હાજર અધિકારી દ્વારા તાત્કાલીક ઢોર પકડવા ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ મ્યુનિ. ગાડી ઢોર પકડવા જાય તે પહેલા જ ઢોરના માલિકોને સુચના મળી ગઈ હતી. સીએનસીડી વિભાગમાં ફીલ્ડ લેવલે ચાલી રહેલા ્ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
ઉનાળાની સીઝન શરૂ થઈ હોવાથી પાણીજન્ય રોગચાળો નિયંત્રણમાં રહે તે માટે હેલ્થ અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં ઓઆરએસ અને અન્ય દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. ડસ્ટબીન માટે કોઈ નાગરીકને તકલીફ પડે તો વોર્ડ ઓફીસે પણ સંપર્ક કરી શકે છે. ઉનાળો શરૂ થયો છે તેમ છતાં મચ્છરોની ઉત્પતિને નિયંત્રણમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.