મ્યુનિ.કોર્પોરેશને પાનના ગલ્લા સામે કાર્યવાહી શરૂ કરી
સોશ્યલ ડીસ્ટન્સના નામે માત્ર શ્રમજીવી વર્ગ સામે થતી કાર્યવાહીથી નારીકોમાં રોષ
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન થવાના કારણોસર વધુ એક વખત પાનના ગલ્લાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે દિવસ ચાની કીટલીઓ બંધ કરાવ્યા બાદ અધિકારીઓના રડારમાં પાનના ગલ્લા આવ્યાં છે. જાે કે, તમામ નીતિ નિયમો નેવે મૂકીને બેફામ ચાલી રહેલ શટલ રીક્ષાઓ સામે પોલીસ વિભાગ કે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા હજી સુધી કાર્યવાહી ન થતાં નાગરીકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોના કાબુમાં હોવાના થઈ રહેલા દાવા વચ્ચે પાનનાં ગલ્લા અને ચાની કીટલી ચલાવી રોજી-રોટી કમાતા શ્રમજીવીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૧૮ સપ્ટેમ્બરે ૪૮૦ પાનનાં ગલ્લા બંધ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ તમામ ગલ્લા સ્વયંભૂ બંધ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ચાર ગલ્લાને સીલ મારવામાં આવ્યા છે. શહેરના પૂર્વ ઝોનમાં ૦૪, પશ્ચિમ ઝોનમાં ૧૫, ઉત્તર ઝોનમાં ૪૮, દક્ષિણ ઝોનમાં ૯૬, મધ્ય ઝોનમાં ૦૯, ઉ.પશ્ચિમ ઝોનમાં ૮૭ તથા દ.પશ્ચિમ ઝોનમાં ૧૫૧ ગલ્લા સ્વયંભૂ બંધ રહ્યા હતા. જ્યારે ઉત્તર ઝોનમાં ૦૨, દક્ષિણ ઝોનમાં ૦૧ તથા મધ્ય ઝોનમાં ૦૧ ગલ્લાને સોશ્યલ ડિસ્ટન્સના કારણોસર સીલ કરવામાં આવ્યાં છે. શહેરમાં માસ્ક ન પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન ન કરવા બદલ ૧૫૪ કેસ કરવામાં આવ્યા છે. જેની સામે દંડ પેટે રૂા.૧ લાખ ૫૪ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા માત્ર શ્રમજીવી વર્ગ સામે થઈ રહેલી કામગીરીના કારણે નાગરીકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. પોલીસ કમિશનરે રીક્ષામાં બે કરતા વધુ પેસેન્જર ન બેસાડવા માટે જાહેરાત કરી હોવા છતાં નારોલ, ઈસનપુર, વટવા, ગીતામંદિર, સી.ટી.એમ., ઓઢવ, નરોડા સહિતનાં વિસ્તારોમાં પાંચથી સાત પેસેન્જરો બેસાડીને શટલ રીક્ષાનો ધંધો ચાલી રહ્યો છે. તેની સામે પણ કાર્યવાહી કરવા માંગણી થઈ રહી છે.